________________
૬૯ કરતા હતા. તેની ઉંમર આશરે ૧૬ વર્ષની થઈ ત્યારે તેના લગ્નની વ્યવસ્થા તેના કુટુમ્બીજાએ કરી હતી. પરંતુ તે પિતાના લગ્નને અંગે પણ હિંસા થવાની છે તે જાણીને શ્વસુઘેરથી પાછા ફર્યા હતા અને પછી એક વર્ષ. ત્રણે પાળીને ચગ્યતા મેળવી તેણે યતિધર્મ સ્વીકાર્યો હતે. તે ધર્મમાં હિંસા સર્વથા વજર્ય હતી. તેવી જ દીક્ષા તેણે પાછળથી ઘણા ક્ષત્રી તથા વૈને આપીને નિવૃત્તિ માગની પ્રણાલિકાને આગળ ચલાવી હતી એમ ઉત્તરાધ્યયન સર, હરિવંશચરિત્ર ત્રિષણી શલાકા પુરુષચરિત્ર વગેરે જૈન ગ્રન્થ ઉપરથી જણાય છે.
શ્રાદ્ધ ધર્મ પણ બુદ્ધના નિવણ પછી આશરે ૧૦૦ વર્ષ લગી આર્યધર્મમાંના નિવૃત્તિ માર્ગના એકપંથ તરીકે રહ્યો હતો. તેમાં પણ અહિંસાધર્મ ઉપર ખાસ ભાર મૂકવામાં આવતું હતું એમ ત્રિપિટક જાતક કથાઓ વગેરે ઉપરથી જણાય છે. પરંતુ તેમાં પ્રાણીમાત્ર ઉપર દયા રાખી તેનાં દુઃખનું નિવારણ કરવા માટે બનતા ઈલાજ કરવા ઉપર વિશેષ ભાર મુકેલ છે અને જૈન ધર્મમાં કેઈ પણ જીવ, પછી ભલે તે ગમે તેટલે સૂક્ષમ અને નિરિક્રિય હાય, જે કે માંકડ અથવા મચ્છર, તેને પણ જાનથી ન મારવા ઉપર વિશેષ ભાર મુકેલ છે. આથી બને ધર્મના યતિઓના ધર્મો વચ્ચે નેધવા લાયક અંતર અસલથી જ છે અને તે એક કે બુદ્ધ ભગવાનના જીવનકાળથી જ મૈ ચતિઓને અમુક મર્યાદા સહિત માંસાહાર કરવાની છૂટ હતી અને તે મર્યાદા એવી હતી કે કઈ બૌદ્ધ તિ કઈ ગૃહસ્થીને ત્યાં ભિક્ષા માટે જાય તે તેણે તેને આગળથી ખબર ન આપવી કે હું તે માટે તમારે ત્યાં આવવાનું છે, તેનું કારણ એ કે બુલભગવાને પોતાના કાળની સમાજીક સ્થિતિને વિચાર કરીને એને તેડ કાઢી આ હતો કે જે કઈ પતિને માટે શિક્ષા તૈયાર કરવા માટે જ કોઈ પ્રાણુની હિંસા થઈ ન હોય તે માંસમિશ્રિત અન્ન તેને ત્યાંથી લઈને ખાવામાં દોષ નથી. એથી ઊલટું જૈન સાધુઓ માટે એટલે કડક નિયમ છે કે કાંદા, લસણ, ગાજર, બટાટા વગેરેને જે રસોઈમાં વપરાશ થયેલ હોય તેવી રસાઈમાંથી આપેલી ભિક્ષા લઈને તે આગવી નહીં. તેટલે જ કડક નિયમ બ્રાહ્મણ ક્ષત્રિયમાંથી યુતિ થયેલા પણ પાળે છે. અને ગૃહસ્થીઓ પૈકી વૈણ પાળે છે. ૫. સમ્રા અશોકે તેને કરાવેલ પ્રચાર * એ ઐતિહાસિક ઘટના જાણીતી છે કે સમ્રાટ અશોકના સૈન્ય કલિંગ દેશ જીત્યા પછી ત્યાંની વસતી પ્રજાના લગભગ એક લાખ માણુઓની કતલ કરી નાખી હતી. એ વાત તેના જાણવામાં આવી ત્યારે તેને ઘણું દુઃખ થયું હતું અને છેવટે તેણે નિશ્ચય કીધું હતું કે કઈ પણ પ્રદેશ જીતી લેવા માટે હવે પછી સૈન્ય મોકલવું નહીં. તેમ જ તેણે ધર્માનુસાર રાજય કરવાને પણ નિશ્ચય કદીધા હતા અને પિતાના અમલદારને તે માટે સખત તાકીદ આપી હતી એટલું જ નહીં પરંતુ બૌદ્ધધર્મના ભૂતદયા વગેરેના સિદ્ધાન્ત સામાન્ય જનતાને જાણીતા થાય તે માટે પિતાના સામ્રાજ્યની સીમાઓને દરેક છેડે સ્તો ઊભા કરાવી તે ઉપર અને ઠેકાણે ઠેકાણે ગિરિ ઉપર તે સિલાને સમયમાં પ્રચલિત પાલીભાષામાં