________________
વાચ ક ય શે વિ જ ય
વાણુ વાચક જસ તણું, કેઈ નયે ન અધૂરી છે.' (લેખક-પરમપૂજ્ય ૫. મહારાજ શ્રીમાન ભકવિજ્યજી ગણિ]
I
પદ્ય શ્રીપાળને રાસ વર્ષમાં બે વાર નિયમિત શ્રવણ કરનાર તથા વર્ષમાં બે વાર નિયમિત શ્રીસિદ્ધચક્રની ઓળીને વિધિયુક્ત તપ
કરનાર ભાગ્યવાનું શ્રદ્ધાળુ આત્માના કર્ણ કેટરમાં એવી રીતે ગુંજારવ
. કરી જાય છે કે તેની ઝણઝણાટી અને સ્મૃતિ વર્ષના ૩૬૦ દિવસ.
. માંથી એક પણ દિવસ ખસતી નથી. વાચક જસની વાણીમાં એવું શું
તારી છે? તેને ખુલાસો વાણી વડે કરો અશક્ય છે. તેને સાચા ખુલાસે તે તેની વાણીના સતત સમાગમમાં રહેનાર આત્માને અંતરાત્માવડે જ આપોઆપ થાય છે.
વાચક યશોવિજય સમર્થ તાર્કિક છે. અસાધારણ કવિ છે, પ્રખર પંડિત છે. તેથી તેમની વાણીને સમાગમ સામાન્ય માણસ કેવી રીતે. સાધી શકે? એ પ્રશ્નના ઉત્તરમાંજ ઉપાધ્યાય યાવિજયજી મહારાજનું અદ્વિતીય વ્યક્તિત્વ છુપાયેલું છે. શ્રી જેનશાસન અથવા શ્રીવીરશાસનરૂપી ગગનાંગણમાં અદ્વિતીય તેજસ્વી તારલાઓ આજ સુધી અનેકાનેક થયેલા છે, અને તેમને અદ્વિતીય જ્ઞાન પ્રકાશ આજ પર્યત અનેકાનેક ભવ્યાત્માઓનાં અજ્ઞાનતિમિરને ભેટી રહ્યો છે, એ વાત અતિસુપ્રસિદ્ધ છે. છતાં તેમાં પણ છેલ્લા બે અદ્વિતીય તેજસ્વી તારકે “શ્રીહરિભદ્ર” અને “શ્રીહેમચંદ્રને ઉપકાર કદી પણ ન ભૂલાય તેવો છે. તે બન્ને મહર્ષિઓનું જ્ઞાન તેજ ઝીલ્યા વિના જ કઈ જ્ઞાની બન્યા હોવાનો દાવે તેમના સમય પછી કરી શકે, એવો એક પણ પંડિત જૈનશાસનમાં શોધી શકાય તેમ નથી. વાચક ઉમાસ્વાતિને “તત્વાર્થાધિગમ કે સિદ્ધસેન દિવા કરસરિને “ન્યાયાવતાર? ભણ્યા વિના પંડિત થયાના દાખલા હજુ મળી શકે પરંતુ શ્રીહરિભદ્રસૂરિનું “શાસવા કે શ્રી હેમચંદ્રસૂરિનું “ગશાસ્ત્ર ભણ્યાવિના જૈનશાસનનું પાંડિત્ય પ્રાપ્ત થયાના દાખલા તેમની પછીના સમયમાં ભાગ્યે જ મળે. વિશાળ અને વ્યાપક ગ્રન્થરચનાઓના કારણે ભગવાન શ્રી હરિભદ્રસૂરિ કે કલિકાલસર્વજ્ઞ શ્રી * હેમચંદ્રસૂરિનું સ્થાન જેનશાસનમાં અદ્વિતીય છે. હરિભસૂરિજીની ગ્રંથરચનાઓ પ્રૌઢ : છતાં માતાની જેમ હૃદયદ્રાવક છે. હેમચંદ્રસૂરિજીની રચના સરળ છતાં મુમુક્ષુઓને