________________
ન્યાયાચાર્ય જૈન તિર્ધર મહોપાધ્યાય શ્રી. યશોવિજયજી (લેખક: શ્રીયુત મગનલાલ મેતીચંદ શાહ, સુરેન્દ્રનગર)
નકતુ રેવા, સાથ તપરિયા
शानध्यानवरिष्ठाय, नमोऽस्तु मे नमोऽस्तु मे ॥" સંસારમાં વિદ્યમાન મહાત્માઓની પૂજાભક્તિ અનેકરીતે થઈ શકે છે પરંતુ અવિધમાન મહાત્માઓની પૂજાભક્તિ તે બહુમાનથી, શ્રદ્ધાથી અને હૃદયથી તેમના ગુણાનુવાદ ગાવાથી જ થઈ શકે છે. જ્યન્તીઓ ઊજવવી, સમારે કરવા કે બીજી ઘણી રીતે તેમના ગુણાનુવાદ ગાઈ શકાય છે. આજને પ્રસંગ પણ એ જ છે કે જૈન દર્શનના સુવિખ્યાત સંત, પ્રખર તત્વજ્ઞ, ઉત્તમ સાહિત્યપ્રેમી અને સર્વધર્મના ભાવને સમજાવનાર અઠંગ મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને અંજલિ આપવાને છે તેમજ તેમનું સ્મરણ કાયમ રહે, ભક્તિભાવ વૃદ્ધિ પામે અને સમાજ તેમના જ્ઞાનને ચિરકાળ સુધી લાભ લે એવાં વિધિવિધાન કરવાને છે.
જે સંસારમાં જન્મ ધરીને યશદીતિને સંપૂર્ણ વિજ્ય કરી પિતાના જીવનમાગને રાજમાર્ગ કે જ્ઞાનમાર્ગ બનાવ્યા છે કે જે માગ આપણા માટે પરમ હિતાવહ છે, એવા પરમ પ્રતિભાવંત, જ્ઞાનવંત, ગુણવંત ઉપાધ્યાયજી મહારાજનું નામ લેતાં જ કેઈ અને રે આનંદ અનુભવાય છે. જેમને ઉપશમ ઉત્તમ હતું, જેમની દર્શનશુદ્ધિની ગણના થઈ રહી છે, જેમનાં સંયમશીલનાં માપ કાઢવાં કઠણ છે એવા એક જૈન સાક્ષરશિરામણિ, વ્યાખ્યાનવાચસ્પતિ સાધુ મહામા વિશે કાંઈ લખવું એ સાધારણ બુદ્ધિનું કામ નથી, વિદ્વાને જ તેમાં ચંચુપાત કરી શકે.
તેમનાં બનાવેલાં સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકે તે એટલાં બધાં છે કે તેનું પૂરું અવલોકન થઈ શકે નહીં. કદાચ કઈ આગ્રહથી એનું નિરીક્ષણ કરવા ચાહે તે કરી શકે, પરંતુ તેમણે પાથરેલા ગૂઢ તત્વાર્થ એટલો વિશાળ હોય છે કે તે સમજવાને વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે.
તેમનાં ઘણાં પુસ્તકે સંસકૃતમાં છે. કાશીમાં રહીને તેમણે કેટલાંક વર્ષ સરતને અભ્યાસ કર્યો હતે. સંસ્કૃતભાષા તે તેમને વરેલી હતી એમ કહીએ તે ચાલે. આ જ્ઞાનને માટે તેમને અજબ માન પણ હતું, હૃદયને વિશ્વાસ હતો અને અચલ દઢતા હતી. આજે આવી દઢતા ધારણ કરનારા સંતે ઓછા જ હશે. તેમનું દઢ મંતવ્ય ન્યાયખડ ખાવ' કે મહાવીરસ્તવ'ના પહેલા શ્લોકમાં જ પ્રત્યક્ષ થાય છે.
૬