________________
૧૩૩
અદભુત પ્રભાવના કરી. ન્યાયના સે ગ્રંથ રચવાથી અન્યમતના પંડિત તરફથી ન્યાયાચાર્ય બિરુદ પણ તેઓશ્રીને મળ્યું હતું.
સૂત્ર, મિતિ, ભાષ્ય, ટીકા, ચુર્ણિ એ પંચાંગીયુક્ત શ્રીજિનવચનના એક પણ અક્ષર ઉત્થાપનાર મુમતવાદીઓની, મુનિઓમાં શેખર અને કુમતત્થાપક શ્રીયશવિજયજીએ બરાબર ખબર લઈ નાખી હતી.
કેના ખંડન માટે તથા યતિઓમાં પ્રવેશેલી શિથિલતા દૂર કરવા માટે તેઓશ્રીએ અનહદ પ્રયાસ કર્યો હતો. કુમતનું સખત શબ્દોમાં ખંડન કરવાથી અનેક દુકમનો ઊભા થયા હતા પરંતુ વાચકશેખર મુનિવરે શત્રુઓની લેશમાત્ર પણ પરવા કરી ન હતી. ટકે, પતિસમુદાય અને શિથિલાચારી સામે નિડરપણે ઊભા રહી તેઓશ્રીએ શાસનની અદ્વિતીય સેવા બજાવી છે.
તેઓશ્રીના વખતમાં લંપકમતનું પ્રાબલ્ય વધતું જતું હતું. આથી મહાધુરંધર વિદ્વાન શ્રીયશવિજયજીએ સટીક “પ્રતિમાશતક' ગ્રંથ બનાવી, સ્થાપના નિક્ષેપનું સ્વરૂપ સમજાવી, ઘણુ ભવ્યજીમાં પ્રતિમા સ્થાપના, પ્રભુપૂજન વગેરેની દઢ શ્રદ્ધા ઉત્પન્ન કરી હતી.
પિતાના જીવનકાળમાં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી વગેરે ભાષામાં લાખો શ્લેકપ્રમાણ ગ્રંથની રચના કરી અનેક આત્માઓને શ્રીજિનશાસનના રાગી બનાવ્યા હતા.
- તેઓશ્રી સિદ્ધાંતના રહસ્યને બહુ સારી રીતે સમજ્યા હતા અને તેથી જ જ્ઞાન કે ડિયા અથવા નિશ્ચય કે વ્યવહારમાંથી કોઈ એકની પુષ્ટિ કરવા જતાં બીજા ભાગની ન્યૂનતા, લઘુતા કે અવગણના તેમનાથી કદી થઈ નથી, માટે જ તેઓશ્રીનું વચન સપ્રમાણ ગણાય છે એ તદ્દન વાસ્તવિક છે.
અનુપમ ગ્રંથરચના, આગમનું વિશેષ જ્ઞાન, શાસનની અત્યંત સેવા, અતિ નિપુતા, અરે ! એવા તે સેંકડો અને લાખે ગુણને લીધે પૂ૦ શ્રીહરિભસૂરિ મના લઘુબાંધવ, બીજા શ્રી હેમચંદ્રાચાર્ય અને કળિયુગમાં પણ શુતકેવળીનું સ્મરણ કરાવનાર તરીકેની અનેકવિધ ઉત્તમ ઉપમાઓ તે પુરુથપુરુષે પ્રાપ્ત કરી હતી.
સત્યમાગના પરમ પ્રકાશક, મહાન શાસનપ્રભાવક શ્રીય વિજ્યની શારચના સાગર જેવી ગંભીર, ગંગાના તરગે જેવી ઉજજવળ અને ચરિકા જેવી શીતળ, નિર્મળ અને પવિત્ર હોવાથી ભવ્યાત્માને પરમ આનંદ આપનારી છે, તેમજ તેઓશ્રીની તિઓએ અનેક આત્માઓને બાધબીજની પ્રાપ્તિ કરાવી છે. સંખ્યાબંધ આત્માઓના સન્દર્શન નિર્મળ કરાવ્યાં છે, તથા અનેકાનેક અંતઃકરને શ્રીજિનશાસનના અવિહડ રંગથી રંગી દીધાં છે. તેમજ શ્રીમદ્ આત્મારામજી મહારાજના ગુરૂદેવ, શ્રીમદ્ બુટેરાયજી મહારાજા વગેરે અનેક મહાત્માઓને મિયામાર્ગમાંથી ખસેડી સમ્પમાગની શ્રદ્ધા અને અનુસરણ કરાવ્યું છે.
તેઓશ્રીનાં રચેલાં સ્તવને આદિ એટલા સરળ, રસિક અને બોધપ્રદ છે કે, આજે પણ આવફથક-શૈત્યવંદનાદિમાં માનભેર ગવાય છે.