________________
૨૦૧
ઉપાધ્યાયજીકૃત અનુપલબ્ધ ગ્રંથો અને ટીકાઓ ... ૫૫. અધ્યાત્મબિંદુ, ૫૯. અધ્યાપદેશ, ૫૭. અલંકારચૂડામણિટીકા-આને ઉલ્લેખ પ્રતિમાશતકના ૯મા શ્લોકની પાટીકામાં આ પ્રમાણે છે–પ્રષિ ઉતારचूडामणिवृत्तावस्माभिः ।
૫૮. આકર, ૫૯. આત્મખ્યાતિ (તિઃ ?), ૬૦. કાવ્યપ્રકાશટીકા, ૬૧. ઈદચૂડામણિટીકા, ૬૨. જ્ઞાનસારચૂર્ણિ, ૬૩. તત્ત્વાલકવિવરણુ, ૬૪. ત્રિસૂયા કવિધિ, ૬૫. દ્રવ્યાક, ૬૬. પ્રમારહસ્ય, ૬૭. મંગલવાદ, ૬૮. લતાય, ૬૯ વાદમાલા, ૭૦, વાદરહસ્ય, ૭૧. વિચારબિંદુ, ૭૨. વિધિવાદ, ૭૩. વીરસ્તવતીકે, ૭૪. વેદાંતનિધ, ૭૫. વેદાંતવિવેક–સર્વસ્વ ૭૬. વૈરાગ્યરતિ, ૭. શઠપ્રકરણ, ૭૮. સિદ્ધાંતતક પરિષ્કાર, ૭૯ સિદ્ધાંત-મંજરી–ટીકા, ૮૦. સ્યાદ્વાદમંજૂષા (સ્વાદ્વાદમંજરીટીકા), ૮૧. સ્યાદ્વાદરહસ્યઆ ગ્રંથને ઉલેખ “ન્યાયાલકના ત્રીજા પ્રકાશની છેવટે આ પ્રમાણે આવે છે - થાનત્તા इति न तेपां विविच्यविभाग इत्यधिकमत्रत्यं तत्त्वं स्याद्वादरहस्यादावनुसंधेयम् ।
આપણે ઉપર જોયું તે પ્રમાણે ઉપાધ્યાયજીકૃત ગ્રંથાના ત્રણ વિભાગ પાડી શકાય(૧) મૂલગૂંથે, (૨) ટકાગ્રંથ, (૩) અનુપલબ્ધ ગ્રંથ–ટીકાદિ. તેમાં મૂલઝ લગભગ ૪૩, ટીકા ૧૧, અને અનુપલબ્ધ ગ્રંથ-ટીકાદિની સંખ્યા ૨૭ છે. ગુરુતત્વવિનિશ્ચયાદિ ગ્રંથ ઉપરથી એ પણ નિર્ણય જરૂર થઈ શકે છે કે વાચકવયે પ્રાકૃત મૂલથે પણ રચેલા છે. અત્યાર સુધીમાં જણાવેલી બીના ઉપરથી વાચકે જાણી શકશે કે ન્યાયાચાર્યજી મહારાજ પ્રાન્ત અને સંસ્કૃતભાષાના અને બને ભાષામાં રચાયેલા પ્રાચીન ગ્રંથોના ઉચકેટિના જાણકાર હતા.
ઉપાધ્યાયજીકૃત લોકભાષાબદ્ધ કૃતિઓ પરોપકારરસિક વાચકવયે કેવળ વિદગ્ય સાહિત્ય રચીને જ સતેષ નથી મા. તેમને ખાલજીને પણ લાભ આપવાની તીવ્ર ઉઠી હતી. અને તેથી તેમણે લેકભાષાબદ્ધ અનેક નાની-મોટી, ગદ્ય-પદ્ય કૃતિઓની રચના કરી છે. આ સંબંધમાં એમ કહેવાય છે કે -ગુરુમહારાજની સાથે ઉપાધ્યાયજી કાશીમાં અભ્યાસ પૂર્ણ કરીને આગ્રા વગેરે બીજા બીજા સ્થળે વિહાર કરતા કરતા અનુક્રમે એક ગામમાં પધાર્યા. સાંજે પ્રતિક્રમણમાં એક શ્રાવકે શ્રીનવિજયજીની આગળ વિનંતિ કરી કે, “આપની આજ્ઞાથી આજે આપના વિદ્વાન શિષ્ય શ્રીયશોવિજ્યજી મહારાજ સજગાય બેલે, તે સાંભળવાની ઈચ્છા છે, કૃપા કરીને તેમને આજ્ઞા રેશાજી.” આ ઉપરથી ગુરુમહારાજે યશોવિજયજીને પૂછયું કે, “કેમ, ભાઈ ! બોલશે?” આના જવાબમાં વાચકવયે જણાવ્યું–મને સજઝાય કંઠસ્થ નથી (આવડતી નથી.' શ્રીયશોવિજયજીનાં આ વેણ સાંભળીને શ્રાવકે કહ્યું કે, “ ત્યારે શું બાર વરસ કાશીમાં રહીને ઘાસ કાપ્યું?' આ સાંભળીને શ્રીયશવિજ્યજી મહારાજ સમયસૂચકતા વાપરીને મીન રદા.
* ઉપરની યાદી ચાલુ પરંપરા મુજબની છે તેથી બરાબર નથી. વધુ ચોકસાઈવાળી વાદી ૨૦૧૧ માં અમે અલગ પ્રગટ કરી છે તે જોવી. -સપા,