________________
..
અહિંસાધર્મ અને તેને સંસ્કૃતિનાવિકાસક્રમમાં ઉપચાગ
લેખક શ્રીયુત પ્રહલાદ ચન્દ્રશેખર દિવાન એમ. એ. એલ. એલ. એમ, મુંબઈ] - ૧. અહિંસા ધર્મ એટલે શું?
૨. તે ધમની શોધ કે દીધી હતી?
૩. આર્યસંસ્કૃતિમાં તેનું સ્થાન * ૪. હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મોમાં તેનું સ્થાન. . ૫. સમ્રાટ અશોકે તેને કરાવેલો પ્રચાર.
૬. મહારાજા કુમારપાળના રાજશાસનમાં તેને થયેલ અમલ. 1. ૭. પરરાષ્ટ્રશાસનમાંથી મુક્તિ મેળવવામાં મહાત્મા ગાંધીએ તેને કરેલો ઉપગ
અને તેની માનવસંસ્કૃતિ ઉપર થયેલી અસર. . ૮. આધુનિક સંસ્કૃતિમાં તેનું સ્થાન, ૧. અહિંસા ધર્મ એટલે શું? . . અહિંસા' શબ્દ અભાવવાચક છે. એવા શબ્દોને પ્રયોગ કરવાની ક્યારે જરૂર પડે છે કે જ્યારે તેથી ઊલટે ભાવ સિદ્ધ અગર નિશ્ચયાત્મક હોય એ શબ્દ જ તેથી સૂચવે છે કે, જ્યારે પણ એને પ્રથમ પ્રાગ થયે હશે ત્યારે પહેલાંના કાળમાં ‘હિંસા એટલે ઈજા કરવી અગર મારવું અગર મારી નાખવું એ પ્રસિદ્ધ અગર નિશ્ચિત અર્થવાળા શબ્દ સંસ્કૃત ભાષામાં પ્રચલિત હવે જોઈએ અને તેથી જ તે ભાષાથી પરિચિત સામાન્ય જનતા પણ તેને અર્થ વિના પ્રયત્ન સમજતી હેવી જોઈએ. તેથી ઊલટે ભાવ સાંભળનારના હૃદયમાં ઉત્પન્ન કરી શકાય તે માટે બીજે કંઈ સહેલાઈથી સમજી શકાય એવો ભાવાત્મક . શબ્દ બનાવી શકાય નહીં હોય તેથી ‘હિંસા' શબ્દ ને જાણતા અર્થવાળ હતો તેને કેઈએ નય તપુરુષ સમાસ બનાવી તેને પ્રયોગ કરીને ધારેલો અભાવાત્મક અર્થ સંમજાવવા માંડ્યો હશે. તે સમજાવવાની શી જરૂર પડી હશે તે વિચાર કરવા જેવું છે. વળી ધમ” શબ્દ અનેક અર્થોમાં વપરાય છે, તેમને જે એક અહીં બંધ બેસતો છે તે આચરણ માટે એક અનુલ્લંધનીય નિયમ છે. તેથી જ અહિંસાધમએ સમાસને અર્થ એ થાય છે કે “હિંસા કરવી નહીં એ આચરણ માટે અનુલ્લંઘનીય નિયમ.