________________
૫૮
ગુલામીની પ્રથા તે સમયે પ્રચલિત હતી અને ગુલામની દયાજનક સ્થિતિનું ખ્યાન એક જ શ્વક સરસ રીતે કરે છે - :
“સુતા રાજે, રિવચ્છતા જવા
ત્તિમા વાયરે ગુમાને ફુગાદિ (૫૮૨) મૂત્રાદિ ક્રિયાઓ પથ્થર ઉપર કરવાની રીતિને ઉલ્લેખ પણ એક જગાએ મળે છે (૩૨૯). કપડાંને પથ્થર ઉપર ઝીકીને ધવાની પ્રથા તરફ પણ એક શ્વક સ્થાન દારે છે (૫૬૪).
રાજસભાઓ ભરાતી તેમાં મળેલા લોકોની નજર રાજા ઉપર જ કેન્દ્રિત થતી (૨૮૫-૬). નાટ્યશાસ્ત્રમાંના વર્ણન સાથે આ કથન સુસંગત છે એમ એક વિદ્વાન મિત્રે જણાવ્યું છે.
આ સગમાં ઘણું પશુ-પક્ષીઓનાં નામ આવે છેતેમાંના કેટલાક નીચે પ્રમાણે છે – ' 'જળચરને ખાઈ જનાર બક (૧૭૧), તિત્તિરિશુક, કપાત અને ચટક ચકલીને ખાઈ જનારા યેન, ચિાન અને ગુપ્ર (૫૭૬); ઉપરાંત બલાકા (૨૭૧), હંસ (૨૮૧) વગેરેનો ઉલ્લેખ છે. ઉન્ડર (૩૦૧), ખિલાડી(૩૧૩–૪) કૂતરા (૩૧૨), શિયાળ (૩૮૬), મીન (૩૮૬), તથા વ્યાલ-શાલ–નાદિ ચેનિઓ વિષે પણ જાણવા મળે છે (૩૧૪). એક સ્થળે ઊધઈ (૩ દિવા) વસ્તુને સાવ ફેલી ખાય છે તેવું કથન મળે છે (૫૩૫). લાવક અગર લાવરીની વિશિષ્ટતા આ પ્રમાણે રજૂ કરી છે –
“થથા માતાપ્તિના ચરિ જીવન” (૩૮૯) સામાન્ય હાથી ઉપરાંત ગજગજ (૮૪૮)ને ઉલ્લેખ પણ છે, જેની ગાન્ધમાત્રથી સામાન્ય હાથીઓ નાસી જાય છે. હાથીને પાકલ” નામને તાવ આવે ત્યારે તેને કયાંય ચેન પડતું નથી (૬૧૩). જેની દષ્ટિ પડતાં જ વિષની કાતિલ અસર થાય તે વિષ સર્ષ (૬૯) દેવતાઓના ઉદ્દઘાતથી નિવિષ બની જત (૭૦૨). બીજા કેટલાંક પ્રાણીઓ વિષે આપણે આગળ જોઈ ગયા છીએ.
હવે શિલ્પાદિ કળાઓને વિચાર કરીએ. ઠેર ઠેર ગામ બહાર ધર્મશાળાઓ હતી (૫૫૭). ગામની અંદર તેમ જ બહાર ઉદ્યાને હતાં (૩૪૩,૭૬૧). ઉધાનમાં પાણીની નીકે રાખવામાં આવતી (૭૬૧), જેથી સહેલાઈથી સર્વત્ર પાણી પાઈ શકાય. વળી આજની નહેરજનાઓ એ કઈ નવી વાત નથી. મોટા મોટા સરેરેમાંથી નાની નહેર મારફત આજુબાજુની જમીનને તે સમયે પણ પાણી પાવામાં આવતું (૪૩, ર૯૨). બાંધેલા રસ્તાઓ પણ ઘણુ હતા (૩૪૩). વાવ, કૂવા વગેરે ઉપરાંત પર પણ ઠેર ઠેર હતી
ત્યાં થાકેલા ને તાપથી આત થયેલા યાત્રિકો શાતિ મેળવી શકતા (૮૨). મન્દિરની દીવાલ ઉપર ગોળ ફરતી સરસ કોતરણી કરવામાં આવતી, જે શિલ્પને એક સુંદર નમૂનો ગણાય (૩૪૩).