SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સમાધિશતક, સમતાશતક, સમુદ્રવહાણસંવાદ, નવપદ પૂજા, કુમતિખંડન સ્તવન, નય રહસ્યભિત શ્રી સીમંધર સ્તવન, નવનિધાન સ્તવન, નિશ્ચય-વ્યવહારગર્ભિત શ્રી સીમંધર સ્તવન, મીન એકાદશી સ્તવન, સિદ્ધાંતવિચારગર્ભિત શ્રી સીમંધર સ્તવન, અગિયાર અંગ સઝાય, આઠ દ્રષ્ટિની સઝાય, પ્રતિક્રમણગmહતું' આ અઢાર કૃતિઓ ગુજરાતી સહેલી ભાષા જાણનાર અને સમજનાર ભાઈઓને બહુ જ ઉપયોગી છે. “સમકિતના ૬૭ બલની સજઝાય' માટે કહેવાય છે કે ઉપાધ્યાયજીને કેઈએ મહેણું માર્યું કે તમે સંરકૃત પ્રાકૃત ટીકાઓ અને રાસાઓ લખી જાણે છે પરંતુ ગુજરાતી ભાષાને ઉપકારક થાય એવું સમકિત ઉપર કંઈ લખી શકશે? બીજે જ દિવસે પ્રતિક્રમણ વખતે ચાવીશ કલાકમાં પતે તૈયાર કરેલી આ “૬૭ બોલની સઝાય” તેમણે બાલી બતાવી ત્યારે મહેણું મારનાર તે કરી જ ગયો અને તેણે વિનીતભાવે કહ્યું કે મારું ગઈકાલનું કહેલું આપે તદન ખોટું કરી બતાવ્યું એ માટે આપને ઉપકાર માનું છું. સાચે જ, આપ ખરેખરા સમયે ગુજરાતી વિદ્વાન છે. “શ્રીપાલ રાજાના રાસને પૂર્વાર્ધ ભાગ વિનયવિજયજી ઉપાધ્યાયે બનાવ્યું છે અને ઉત્તરાર્ધ ભાગ યશોવિજયજી ઉપાધ્યાયે બનાવ્યું છે પરંતુ તે બન્નેની દિશા જુદી જ છે. યશવિજ્યજી કેવું સરસ કામ કરી શકે છે તેને આ રાસ અચૂક પુરાવે છે. “અઢાર પાપસ્થાનકની સઝાય' તે હું ત્યારે નાને નવ વર્ષના હતા ત્યારે અમારે ભાવનગરમાં શેઠ કુવરજી આણંદજી, ગિરધર આણંદજી તથા ઝવેર ભાઈચંદ પ્રતિક્રમણમાં બોલતા, તેને ગુંજારવ હજુ સુધી હું ભૂલ્યા નથી એવી એ સુંદર કૃતિ છે. બાર ભાવના' પણ વિજયજી મહારાજે બનાવેલી ઉત્તમ કૃતિઓમાંની એક છે, જે જીવનને અજવાળનારી એક ઉત્તમ કૃતિ છે. જ્ઞાનસાર અદક' ૨૫૦ શ્લોકને ગંધ છે. સં૧૫૦માં ભાવનગરમાં શા. દીપચંદ છગનલાલે ટીકા સહિત છપાવ્યું હતું, તેની પન્યાસજી ગંભીરવિજ્યજી મહારાજે મુક્તક પ્રશંસા કરી હતી અને કારવિજયજી મહારાજે તેની પર વિવરણું લખ્યું હતું. અધ્યાત્મને એ ઉત્તમ ગ્રંથ છે. સમુદ બહાણને સંવાદ” એ ઉપાધ્યાયજીએ ઘોઘા બંદરમાં ર હતું અને તે સમુદ્ર કાંઠે વહાણને માટે કાફલે જોઈને તાદશ ચિતાર ઉપરથી બનાવ્યું હતું, તે બતાવે છે કે ઘેઘાબંદરની જાહેરજલાલી તે વખતે કેવી હતી ! સીમંધર સ્વામીનું ૧૨૫ ગાથાનું સ્તવન' તથા ૩૫૦ ગાથાનું નથગતિ રતવન' એ બંને સ્તવમાં તે સમયે આપણે જૈનધર્મ કેવી પરિસ્થિતિમાંથી પસાર થતે તે તેનું આબેડૂબ ચિત્ર ખડું કરે છે. કુમતિખંડન' એ આત્મારામજી મહારાજે બનાવેલા “સમક્તિ દ્વાર” જેવું જ તે સમયના આપણુ અને પક્ષનું કેવું ભયંકર માનસ પ્રવર્તતું હતું તેનું ચિત્ર ખડું કરે છે.
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy