________________
વિજય મોહનસુરીશ્વરજીનું ગુરુમંદિર વગેરેથી એક પરમ શાંતિના ધામ સમું આધ્યાત્મિક
સ્થાન બની ગયું છે. બહારના યાત્રાથી ત્યાંની પવિત્ર અને આધ્યાત્મિક હવાને કઈ જુદો જ અનુભવ લઈને જાય છે.
આ સ્થળના પુનરિદ્વારમાં સ્વ. પારેખ શેઠ જીવણુલાલ ચુનિલાલ તથા પટેલ શ્રી ચંદુલાલ હીંમતલાલ અને તેમના સાથીદારને ફાળે મહત્વનું છે. ઉપદેશદ્વારા આર્થિક સહાય કરાવનારા જુદા જુદા પૂ. મુનિરાજે ને સાવીજી મહારાજાએ પણ યાદ આવ્યા વિના રહેતા નથી. હજુ અમારું કાર્ય અધુરું છે. પૂ, ઉપાધ્યાયજી સમસ્ત જૈન સંઘના હતા, તે ચતુવિધ જૈન સંઘે જે સહકાર આપે છે તે. બટકે તેથી વધુ સહકાર આપશે તેવી હું વિનંતિ કરું છું.
૫, ઉપાધ્યાયજી આપણે માટે મહાન છે. તેઓ નજીકના જ મહાન ઉપકારી છે. ભગવાન ઉમાસ્વાતિવાચકની ચાર નાના બાના”ની ઉક્તિ પ્રમાણે પૂ. ઉપાધ્યાયજીની મોક્ષપ્રાપ્તિના કારણભૂત કેવી મહાન શ્રદ્ધા, કેવું અગાધ અને અખૂટ જ્ઞાન, અને કેવી અનુપમ ચારિત્રશીલતા હતી, એ અહીં પધારેલા વિદ્વાનોના પ્રવચનોથી સાંભળશે જ, હું તે તેને મારા શત શત વંદન કરીને શાસન દેવેને પ્રાર્થના કરું છું કે આવા અનેક ઉપાધ્યાયજીએ સમાજમાંથી પાકે અને જૈનશાસન અને જગતને પ્રભાવિત બનાવે.
આ સત્રને હેતુ એક જ છે કે પૂ. ઉપાધ્યાયજી જેવી મહાન વ્યક્તિને બહ૬ ગુજરાત અને ભારત ઓળખતું થાય, આટલી ભૂમિકા આ સત્ર ઊભી કરવા માગે છે. જેથી તેમાંથી ભાવિ કઈ સક્રિય પરિણામે જન્મ પામે.
અમારે આંગણે પધારેલા સજ્જનોની સેવા – ભક્તિ માટે સ્વાગત સમિતિએ ઉચિત તમામ પ્રબંધ કર્યો છે, છતાં મનુષ્ય સર્વશક્તિમાન તે નથી જ એમ સમજીને અમારી ઉણપ લાગે તે ઉદારભાવે ક્ષમ્ય ગણશે તેવી નમ્ર વિનંતિ કરું છું.
આપ સૌ વિદ્યાને જે મહાપુરુષના નામ સાથે જોડાએલા આ સવમાં ભાગ લઈ રહ્યા છે, તે મારી આપ સહુને વિનતિ છે કે તેમના અધૂરા રહેલા કાર્યને વેગ મળે, તેમની જ્ઞાન, વિદત્તા અને મહાનતાને આમ જનતાને લાભ મળે, એવી કેઈજના ઘડી કાલે તે આ સત્રની ઉજવણી સાર્થક થશે. ફરી એક વાર આપ સૌનું અંતઃકરણપૂર્વક સ્વાગત કરી વિરમું છું.
શિપ જાન 1 નિઃ 3. શ્રીમાળવામાં વિ સં. ૨૦૦૯, ૫ ૬ ૭-૮, શનિ-વ ન બાલચંદ જેઠાલાલ શાહ of, -૮, ૧૯૫૮
પ્રમુખ સ્વાગત સમિતિ, ભાઈ. વીર સં. ૨૪