SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ - પૂ. આચાર્ય શ્રીવિજ્યધર્મસૂરિજી મહારાજનું પ્રવચન [ બીજા દિવસની સવારની સત્રની બેઠક પૂર્ણ થતાં, સત્રના મત્રીની ખાસ વિનંતિથી, સત્રસજ મુનિશ્રીના ગુણ પ્રખરવતા વિદ્વાન આચાર્ય શ્રીમદ્ વિજયધર્મસુરીશ્વરજી મહારાજે આપેલા ટૂંકા પ્રવચનનો સાર ભાગ 3 * મંગલાચરણ કર્યા બાદ તેઓશ્રીએ જણાવ્યું કે મહર્ષિઓનાં જીવન સુગંધથી મઘમઘતા અને અતિમનહર બગીચા જેવાં હોય છે. અનેક આત્માઓને તે સુગધી બગીચે સુંદર સુવાસ આપે છે એટલું જ નહીં પરંતુ એ બગીચાની સુગંધમાં એટલી શક્તિ હોય છે કે કેઈપણ પ્રકારની દુર્ગધ તેને અસર નથી કરતી, પણ પિતાની તીવ્ર સુવાસથી દુધની બદબાનું નિવારણ કરવામાં તેને વિશ્વની પ્રાપ્તિ થાય છે. - પૂ. મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજનું જીવન પણ સુગંધથી મઘમઘતા બગીચા જેવું છે. અનંતકાળથી કામ, ક્રોધ, માન, માયા, મમતા વગેરે બદબો–દુગધથી આપણા સંસારી આત્માઓનાં હૈયાઓ ઉકરડા જેવાં બની ગયાં છે. એ બદબેનું નિવારણ કરી એ જ હૈયામાં સદ્દગુણની સુવાસ ઉત્પન્ન કરવા માટે તીર્થકર ભગવતેએ ધર્મતીર્થરૂપી સુગંધી બગીચાની સ્થાપના કરી છે. જૈન શાસનમાં છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન મહા વીર થયા. વિશ્વના ઉદ્ધાર માટે એ મહાપુરુષે ધર્મતીર્થરૂપી બગીચા સ્થાપે, જેને આજે લગભગ અઢી હજાર વર્ષ પસાર થવા છતાં યે તે બગીચે, આજે પણ અમુક પ્રમાણમાં. સુવાસિત છે. તેમાં કારણ છે કેઈપણ હેાય તે પૂ. શ્રીમદ્દ યશોવિજ્યજી મહારાજ અને. તે પહેલાના કાળમાં થયેલા તેમના જેવા કૃત અને સમસ્થવિર મહાપુરુષ જ છે. . જેમ કઈ શ્રીમંતની શરાફી પેઢી સાત સાત પેઢીઓથી એક જ નામવાળી અને સારામાં સારી શાહકારી સાથે ચાલી આવતી હોય તે તેમાં, એ પેઢીની સ્થાપના કરનાર વ્યક્તિનો વારસદારની. વફાદારી કુશળતા અને ભાગ્યબળ મુખ્ય હોય છે. તે જ પ્રમાણે પ્રભુશાસનની પેઢી, અઢી અઢી હજાર વરસે પસાર થવા છતાં આજે પણું વિદ્યમાન અને વિજ્યવતી છે, તેમાં કારણ એ પેઢીના સુવિહિત આચાર્યભગવતે વગેરેની વફાદારી, અને તેઓની સમ્યકકૃત અને સંયમની અનુપમ આરાધના જ છે. એ મહાપુરુષની બાલ્યવયમાં દીક્ષા, દીક્ષા બાદ અખંડ શુરુકુળવાસ, ગુરુકુળવાસમાં જૈન દર્શનને સુંદરતમ અભ્યાસ, કાશી અને આશા જેવા સ્થાનમાં જઈને ન્યાય, બૌદ્ધ વગેરે છએ દશનના અભ્યાસ માટે અવિરત પરિશ્રમ, ધનજી સુરા નામના શ્રાવકે તેઓશ્રીના
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy