________________
* ૨૮. તેઓ જન્મસંસ્કારસંપન્ન કૃતગસંપન્ન અને આજન્મ બ્રહ્મચારી ધુરંધર આચાર્ય હતા. સામાન્ય રીતે પોતાના બધા ટીકાથામાં તેમણે જે જે કહ્યું છે તે બધાનું ઉપપાદન પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથની સમ્મતિદ્વારા કર્યું છે, ક્યાંયે કેઈ ગ્રંથને અર્થ કાઢવામાં ખેંચતાણ નથી કરી. તક અને સિદ્ધાન્ત બંનેનું સમતોલપણું સાચવી પિતાના વક્તવ્યની પુષ્ટિ કરી છે, ૪૪ માત્ર અમારી દષ્ટિએ નહિ પણ હરકેઈ તટસ્થ વિદ્વાનની દષ્ટિએ જૈન સંપ્રદાયમાં ઉપાધ્યાયજીનું સ્થાન, વૈદિક સંપ્રદાયના શંકરાચાર્ય જેવું છે.”
૨૯. પોતે શ્વેતામ્બર તપાગચ્છમાં હતા અને શ્રીઅકબરપ્રતિબોધક હીરવિજયસૂરિના શિષ્ય વર્તકી વિદ્યાવિશારદ પ્રસિદ્ધ ઉપાધ્યાય કલ્યાણવિજય, તેમના શિષ્ય સકલ શબ્દાનુશાસનનિષ્ણાત લાભવિજય, તેમના શિષ્ય પંડિત જીતવિજય, અને તેમના ગુરુભાઈ નયવિજયના શિષ્ય હતા. તેમનું ન્યાયતનું જ્ઞાન અદ્ભુત હતું ને પિતે જબરા વાદી હતા. પિતાના સમયમાં ચાલતા અન્ય સંપ્રદાયે નામે દિગંબરમત, અને સ્વ-શ્વેતાંબરમાંથી નીકળેલ મનિપૂજાનિષેધક લકાસંપ્રદાય તથા બીજી જુદી જુદી વિધિ અને માન્યતામાં જાદા પડતા એવા નાની શાખાઓ રૂપી ગરા નામે પાશ્વચંદ્ર ગચ્છ, કડવાને મત અને વીજાને મત હતા. તદુપરાંત ધમસાગરે અનેક પ્રરૂપણાઓ કરી આખા શ્વેતાંબર ગચ્છના તેને હલાવી મૂકયું હતું. અને પછી તેમના શિષ્યવગે તે પ્રરૂપણ ચાલુ રાખી હતી. આ સવના મને નિરાસ કરવા માટે પ્રમાણે આપવા ઉપરાંત તેમની કાર શબ્દોમાં ઝાટકણી કરી છે. દિગંબરે સામે ખાસ પ્રથા અધ્યાત્મમત પરીક્ષા, જ્ઞાનાવ(અનુપલબ્ધ) એ સંસ્કૃતમાં, અને હિંદીમાં “દિકપટ ચોરાસી બોલ, લોંકા-ઢીઆ સામે સંસ્કૃત–ગલ ગ્રંથ નામે દેવધર્મપરીક્ષા' સંસ્કૃત કાવ્યમાં પ્રતિમાશતક'ના ૬૯શ્લોકે અને તે પછી રચેલી તે પર પણ ટીકા, ગુજરાતીમાં “મહાવીર સ્તવન અને સીમંધર સ્તવન' આદિ, ધમસાગર સામે ઉક્ત પ્રતિમા શતકમાંના ૯શ્લોક, પ્રા. “ધમ પરીક્ષા અને તે પર સંસ્કૃત ટીકા રચેલ છે. આ ખંડનાત્મક ગ્રંથ રચવામાં પ્રેરણાત્મક વસ્તુ પિતાને દઢ– દર્શન પ્રશ્ન છે અને વળી કહે છે કે, વિધિ કહેવું, વિધિ પરની પ્રીતિ, વિધિની ઈચ્છા રાખનાર પુરુષને વિધિમાગમાં પ્રવર્તાવવા તથા અવિધિને નિષેધ કર એ સર્વ અમારી જિનપ્રવચન પરની ભક્તિ પ્રસિદ્ધ છે.' (અધ્યાત્મસારને અનુભવાધિકાર . ૩૧, ૩૨). આ દશનપક્ષ અને પ્રવચનભક્તિને પરિણામે આ ગ્રંશે રમ્યા અને તેમાં પિતાની તર્કશક્તિને ઉપયોગ કર્યો. તે જ તર્કશક્તિને પાતંજલ, સાંખ્યાદિ સર્વ દશને સ્વદર્શન સાથે યુક્તિયુક્ત સમન્વય કરવામાં પણ કામે લગાડી. એ રીતે ચાગ અને અધ્યાત્મમાં ઊતરી આત્માનુભવ પણ પિતે પ્રાપ્ત કરી શક્યા.
૩૦. ચાયને ચેાથે નામે ફલ-કાળ-આ યુગમાં જે સાહિત્ય રચાયું તે ફળરૂપ છે. ફળમાં બીજથી ફલ સુધીના ઉત્તરાત્તર પરિપાકને સાર આવી જાય છે, તેવી રીતે આ યુગના સાહિત્યમાં પહેલા ત્રણે યુગના સાહિત્યમાં થયેલા પરિપાક એકસાથે આવી જાય છે. આ યુગમાં જે જૈન ન્યાય સાહિત્ય રચાયું છે તે જ જૈન ન્યાયના વિકાસનું છેલ્લું પગથિયું
૧. ઉક્ત સુખલાલ પંડિતજીને “ગુરતત્ત્વવિનશ્ચય' એ નામના થોવિજયજી કૃત ગ્રંથમાં “ગ્રંથ અને કર્તાને પરિચય'.