________________
૧૭૦
સજેગે અનુકૂળ થયા અને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની મહત્તા, તેઓશ્રીનું પવિત્ર જીવન, આધ્યાત્મિક ચિંતન, વિશદ પાંડિત્ય, તેજવી શક્તિઓ, તેમનું અગાધ અને સર્વરશીય પાહિત્ય અને તેમના સાહિત્યના વિપુલરત્નરાશિને માત્ર જૈને જ જાણે–સમજે એમ નહિ, બલકે બૃહત્ ગૂજરાત અને યાવત્ ભારત એળખતું થાય, એ ભાવનાને મૂર્તરૂપ આપવાને સચોગ ઊભો થયો. મારી એ ભાવનાને પરમકૃપાળુ ગુરુદેવ તરફથી આશીર્વાદ અને મિત્ર મુનિઓ અને વિદ્વાન તરફથી પ્રેત્સાહન મળ્યું અને પૂજ્ય ઉપાધ્યાયજીને જ્ઞાનચારિત્રોત્સવ ઉજવવાને મંગલ નિર્ણય લીધે. તે માટે એક સમિતિ નીમવામાં આવી. વિચારણને અંતે પ્રસ્તુત ઉત્સવને “શ્રીયશોવિજય સારસ્વત સત્ર’ એવું નામ આપવામાં આવ્યું. અને પ્રસ્તુત સમિતિએ નિબંધની માગણી સાથે એ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાની વિનંતિ કરતું એક પરિપત્ર પણ પ્રગટ કર્યું અને તે ભારત અને ભાત બહારના યોગ્ય વિદ્વાનેને એકલવામાં આવ્યું હતું. અલબત સમય ઘણું જ ટૂંકે હતા અને તેથી જ અમને પિતાને જ અમારે માગ કંઈક મુશ્કેલીવાળો દેખાતે જ હતો. છતાં જે અને જેવી રીતે બની શકે તે અને તેવી રીતે પણ, ઉજવણી તે કરવી જ એ નિર્ણય દ્રઢ કર્યો. કારણ કે કાલની કેને ખબર છે?
અનેક વિદ્વાનોએ અને જનતાએ અમારી ચેજના અને તેના કાર્યને હાર્દિક અભિનંદન પાઠવ્યા. આ રીતે અંકુશમાંથી પત્ર-પુપિ ખીલ્યાં. * ત્યારબાદ તેઓશ્રીએ સંસ્કાર અને સંસ્કૃતિની જરૂરિયાત, તે માટે આજની સામાજિક ને રાજકીય પરિસ્થિતિ વર્ણવીને સંપત્તિથી નહીં પણ સંસ્કાર અને સંસ્કૃતિથી ભીખારી ન બનવા જોરદાર શબ્દમાં અપીલ કરી હતી. આગળ બેલતાં કહ્યું કે
આજે આપણે ત્યાં બે પ્રસંગે ઉજવાઈ રહ્યા છે. એક છે તેઓશ્રીના વદનીય સ્થલ સ્મારકનો અને બીજે છે શ્રીમદ્દ યશોવિજય સારસ્વત સત્રને એટલે કે તેમનાં જ્ઞાન અને ચારિત્રાત્સવને.
તેમના સ્થલ સ્મારકની પ્રતિષ્ઠા તે સવારમાં કરી અને આનંદમંગળ વર્તા, પણ તેટલું જ કરીને સંતોષ માનવાથી આપણું કર્તવ્ય કઈ પૂરૂં થતું નથી. તેમની સાચી પ્રતિષ્ઠા તે ત્યારે જ કરી લેખાય કે જ્યારે તેઓશ્રીના અધૂરા કાર્યને પૂરું કરીએ, તેઓશ્રીના આદેશ અને ઉપદેશની પ્રતિષ્ઠા આપણા હદયમંદિરમાં કરીએ અને તેઓશ્રીના પ્રબોધેલા ભાગને અનુસરીએ, તે જ તેમના તથા તેમના અમૂલ્ય વારસાના વારસદારે બનવાને પાત્ર કરીએ: તેઓશ્રીનું સાચું જીવતું જાગતું જંગમ સ્મારક પણ એ જ છે. સ્થલ સ્મારકનું કદાચ પતન થાય પણ જનતાના હૃદયમાં થયેલા સ્મારકનું કદી પણ પતન થતું નથી, એ વાત પૂબ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. જે આપણે સાચા વારસદારે બનીને તેઓશ્રીનું સાચું સ્મારક કરવા માગતા હોઈએ તે તેમને જગતના કલ્યાણ માટે નિઃસ્વાર્થ ભાવે મહાપરિશ્રમે સક્તિ કરેલી જ્ઞાનસમૃદ્ધિ જે ખેવાયેલી; દટાએલી અને વેરવીખેર થયેલી છે તેને તન, મન અને ધનના જોરદાર પ્રયાસ દ્વારા શોધી કાઢીએ. ઉપલબ્ધ મુદ્રિત અને અમુદ્રિત ગ્રન્થસંપત્તિને