SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાયજી યશોવિજયજી મહારાજે નિજની તેજસ્વી પ્રતિભાના અસાધારણ સામર્થ્યથી સાહિત્યના પ્રત્યેક ક્ષેત્રમાં અત્યભૂત ચમત્કાર સર્જે છે. * પ્રાચીન તથા નવ્ય ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણુ, યોગ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, કથા, ભકિત તથા સિદ્ધાંત ઈત્યાદિ અનેકાનેક વિષયો પર સંસ્કૃત, પાત, તેમજ ગૂર્જરભાષામાં વિશાલ પ્રમાણમાં સાહિત્યકૃતિ. એનું સર્જન કરીને તેઓશ્રીએ જૈનશાસનના છેલલા લગભગ ૬૦૦ વર્ષમાં ખરેખર શકવત્તી ઈતિહાસ સર્જ્યો છે. તેઓશ્રીની સાહિત્યકૃતિઓમાં અગાધ પાંડિત્ય જેમ જણાઈ આવે છે. તેજ રીતે ન્હાનું બાળક હમજી શકે તેવી સરલ લેકભાગ્ય શૈલી પણ સ્પષ્ટ દેખી શકાય છે, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષદુ જેવા ગ્રંથરત્ન દ્વારા તેઓશ્રીએ હિંદુસમાજમાં બહુજ પ્રચલિત ગીતાનું તત્ત્વજ્ઞાન, અલૌકિક દૃષ્ટિયે સઘળાથે શાસ્ત્રગ્રંથનાં દોહનરૂપે ગૂંથીને મૂકહ્યું છે. એકજ “જ્ઞાનસારનું જે અધ્યયન, મનન, પરિશીલન આજે એકાગ્રચિત્તે કરવામાં આવે, આજનાં સભ્ય માનવસંસારને એ ગ્રંથની વસ્તુની ભેટ ધરવામાં આવે, તે વર્તમાનનાં વિષમ વાતાવરણમાં અનેકવિધ વિસંવાદિતા, સમસ્યાઓ કે મૂંઝવણને વાસ્તવદશી સચોટ ઉપાય આ “જ્ઞાનસારના પ્રબોધેલા તત્વજ્ઞાનમાં જગતને મલી શકે તેમ છે. જેનદર્શનના સ્યાદવાદવર્ગને, જેનસિદ્ધાંતની તત્વવ્યવસ્થાને, તેનાં સર્વ સુસંવાદી શાઅજ્ઞાનને તેઓશ્રીએ પિતાની નવ્ય ન્યાયની ભાષામાં જે રીતે સાહિત્યમાં ઉતાર્યું છે. તે ખરેખર અમૃત છે. તેઓશ્રીના એકે એક ન્યાયગ્રંથનું જ્યારે જ્યારે મનન, પરિશીલન કરવામાં આવે છે ત્યારે તેના સતત અભ્યાસી પ્રજ્ઞાશીલ બુદ્ધિમાન માનવને પણ ઘડિ–ઘડિમાં તેઓના ગ્રંથની એક એક પંકિતમાં નવુંજ તત્વ જાણવા મળે છે. શો અ૫, ભાવગંભીર એ તેઓશ્રીનાં ન્યાયગ્રંથની સ્વતંત્રશૈલી છે. આ શૈલી આ. શ્રી. હરિભદ્રસૂરીશ્વરના ગ્રંથના સતત પરિશીલનના ફલરૂપ તેઓશ્રીને સહજ બની હોય એમ કહી શકાય. ૫. ઉપાધ્યાયજી મહારાજશ્રી દાર્શનિક વિષયના પ્રકાંડ વિદ્વાન હતા. તત્કાલીન જે જે જૈન-જૈનતર દર્શનમાં પ્રખર વિદ્વાને વિદ્યમાન હતા, તે બધાથમાં તેઓશ્રીનું સ્થાન અદ્વિતીય લેખાતું હતું. તેઓશ્રીની પ્રત્યેક કૃતિ, તે તે વિષયની છેલામાં છેલ્લી ઉત્કૃષ્ટ કહીએ તેયે ચાલે તેવી છે. શાસ્ત્રવાત સમુચ્ચય-શ્રીહરિભદ્રસૂરિજીકૃતની સ્યાદવાદ કલ્પલતા' નામની, ઉપાદ્યાયજી મહારાજે રચેલી ટીકા, જેનદર્શનના પદાર્થોને નવ્ય ન્યાયની શૈલીયે પ્રતિપાદન કરનારી અદભુતતમ સાહિત્યકૃતિ છે. આ કૃતિમાં તેઓનું સ્વ–પર દર્શનશાસ્ત્રો વિષેનું અગાધ પાંડિત્ય પંક્તિ-પંક્તિમાં વ્યક્ત થાય છે. દર્શનશાસ્ત્રોના સમર્થ વિદ્વાન તેઓશ્રી, જ્યારે આચાર ઉપદેશ, ભક્તિ કે કોઈપણ વિષય પર સર્જન કરવા બેસે છે, ત્યારે તે તે વિષયના સર્વક્ષેત્રને-સર્વઅંગ–પ્રત્યંગને
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy