________________
૨૯
શ્રીઉપાધ્યાયજીની ગુજરકતિઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસી એવા મનુષ્યને પણું જૈનશાસનને તલસ્પર્શી બંધ કરાવે છે. સમુદ્ર જેવા ગંભીર આગમનું સારભૂત તત્વ પિતાની ગૂર્જર કૃતિઓમાં ગૂંથી તેઓશ્રીએ પ્રાકૃત જનતા ઉપર અનુપમ ઉપકાર કર્યો છે. કઠિનમાં કઠિન વિષયવાળા સંસ્કૃત પ્રાકૃત ભાષાના પૂર્વ મહર્ષિઓ વિરચિત થને સરળમાં સરળ ગૂર્જર પદ્યમય અકૃત્રિમ અનુવાદ કરવાની તેઓશ્રી અપૂર્વ શક્તિ અને કુશળતા ધરાવતા હતા. તેઓશ્રીની પ્રત્યેક કૃતિ સપ્રમાણ છે. શાસ્ત્રાધાર સિવાયને એક અક્ષર પણ નહિ ઉચ્ચારીને તેઓશ્રીએ પિતાનું ભવભીરુપણું સાબિત કરી આપ્યું છે. તેમનાં રચેલાં સ્તવને આદિ એટલાં સરલ રસિક અને બધપ્રદ છે કે, આજે પણ આવશ્યક -ચૈત્યવંદનાદિમાં તે હોંશપૂર્વક ગવાય છે.
તેમની નાનામાં નાની કૃતિમાં પણ તક અને કાવ્યને પ્રસાદ તરી આવે છે. આવા એક પ્રાસાદિક કવિ, મુક્તિમાર્ગના અનન્ય ઉપાસક, અખંડ સંવેગી, ગુણરત્નરત્નાકર, નિબિડ–મિથ્યાત્વ-દવાત-દિનમણિ, પ્રખર જિનાજ્ઞાપ્રતિપાલક અને પ્રચારક મહાપુરુષનું
સ્મરણ જૈનેમાં કાયમ રહે એ માટે જેટલા પ્રયત્ન થાય તેટલા કરવા આવશ્યક છે. આ મહાપુરુષની સાચી ભક્તિ તેમની કૃતિઓને પ્રચાર કરવામાં રહેલી છે. આ સ્થળે એક વાત યાદ રાખવા જેવી છે કે, આ મહાપુરુષની કૃતિઓ ગંભીર શ્રીજિનાગમરૂપી સમુદ્રમાંથી ઉદ્ધરિત થયેલી છે, તેથી તેના રહસ્યને પૂરેપૂરા પાર પામવા માટે આગમશાના પારગામી ગીતાર્થ ગુરુઓના ચરણેની સેવાને આશ્રય એ જ એક પરમ ઉપાય છે. આ મહાપુરુષની કૃતિઓને ગુરુગમપૂર્વક અભ્યાસ, અથી આત્માઓને જૈનશાસનને તલસ્પર્શી બધ કરાવે છે, તથા સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપી મોક્ષમાર્ગની આરાધનામાં ઉત્તરોઉત્તર પ્રગતિ કરાવી આત્મિક અને સુખસાગરમાં નિશ્ચિતપણે ઝિલાવે છે.
[વિ. સં. ૧૯૯૨માં પ્રકાશિત થયેલ “ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લામાં આપેલી પ્રસ્તાવનામાંથી ઉપગી ભાગ.]
* * “રિવાજો જો રાજ ના
ગુ
થી '
– રાજની સુધી લઈ રા "
સર્વ વિથ કવાયજનિન, જે સુખ લહે રાગ
થી કટિ અનંત