________________
શાસનપ્રભાવક ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ અને જ્ઞાનસાર-કીર્તન [લેખકઃ-પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ]
ગતમાં એ જ યોગીપુરુ વંદનીય હોય છે કે જેઓએ અહિક, પાર. of the લૌકિક-કાર્યોથી તટસ્થ (પર) રહી આત્મકલ્યાણ વાસ્તે આત્મપરિકૃતિને આ જ ફિ નિર્મલ બનાવી છે, ઊભલેકથી પર–શ્રેયમાર્ગ અપનાવ્યું છે. એમના | A ]] ગુણનું કિંચિત્ સ્મરણ કરવું એ પણ મહાસૌભાગ્યનું ચિન્હ છે. ધન્ય
= " છે તેઓને કે જેઓ સદાય તત્વષ્ટિ એવા એ પુણ્યપુરુષની સાક્ષાત છાયામાં આવ્યા હશે. જેનું આમસ્મરણ બાહ્યા–અત્યંતર, કેવલ અધ્યાત્મમાં જ અવિચળ છે, એમનાં ચરિત્રની ભાવનાની (અંશ) ગણનામાં આપણે પામર મનુષ્ય આવીએ તે એ સદ્ભાગ્ય છે. એ મહાયોગિ પુરુષના જે ઉદગાર એ જ આગમ છે. કેમકે જેમને આત્મા અધ્યાત્મસ્વરૂપ ઓતપ્રેત છે. તેની જે કંઈ વચનાવલી નીકળે તે સ્વપકલ્યાણકારક જ હોય છે. એમનું જે આચરણ એ જ ચરણનુગ, તથા જે શબ્દ વડે ગુંથી (સાંકળી) એમની પ્રવૃત્તિને લખાય છે એ ચરણનાગ એમને વિહાર એને જ તીથ શબ્દ તરીકે વ્યવહાર હોઈ શકે છે. જેમ,–“બીજું તીરથ સેવના સખી તીરથ તારે જેહરે, તેહ ગીતારથ મુનિવર સખી તેહ શું કીજે નેહરે.”—તથા સંસારના કારણરૂપ મોડપર જેણે વિજય પ્રાપ્ત કર્યો એ જ પરમાત્મપદના અધિકારી છે. એ શાસ્ત્ર ઉક્તિ, તાવિક દૃષ્ટિએ ખુદ શ્રી ઉપાધ્યાય મહારાજના આશયથી તે એ છે કે “પરમાત્માની કેવળ ઉપાસના અને જપ (ધ્યાન)થી પરમાત્મપદ નથી મળતું, પણ પરમાત્મા–પ્રતિપાદિત (કહેલો માર્ગ ઉપર ચાલવાથી પરમાત્મા થઈ શકાય છે. આવા અનેક ગુણપ્રભાન્વિત પૂજ્ય ઉપાધ્યાયજીનાં ગુણ ગાન કે પ્રશંસા માટે આ લેખિનિમાં એ શક્તિ નથી કે એ પૂજ્યશ્રીનાં ચરિત્રને અંશ પણ લખી શકે? તો પણ એમના ઉપર અંતરંગ જે ઉપાસના-ભાવ અને સદ્ગુરૂના ચરણકમળ રજને પ્રભાવથી મને શ્રદ્ધા છે કે એમના ચરણરજન સેવક એની કૃપાથી જરૂર કૃતકૃત્ય બની શકે છે. પરમ પૂજ્ય શ્રીમાન ઉપાધ્યાયજી મહારાજનું અગાધ પાંડિત્ય, એ જ્ઞાનના મહાસાગર, તેમના વિશુદ્ધ ચારિત્રાદિ ગુણો આજે આપણી સામે તેમને સ્કૂલ દેહ ન છતાં એનું પ્રત્યક્ષ ચિંતામણિ રત્નતુય વાદ્ભય, અનેક વિષયોથી ભરપૂર અનેક શાસ્ત્ર કહી બતાવે છે. એ પ્રભાની છાયાને મને આંશિક સ્પર્શ ન છતાં એમના વિશે કંઈ કહેવું એ કેમ બને? ફકત મારા લાભ ખાતર એ ગુરુષદના આરાધના માટે કંઈક આ પ્રયાસ છે. એઓશ્રીના અધ્યાત્મવિષયક ગ્રંથો પૈકી જ્ઞાનસાર મુખ્ય છે. એમના અનેક ગ્રંશે પિકી પૂજય ઉપાધ્યાયજી મહારાજને શ્રીજ્ઞાનસાર ગ્રંથ એ ખરેખર જ્ઞાનસાર જ છે. વસ્તુત: અનુભવને જ ખજાને ભર્યો છે. તેમાં બત્રીસ અક-પ્રકરણું છે જેમાં એક એક પ્રકરણ રહસ્ય પૂર્ણ વિષયનાં છે.