________________
પ્રસ્તાવના
પ્રાણીમાત્રને સુખ જોઈએ છે. એજ દરેકનું પરમ ઇષ્ટ અને પરમ ધ્યેય છે. એને જ સારુ આખું જગતું પિોતપોતાની બુદ્ધિ પ્રમાણે પોતપોતાથી બનતા પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ શું કારણ છે કે દરેકની પ્રવૃત્તિ સુખને સારુ પ્રવર્તમાન છતાં, સુખને માટે દરેકની ભરસક કેશિશ હોવા છતાં જગત્ દુખગ્રસ્ત વિચાર કરતાં માલૂમ પડે છે કે પ્રાણી સુખની પરિભાષાથી જ અનભિજ્ઞ છે. આવી હાલતમાં સાચા માર્ગ કયાંથી લાધે અને ધ્યેય કેમ પાર પડે?
માણસ સમજે છે કે વિવ-ભૌતિક વિષયે સાપડવાચી સુખી થવાય. પણ આ એક ભ્રમ છે. હા, ભૌતિક સાધને પુરતા પ્રમાણમાં સાપડવાથી અમુક હદે જિન્દગીની કેટલીક મુશ્કેલીઓને અન્ત આવી જાય. પણ એટલેથી સુખ પ્રાપ્ય નથી. ભૌતિક સાધનાની સગવડ મળવાથી એક પ્રકારે સુખ અને આનન્દ અનુભવાય છે એ વાત સાચી. પણ તે સુખ ને આનન્દ વાસ્તવિક રીતે ઉપલકીયા અને સ્થળ હોય છે. એ મુખ ને આનન્દ માયાવી અને ક્ષણિક હેય છે. એમાં સાચું સુખ સમાયેલા સમજવું એ ગંભીરમાં ગંભીર ભૂલ થાય છે. સાચા મુરા માટે ભૌતિક સગવડ બસ નથી. હજાર ભોતિક સગવડ હોય છતાં સંસ્કારવર્જિત અનકરણ શાતિવિહીન સ્થિતિમાં હોય છે. તમામ પ્રકારનાં ભોનિક સાધને હાવા છતાં અસંસ્કારી હૃદયમાં ફડફડાટ કાયમ રહે છે. એનું