SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પs માલમ પડે છે, જ્યારે એમનાં કર્મવિષયક વિવેચને વાંચીએ છીએ ત્યારે કર્મ-સાહિત્યના પ્રખર જ્ઞાતા તરીકેને ભાસ થાય છે, જ્યારે વ્યાકરણવિષયક “તિહવયેક્તિ” જેવા ગ્રંથ જોઈએ છીએ ત્યારે પ્રખર વૈયાકરણની દૃષ્ટિ તેમને લાધી હોય એમ દેખાય છે. અતીત કાળમાં થઈ ગયેલા મહાન આચાર્યોના ગુણે તેમણે પોતાનામાં સમાવી લીધા હોય એમ આપણને એમના શૂન્યાવકનથી જણાઈ આવ્યા વગર રહેતું નથી અને તેથી જ સિંદ્ધસેન દિવાકરજી મહારાજ, મલવાદિસૂરીશ્વરજી મહારાજ, હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, વાદિદેવસૂરીશ્વરજી મહારાજ તથા હેમચંદ્રાચાર્ય મહારાજને એક એક ગુણ લઈને થાને બધાના ગુણેનો સમન્વય સાધીને યશોવિજયજી મહારાજને બુદ્ધિદેહ બન્યો હશે એમ કહ્યા વગર રહેવાતું નથી. ષદશનની સાક્ષાત મૂર્તિ– - જ્યારે તેઓશ્રી બોદ્ધોનું ખંડન કરે છે અને એને પૂર્વપક્ષ એવી રીતે પ્રતિપાદિત : કરે છે. ત્યારે સ્વયં વસુબંધુ, દિનાગ અને ધમકાતિની યાદ આપે છે મીમાંસાની જ્યારે મીમાંસા કરે છે ત્યારે ભટ્ટ અને પ્રભાકરની યાદ દેવડાવે છે, વેદાન્તને જ્યારે એ હાથમાં લે છે ત્યારે એક મહાન વૈદાનિકાચાર્ય લાગે છે, અને યેગનું રહસ્ય સમજાવે છે ત્યારે ગાચાર્ય લાગે છે. સાચે જ, એઓશ્રી સાક્ષાત દર્શનની મૂર્તિ સમા હતા. ધન્ય છે સવવાદ પરમેશ્વરના એ અસાધારણ પૂજારીને! તેઓશ્રીએ “નયચક્રશાસ્ત્રમ” કે જેની રચના તાકિચૂડામણિ મલવાદિસૂરીશ્વરજી મહારાજાએ કરી હતી અને જેનો ઉપયોગ આપણા જૈનાચાર્યોએ ખૂબ એ કર્યો છે અને જેને માત્ર નામોલ્લેખ મલધારી હેમચંદ્રાચાર્ય મહારાજાએ કર્યો છે તથા વાદિવેતાલ શાંતિસૂરીશ્વરજી મહારાજાએ એ મહાન નયચક્રશાના ઉલ્લેખ ઉપરાંત તેમાં આવતી એક દલીલ પણ પિતાની “પાઈ' ટીકામાં લીધી છે, તે ગ્રંથ પૂ. ઉપાધ્યાયજી મહારાજે એક પખવાડિયામાં જ વાંચી લીધું હતું અને તેની એક પ્રતિલિપિ કરાવી હતી. આથી તે “નયચકની પ્રશસ્તિમાં પૂ. ઉપા. યશોવિજયજી મહારાજની સ્તુતિ જોવામાં આવે છે. તથા હાલમાં મળતી ઘણું ખરી પ્રતિઓની શરૂઆતમાં “જે-નમઃ” જેવામાં આવે છે, તેઓશ્રીએ એ ગ્રંથને “સંમતિતક”ની જેમ ખૂબ છૂટથી શા માટે ઉપગ નહીં કર્યો હોય તેનું સંશોધન કરવું જરૂરી છે, આજે તે ગ્રંથનું સંપાદન અમારા પરમ પૂજ્ય પરમગુરુદેવ આચાર્ય શ્રી. વિજયલધિસૂરીશ્વરજી મહારાજા કરી રહ્યા છે અને તેના બે ભાગ પ્રગટ થઈ ચૂક્યા છે તથા ત્રીજા ભાગનું સંપાદનકાર્ય ચાલુ છે. પૂજ્ય યશોવિજય ઉપાધ્યાયજી મહારાજાને શાસ્ત્રાવધ ઘણું જ ઊંડે હતો. સૂત્રના કેવળ શબ્દાર્થો પર એમને બે નિર્ભર ન હતે પણ એમને બેધ દંપર્યા હતે અને તેથી જ તેઓશ્રીએ ઠેકાણે ઠેકાણે જ્યાં જ્યાં સૂરાવધિની વાત કરી છે ત્યાં ત્યાં ચાર પ્રકારના અર્થની વાત કરી છે. એમણે એ ચાર પ્રકારના અર્થની વાત જેટલી વિશદ રીતે કરી છે તેટલી કોઈ પણ ગ્રંથકારે કરી હોય એવું જાણવામાં નથી.
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy