________________
૨૧૧
નથી. મૂઢ પુરુષે ભયરૂપ વાયુ વડે આકડાના રૂની માફક આકાશમાં ભમે છે, અને સાચે જ્ઞાની નિર્ભય રીતે જીવે છે.
આવા સાચા જ્ઞાનીને પ્રશંસા પશી શકતી નથી. સામાન્ય કથન છે કે માનવી બધી વસ્તુ જીરવી શકે છે પણ પ્રશંસા-પિતાની સ્તુતિને જીરવી શકતું નથી. જે માનવીને પ્રશંસાને–પ્રસિદ્ધિને મેહ જન્મે છે તે પડે છે, અને એથી જ કવિશ્રી કહે છે: “પિતાની પ્રશંસામાં રાચતે માનવી મોહમાં ડૂબી જાય છે. જ્ઞાનનું અભિમાન જીરવવું મુશ્કેલ છે અને એ જ્ઞાનીને પછાડે છે. જ્ઞાન જન્માવે છે નમ્રતા પણ અકડતા નહિ. આવા માનવીની તત્વદષ્ટિ વિકસેલી હોય છે. કવિશ્રી આ સ્થાને બાદદષ્ટિને તરવદષ્ટિના ભેદ પાડે છે. સાત્વિક દષ્ટિ જ માનવીના જીવનને વિકસાવે છે. બાહ્યદષ્ટિને સ્ત્રી સુંદર લાગે અને તાવિકને તે શ્રી વિષ્ટ અને સૂત્રની હાંડલી જેવા પેટવાળી લાગે છે. તાત્વિક માનવી બહારના દેખા પર ભાર સૂકતો નથી પણ જ્ઞાનમાં જ રાચે છે.
આવો જ જ્ઞાની સાચી રીતે સમૃદ્ધ છે. સાચે જ્ઞાની ભોગ-વિલાસમાં રાચતે નથી પણ બહાચર્યમાં રાચે છે, સદુ-અસદુને એ નિર્ણય કરે છે અને એની આ સમૃદ્ધિ આગળ દુન્યવી સંપત્તિને હિસાબ નથી. એના અંતરંગ ગુણની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિથી અધિક છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર એમ ત્રણ રત્ન પામેલા માનવી સિતાગ મેળવે છે. આ દષ્ટિ માનવીને કમના પરિણામને વિચાર કરાવે છે. એથી જગતની લીલા, શકાશક, સુખદુઃખ, કર્મક વિષમ ગતિ એને સ્પર્શી શકતી નથી. ઊંટની પીઠ જેવી કમની રચના છે. અને એ કમની રચનામાં માનવી આસક્તિ કેળવે તે એ પડે. કવિશ્રી કહે છે: “જે માનવી પરિણામને વિચારતે હૃદયમાં સમભાવ કેળવે છે તે જ્ઞાનાનંદરૂપ મકરન્દને ભેગી બને છે.”
આવા માનવીને જીને ઉગ સ્પશી શક્તો નથી. સંસારના વિષમ માર્ગો, તૃષ્ણા વિષયાભિલા, સ્નેહ-રાગ-લાભ–ગ-શાક-મત્સર વગેરે સ્પશી શક્તા નથી. અપ્રમત દશાને પામીને આ જ્ઞાની સંસાર નાટકમાં રાચતે નથી સંસારના અનિત્ય ભાવે માનવી જ્ઞાનને પ્રયાસ કરે, આ રીતે પ્રયાસ કર્યા બાદ એનામાં સાચી દષ્ટિ આવે અને એના પરિણામે એને સંસારને સાચે ખ્યાલ આવે અને એ નિસ્પૃહી બને.
આવા નિસ્પૃહીને કાદરની પરવા હોતી નથી. બારિત પર ભાર નહિ પણ આંતરગુણ પર ભાર મુકાય તો જ જીવન ધન્ય બને, અને એ આત્માની સાક્ષીમાં રાચે. આત્માના અવાજમાં એ મગ્ન રહે અને એથી આંતરિક સુખ એ મેળવે. છે. આવા જ્ઞાનીઓની દષ્ટિ શાસ્ત્રાભ્યાસથી વિકસેલી હોય છે. બધા પ્રાણીઓને ચર્મચક્ષ છે, જેને અવધિજ્ઞાનરૂપ ચક્ષુ છે, સિદ્ધોને કેવળ ઉપગ ચક્ષુરૂપ છે, અને સાધુઓને શારૂપ ચક્ષુઓ છે. કેવલી ભગવાનની શિક્ષા એ જ આપણું સાધન. શારે રૂપી દી આપણા અંધકારપેરા માર્ગ પર પ્રકાશ નાખે અને આપણા જીવનને અજવાળે. શા