________________
આ સુસવેલી? કાવ્યના રચયિતા શ્રીકાનિતવિજયજી કહે છે કે જ્ઞાનીપુરના ગુણનું કથન કરતાં મારી જિહા નિર્મલ થઈ અને આ સુજલી કાવ્યને સાંભળતાં સઘળા ગુની પુષ્ટિ થાય છે. (૧)
[ઢાળ બીજી] ગુરુજીનું વચન સાંભળીને ગુણી શ્રાવક શાહ ધનજી સુરાએ મનના ઉત્સાહપૂર્વક કહ્યું કે, “રૂપા નાણાંની બે હજાર દીનારને હું ખર્ચ આપીશ અને પંડિતને તથાવિધિચથગ્ય રીતે વારંવાર સરકાર પણ કરીશ. (૧)
માટે મારી એવી ઈચ્છા છે કે તે તરફ જઈને તમે ભણાવે.” આ સાંભળી સૂર્ય જેવા તેજવી ગુરુએ કાશી તરફ વિહાર કર્યો, અને તે શ્રાવકે હુંડી કરી (લખી). તેથી ગુરુરાજે તે શ્રાવકનો ભક્તિગુણ કળી લીધા, અને પાછળથી સહાય અર્થે નાણું મળી શકે માટે) તે કહુંડીને કાશી મોકલી આપી. (૨) * કાશી દેશની સવારાણસી નગરી છે, જે ક્ષેત્રના ગુણમહિમાને લક્ષ્યમાં લઈને જ્યાં ૩૮સરસવતીદેવીએ પિતાને વાસ કર્યો છે. ત્યાં તાકિદ-કુલમાં સૂર્ય સરખા વદર્શનના અખંડ રહસ્યને જાણનાર એક ભટ્ટાચાર્ય હતા કે જેની પાસે સાતસો શિષ્ય મીમાંસા આદિ દશનેને અભ્યાસ વિદ્યાના રસપૂર્વક કરતા હતા. તેમની જ પાસે શ્રીયશોવિજયજી પિતે ઘણાં પ્રકરણ ભણવા લાગ્યા. ૩ન્યાય, મીમાંસાવાદ, સુગત (બોદ્ધ), જૈમિનિ, ૩૪. સુજલીના કર્તા શ્રીકાંતિવિજયજી એ ક્યા છે? તે બાબતમાં તે ચીમનલાલ દ દેસાઈ તેમને
ચીકીર્તિવિજયજી ઉપાધ્યાયના શિષ્ય તરીકે ને ઉપાધ્યાય શીવિનયવિજયજીના ગુબ્રાતા તરીકે લેવાની સંભવના કરે છે. પરંતુ એ સમયમાં એક બીજા ધાંતિવિજયજી પણ થયા છે. બેમાંથી ક્યા લેવા
તેનો ચોક્કસ નિર્ણય હજી કરી શકાયો નથી. ૩. એક દીનારના અઢી રૂપિયા થતા હતા.. આ નાણું પૂર્વ દેશનું હતું. એમ બતકલ્પસમાં જણાવ્યું છે.
. “દીના ' સુવર્ણ અને રજત-એમ બે પ્રકારનાં હતાં. સુવર્ણની કિંમત રજત કરતાં વધુ હતી. ૩૬. જાના વખતમાં હુંડી લખવામાં આવતી, અત્યારે પણ હુંડીને રિવાજ છે. અત્યારના સુધારેલા યુગમાં
તેનું સ્થાન બેંકના ચેક એ લીધું છે. ૩૭. વરણા (વારણા) અને અસી એ બન્ને નદીના સંગમ પર વસેલી નગરી હેવાથી “વારાસી'
(પ્રાકૃત નામ વાણુરસી) છે ને તે ઉપરથી અત્યારે લોકમાં “બનારસ' નામ પ્રચલિત થયું છે. ૩૮. કહેવાય છે કે સરસ્વતીનું પ્રથમ નિવાસ સ્થાન “કાશ્મીર' હતુ ને ત્યાર પછી કાશી થયું ને તે
અત્યારે પણ ચાલુ જ છે. ૩૯. ન્યાયમાં પ્રથમ પ્રાચીન ન્યાયનું જ અસ્તિત્વ હતું, પરંતુ બિકમની દશમી સદી પછી ભારતમાં નવ્યા
ન્યાયની નવ્ય દિશા ખૂલી, તેનું અધ્યયન અદ્યાપિ પર્વત ચાલુ રહ્યું છે. પ્રાચીન ન્યાય અને નબન્યાય બન્ને વચ્ચેનો ભેદ-પદ્ધતિ-શૈલી અને તેનું સ્વરૂપ સમજવા જેવું છે. બુદ્ધિમાનેએ “ગોદરેજની ચાવી' [માસ્ટર કી] જેવા સર્વદર્શનના આશાને ખેલી આપનાર નવ્ય ન્યાયનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ.