________________
૧૦e
ફેલાવે છે. સાચું જ્ઞાન માનવીને સાચી શાંતિ આપી જીવનને ધન્ય બનાવે છે. જ્ઞાની સમતાના ભાસ્કર સમાન છે અને આ સમતા ઈન્દ્રિય પર જય મેળવવાથી આવે છે.
જ્ઞાનીને તૃષ્ણ હોતી નથી. જ્ઞાની ઇન્દ્રિયજીત હોય છે. જ્ઞાનીઓને લાલસા--પેટી ઈચ્છા જન્મતી નથી, કારણ કે લાલસા માનવીના જીવનને નીરું પાડે છે. ઈયે ક્યારેય સંપૂર્ણ સતેષ પામતી નથી. કવિના શબ્દોમાં કહીએ તે હજારે નદીઓ વડે ન પૂરી શકાય એવું સકસમું માનવીનું પેટ છે, અને ઈક્રિયામાં મૂઢ થયેલા જીવ સારાસાર જોત નંથી, એ જ્ઞાનરૂપી ઘનને ઉપગ અાગ્યરીતે કરી વિષયે વધારે છે, જ્ઞાનરૂપી અમૃતને છોડી રૂપ-રસ–ગંધ-સ્પર્શ-શબ્દાદિ ઝાંઝવાનાં નીર તરફ માનવીને દોડાવે છે, અને એની ખરાબ દશા કરે છે.
સાચા જ્ઞાની ઇન્દ્રિયજીત અને ત્યાગી હોય છે. ત્યાગની ભાવના જાગૃત કરવી એ મોટી વસ્તુ છે. જ્ઞાન જ્યારે સ્વાર્થ જન્માવે ત્યારે એ વિસંવાદ પેદા કરે છે. જ્ઞાન ત્યાગ કરીને ભોગવવાની વસ્તુ છે. એથી આધુનિક યુગમાં વિજ્ઞાનના સ્વાથી ઉપગે જીવનને વિષમ બનાવ્યું છે, યુદ્ધને અનિવાર્ય બનાવ્યું છે. વિજ્ઞાને વિકાસ કર્યો પણ એની સાથે માનવીના સાચા જ્ઞાનને એની ત્યાગભાવનાને વિકાસ ન થયા અને પરિણામે જગતમાં જ્ઞાન-વિજ્ઞાને બેટા ભેદો, કલહ, યુદ્ધો જન્માવ્યાં. જે જ્ઞાન સર્જન માટે હતું એ જ્ઞાનને સંહાર માટે ઉપયોગ થયે, કારણ કે તેમાં ત્યાગની ભાવના જ નથી.
સાચા જ્ઞાનીને સમતા વહાલી સ્ત્રી છે, સમાન કિયાવાળાએ સગાઓ છે અને એનું આત્માનું તવ પ્રકાશે છે અને એ સાધુત્વમાં રાચે છે. આ જ્ઞાની એ રીતે શાંતિને જન્માવે છે. એકલું જ્ઞાન જ નહિ પણ ત્યાગની ભાવના જન્માવતું જ્ઞાન કલ્યાણદાયી છે, અને એની સાથે ક્રિયાને મેળ હોવું જોઈએ, એથી કવિ ક્રિયા પર ભાર મૂકે છે. કવિ કહે છેઃ “દીવા માટે તેલની જરૂર છે તેમ પણ જ્ઞાની પણ અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે.” કવિને એકલું જ્ઞાન માન્ય નથી અને એથી સ્પષ્ટ કહે છે: “ખાકિયાના ભાવને આગળ લાવીને જેઓ વ્યવહારમાં ક્રિયાને નિષેધ કરે છે તેઓ સુખમાં કોળિ નાખ્યા સિવાય સિને ઈચ્છે છે.” “પહેલાં જ્ઞાનને પછી ક્રિયા' એ સાચી વસ્તુ છે. ક્ષાચાપશમિકભાવે કેળવવા માટે એક સમયના પ્રમાદ વિના પ્રયત્ન કરવો જોઈએ, અને એ માટે કિયા જરૂરી છે.
સાચા જ્ઞાનને ક્રિયાને મેળ થતાં માનવી અનેખી તૃમિ અનુભવે છે. સાચું જ્ઞાન અભિમાન નથી જન્માવતું, પણ એ સંસારના સ્વપ્નને ખુલ્લું પાડી સમ્યગ્દષ્ટિ પેદા કરે છે, અને આ દૃષ્ટિથી માનવી જીવનને વિકસાવે છે. જે જ્ઞાન સાતેય ન જન્માવે એ જ્ઞાનને કશે અર્થ નથી. જ્ઞાન-કિયાને સુમેળ કર્મોને મેલ કાઢી નાખે છે, અને એ સતાપરૂપી અમૃતનું ભેજન કરાવે છે.
સાચું જ્ઞાન આત્મસતેષ પેદા કરે છે અને એ કર્મોથી લેપ નથી. એ સંસાર પ્રત્યે અનુરાગ ધરાવતું નથી પણ એનાથી નિર્લેપ રહે છે. સંસારીઓ સ્વાર્થી હેય છે.
૨૭