________________
(૨૪) નથી. તેઓએ જીવનને સાચે આદર્શ ધ્યાન પર લઈ સંસારમાં રહેવા છતાં, સંસાર વ્યવહારમાં એવા લિપ્ત ન થવું જોઈએ કે મનુષ્યજીવન પામ્યાને સાર ન નિકળે. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ તેઓ આત્મવિવેક દાખવી શકે છે અને આધ્યાત્મિક વૃત્તિને પિાવી શકે છે. જેમ જેમ એ વૃત્તિ પિષાય છે, તેમ તેમ ગૃહસ્થાશ્રમની પ્રવૃત્તિમાં આસક્તિ મન્દ પડતી જાય છે અને તેમ તેમ અધ્યાત્મરોગ વધુ ખિલતે જાય છે. આ પ્રમાણે ભાવનાવિભૂષિત, દષ્ટિસમ્પન્ન સંસ્કારી આત્મા ચોગવશાત્ ગૃહવાસ છડી ન શકવાની હાલતમાં પણુ, અગારભૂમિમાં રહ્યો રહ્યો પિતાની આધ્યાત્મિક પ્રગતિ સાધે છે અને જગતને આદરૂપ બને છે.
ચાહે ઉચે ન ચઢી શકાય, પણ આદર્શ તે ઉચે હે જોઈએ. નિમેહ દશા પર ન પહોંચી શકાય, છતાં એ મહાન આદર્શ તે આપણે આપણી દષ્ટિસન્મુખ રાખવા જ જોઈએ. એ આદર્શ ભલે આચરણમાં ન મૂકી શકાય, તે એનું ચિતન, મનન બહુ જરૂરનું છે. એ દિવ્ય માર્ગની, એ ઈશ્વરીય વિભૂતિની ભાવના પ્રિય લાગવી જોઈએ. એ સમ્બન્ધી તત્વજ્ઞાન એ ઉંચામાં ઉચું અને પરમાવશ્યક તત્તવજ્ઞાન છે. એનું અનુશીલન જેટલું કરાશે તેટલે લાભ છે. આત્મા તેટલે હળવે થશે. અને ધીરે ધીરે તેનું વીર્ય પુષ્ટ થતું જશે. એ પ્રકારને સ્વાધ્યાય જેટલા યુષ્ટ થતું જશે, આત્મા તેટલે વીર્યસમ્પન્ન બનતે જશે. અને અન્તતા ગત્વા એનું સુન્દર પરિણામ એ આવશે કે આત્મવીર્યનો પ્રચંડ