________________
૧૨૭
કાળ અને દેશનું સ્વરૂપ સમજાવે છે. “ચાયખંડખાને પહેલો ભાગ તે બૌદ્ધના ક્ષણિક વાદને પરિહાર કરવામાં જ પૂરે થાય છે. ન્યાય દર્શનની કુટસ્થ નીતિ પણ બતાવવામાં આવી છે. દ્રવ્યને એકાંત નિત્ય કે અનિત્ય માનવામાં થતા દો બતાવી તેને નિત્યાનિત્ય કે કથંચિત નિત્ય માનવાની વ્યવહારવિશુદ્ધ નયની શ્રેષ્ઠતા સમજાવી છે. ત્યાર પછી દ્રવ્યની ઉત્પત્તિ અને નાશને હેતુ સમજાવી, વસ્તુમાં રહેલા ભેદભેદ બતાવી પ્રત્યક્ષ અને પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે.
આવી રીતે બન્યાયખંડખાદ્ય' બહુ જ બુદ્ધિપૂર્વક લખાયું છે. મારે મારા અર્થે અનુવાદ કરવાને કારણે તેને છેડે અભ્યાસ કરે પડયો છે તે ઉપરથી હું આટલું લખી શકયો છું.
સંસ્કૃત કાવ્યના અનુવાદ કરવાનું કામ તે હું મારી શક્તિ મુજબ કરું છું. “ભક્તામર સ્તોત્ર, થાણુમર સ્તોત્ર, પ્રાર્થના બત્રીશી, સંગમકંદલી, પરમાનંદ પચીશી, રત્નાકર પચીશી, સ્વાદુવાદમંજરી, અગવ્યવદિકા' વગેરે કાજોના અનુવાદે થઈ ગયા છે અને તે પુસ્તકારૂઢ પણ થયા છે. આ અનુવાદો પછી “ન્યાયખંડખાઇને અભ્યાસ કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું, જેની પ્રેરણા તે મને જૈન ધર્મ પ્રકાશમાંથી મળી. ટૂંકમાં એ જ કે ઉપાધ્યાયજી મહારાજના જીવનને પરિચય વધે અને હું મારા કાર્યમાં સફળ થયે. તેમજ આજના મંગળ પ્રસંગે અંજલિ આપવા ભાગ્યશાળી થયો એ અનહદ આનંદને વિષય છે. જો કે હું ત્યાં હાજર રહી શક્યો નથી તેને મને ખેદ થાય છે.
ઉપાધ્યાયજી મહારાજ વિશે તે લખવાનું ઘણું રહી જાય છે. તેઓ સાચા ભાવશમણ હતા, ધર્મવીર હતા, પરમ વિચારક અને પરમશ્રુતજ્ઞ હતા. તે સર્વ ભાવે તેમનાં ગુજરાતી કાવ્યોમાંથી પણ નીકળી શકે છે. ગુજરાતી કાવ્યે જૂની ગુજરાતીમાં લખાયાં છે, તે વખતે જેવી ગુજરાતી ભાષા બેલાતી હતી તેવી જ લખાયું છે. એટલે આજની સુધારેલ ગુજરાતી આગળ નવાઈ લાગે તેવી છે. એમ છતાં આધ્યાત્મિક ભાવથી જરૂર ભરપૂર છે.
“ ભવસાયર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે. ધન્ય સાયર, કિરિયા અને એવા બીજા શબ જૂની ગુજરાતીમાં વપરાતા હતા આ હૃદયભાવથી ભરપૂર હોવાથી ગુર્જર કાવ્યમાં પણ ઊંડે આધ્યાત્મિક ભાવ દર્શાવે છે.
સુજસવેલી'માં તેમને આચાર્ય શ્રીહરિભસૂરિજીના નાના બંધુ ગયા છે. તેમજ કળિયુગના શ્રુતધર ગણું અંજલિ આપવામાં આવી છે. આવા મહાપુરુ ધર્મના ઉતાર માટે જ અવની પર અવતરે છે, તેઓ ધર્મધુરંધર કહેવાય છે. જે હીણ થતી આર્યસંસ્કૃતિને સજી વન રાખે છે તેમના જન્મને ધન્ય છે. આજે આપણે તેમના ગુણાનુવાદ ગાવા તૈયાર થયા એ એક અહોભાગ્યને વિષય છે. પ્રાંતે ઈચ્છીએ કે જૈનધર્મ સદા વિજ્યને પામે.