________________
आत्मजागृतिः।
૧૦૯ ત્રણ જગમાં સર્વ પ્રાણુઓ સુખને ચાહે છે અને તે માટે પ્રયત્ન કરે છે, છતાં હમેશાં જાતજાતનાં દુખે ભગવે છે. આમ, સંસાર વિષયરૂપ વિષનાં દુખતું ગહન જગલ છે એમ સમજી સુજ્ઞ જન નિ સંગ દશા પ્રાપ્ત કરી આત્મદશામાં રમણ કરે છે આત્મદશામાં રમણ કરવાનું ચાગ્ય ધારે છે.
૧૧૦ પૂર્ણ આનન્દસ્વભાવ, પરમવિભુ,શુદ્ધચૈતન્યરૂપ અને સર્વપ્રકાશક જ્યોતિ સ્વરૂપ એવા આત્માને પણ જડકોએ વળગીને અત્યંત મલિન હાલતમાં મૂકી દીધા છે. હવે એને પાછો નિર્મળ સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરો. અને, આગળ કહેવાયું છે તેમ, કમની ભૂમિ એક માત્ર મેહ છે એ વાતને સ્મરણમાં રાખે.
૧૧૧ સુરે! બહારના પ્રસંગે મૂકી હૃદય-કમળને સ્વસ્થ બનાવી શાન્તિના બગીચામાં ઉપસ્થિત થાઓ ! અને અનાદિયાશબદ્ધ આત્માના ઉદ્ધાર માટે મહાન પરામર્શ કરે. પિતાના ઉપર કોણ નિર્દય હાય! મૂઢમાં મૂઠ પણ એવો ન હાય.
૧૧૨ આ પ્રમાણે, સદાચરણસભ્યન અને તત્વથી ઉજવળ એવા ગૃહસ્થા પણ હંમેશાં સદુભાવનાનું આલમ્બન લઈ પોતાના ચિત્ત પર અધ્યાત્મની રચના કરી શકે છે. અને આ જ માગે તેઓ પણ દુખપૂર્ણ સંસારથી ટી શકે છે.
આમ અધ્યાત્મને પરિમિત અને સુગમ ઉપદેશ આ પ્રથમ પ્રકરણમાં ભા .