________________
નામના ટીકા થા પરથી થઈ લાગે છે. તેમના મંગલવાદ” અને “વિધિવાદ' નામના હાલ અનુપલબ્ધ ગ્રંથના નામમાં “વાદ” શબ્દ વાપરવાની સ્કરણ તેમના સમકાલીન નવ્યન્યાયના વિદ્વાન ગદાધરે રચેલ વ્યુત્પત્તિવાદ, “શક્તિવાદ' આદિ ન્યાયગ્રંથ પરથી થઈ લાગે છે. યશવિજયજી નવ્યચાય પીને પચાવી ગયા હતા અને તેથી જ નવીન તો તેમણે જૈન દર્શનમાં આયાં, તેમ જ નવ્ય ન્યાયનાં તનું પણ જૈન દષ્ટિએ ખંડન કર્યું? આ જ યશોવિજયજીની વિશિષ્ટતા છે કે સં. ૧૨૫૦થી માંડી તેમના સમય સુધી જે અન્ય જૈનાચાર્યું ન કરી શક્યા તે તેમણે કર્યું. તેમની શૈલી જગદીશ ભટ્ટાચાર્યના જેવી શબ્દબાહય વગરની ગંભીર ચર્ચા કરનારી છે. મથુરાનાથને એમણે ઘણે સ્થળે ઉપગ અને નામોલ્લેખ પણ કર્યો છે. હેમચંદ્રાચાર્યે જેમ પિતાના સમકાલીન મલયગિરિ અને વાદીદેવસૂરિને ઉલ્લેખ નથી કર્યો, તેમ યશોવિજયજીએ પોતાના સમકાલીન જગદીશને નથી કર્યો પરંતુ જગદીશના. ગ્રંથથી તેઓ જાણીતા હતા એમ અનુમાન થાય છે.” . : ૯૩૩. જેનોના વેગ સાહિત્ય સંબંધમાં હરિભદ્રસૂરિના ચગવિષયક ગ્રંથ અને ત્યાર બાદ હેમચંદ્રાચાર્યનું “યોગશાસ્ત્ર' આપણે જોઈ ગયા. પછી આ ઉપાધ્યાય થશેવિજયકૃત ગર્ગો પર નજર કરે છે. તે ઉપાધ્યાયના શાસ્ત્રજ્ઞાન, તકોશલ અને ચુંગાનુભવ ઘણાં ગંભીર હતાં. તેથી તેમણે “અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષદ' તથા “સટીક બત્રીશીઓ એગ સંબંધી વિષચ પર લખેલ છે. તેમાં જૈન મંતવ્યની સૂકમ અને રેચક મીમાંસા કરવા ઉપરાંત અન્ય દશન અને જૈનદર્શનની સરખામણી પણ કરી છે. દા. ત. અધ્યાત્મસાર ના ગાધિકાર અને ધ્યાનાધિકારમાં પ્રધાનપણે “ભગવદ્ગીતા' તથા પાતજલ સૂત્રને ઉપયોગ કરી અને જૈનપ્રક્રિયાપ્રસિદ્ધ ધ્યાનવિષને ઉક્ત બંને ગ્રંથની સાથે સમન્વય કર્યો છે. અધ્યાત્મપનિષદુ’ના શાસ્ત્ર, જ્ઞાન, ક્રિયા અને સામ્ય એ ચાર ચાગમાં પ્રધાનપણે “ગવાસિક” તથા “સૈત્તિરીપનિષદ’નાં વાકયોનાં અવતરણ આપી તાત્વિક ઐક્ય બતાવ્યું છે. ચાગાવતાર' દ્વાત્રિશિકામાં ખાસ કરી પાતંજલ–ાગના પદાર્થોનું જૈનપ્રક્રિયા અનુસાર સ્પષ્ટીકરણ કર્યું છે. આ ઉપરાંત તેમણે હરિભદ્રસૂરિકૃત “ચાગવિંશિકા” તથા “ષોડશક” પર ટીકાઓ લખી પ્રાચીન ગૂઢ તનું સ્પષ્ટ ઉદ્દઘાટન પણ કર્યું છે. આટલું જ કરીને સંતુષ્ટ ન રહેતાં તેમણે મહર્ષિ પતંજલિકૃત ‘ચોગસૂત્રોના ઉપર એક નાનીશી વૃત્તિ: પણ લખી છે. આ વૃત્તિ જૈનપ્રક્રિયાનુસાર લખાયેલી હોવાથી તેમાં યથાસંભવ એગદર્શનની ભીતરૂપ સાંખ્ય પ્રક્રિયાની જૈન પ્રક્રિયા સાથે સરખામણી પણ કરી છે. ઉપાધ્યાયજીની પિતાની વિવેચનામાં જેવી મધ્યસ્થતા, ગુણગ્રાહકતા, સૂક્ષમ સમન્વયશક્તિ અને સ્પષ્ટભાષિતા દેખાઈ છે તેવી બીજા આચાર્યોમાં ઘણી ઓછી નજરે પડે છે.
૯૩૪. મહર્ષિ પતંજલિએ પિતાનું “ગદર્શન' સાંખ્ય સિદ્ધાંત અને પ્રક્રિયા પર રહ્યું છે તે પણ તેમની દૃષ્ટિવિશાલતાથી તે સર્વ દર્શનના સમનવય રૂપ બન્યું છે, દા. ત. સાંખ્યને નિરીશ્વરવાદ વૈશેષિક આદિ દશને દ્વારા ઠીક નિરસ્ત થયા અને સાધારણ લોક. ૧. રા. મોહનલાલ ઝવેરીને અભિપ્રાય. . ૨. જુઓ તેમની શાસ્ત્રવાર્તાસમુચ્ચય–વૃત્તિ' અને “પાતંજલસરકૃતિ