________________
કૃતજ્ઞતા
શ્રી. સુરેન્દ્રભાઈ લીલાભાઈના આ પુસ્તકમાં પ્રકાશક તરીકેના ચેાગ મહત્ત્વપૂર્ણ છે. તેઓ ત્રણ ભાઈ છે. માય શ્રીમાન્ શેઠ ઉમાભાઈ અને ન્હાના ઈન્દ્રકુમાર. તેમનાં માતાજી શ્રી. મ’જીબા ધર્મારાધનની એક પવિત્ર ભૂત્તિ છે. એ પુણ્યાત્મા માતાજી જેમ શાસનપ્રભાવનાનાં કાર્ય માં હંમેશાં ઉત્સાહપૂર્ણ રસ લે છે, તેમ તેમની સામાજિક વિચારસ`સ્કૃતિ પણ એટલી જ ઉજ્જવળ છે. રાષ્ટ્રભક્તિ પણ તેમની ઉલ્લેખનીય છે. તેમની શ્રીમન્ત સ્થિતિ તેમના શુદ્ધ ખાદી પરિધાનથી વધુ દીપે છે. અને બીજી શ્રીમતી વ્યક્તિઓને શુદ્ધ સાદગીના દાખલા પુરા પાડે છે. પરોપકારવૃત્તિ અને દાનપરાયણતા તેમનાં મશહૂર છે. તેમનું કારુણિક જીવન અનેકાને આશીર્વાદરૂપ થાય છે. સદ્ગત શેઠ લીલાભાઇ રાયચ' ઝવેરીને આ સુપ્રસિદ્ધ યશસ્વી પરિવાર વડાદરા શહેરના અગ્રગણ્ય શ્રેષ્ઠ શ્રીમન્ત ગૃહસ્થા પૈકી છે. વડાદરાની જૈન જનતામાં તેમનું સુખ્ય સ્થાન છે.
વાઈરાના મારા દરેક ચતુર્માસમાં આ સુવિખ્યાત શાસનપ્રભાવક પરિવારે ધમપ્રભાવનાનાં પુણ્ય કાર્યોંમાં પોતાના મહાન ચાગ આપ્યા છે. એટલું જ નહિ, પણ મારા વટાદરા નિવાસ દરમ્યાન સામયિક પ્રચારકાર્યને આગળ ધપાવવામાં એ ધર્માંત્મની માતાજી અનેતેમના પ્રભાવશાલી શાસનભક્ત કુમારાના અસાધારણ ઉત્સાહે જબ્બર કામ મજાવ્યું છે. જે જૈન સમાજ કદી નહિ ભૂલે. ઇતિહાસનાં પૃષ્ઠ પર, એ મહાન પરિવારની એ મહાન્ સેવા સુવર્ણાક્ષરમાં અતિ રહેશે. અને સુધારાના કાર્ય પાછળ ઉત્સાહ, ધગશ અને શ્રમનુ જવલન્ત ઉદાહરણ પુરૂ' પાડશે.
તા. ૨૦-૫૩૪
ન્યાયવિજય
રવિવાર