________________
પ્રવાઇમ ] अष्टागयोगः।
૧૩ પ્રાણિવધ પાપને હેતુ હાઈ પુણ્યને માટે કે પાપના નાશ માટે કદી થઈ શકે જ નહિ. હલાહલ (વિષ) જે જીવિતને નાશ કરનાર છે તે જીવિતના લાભ માટે કેમ બની શકે!
૧૪
એક કાંટે માત્ર પગમાં લાગવાથી આપણે પીડાઈએ છીએ, તે વધ કરાતા પ્રાણીના દુખની શી કલ્પના કરવી! પોપકાર વિશ્વધર્મ છે. તે હિંસામાં હેય? હિંસા તે પરાકારની પરાકાષ્ઠા!
૧૫ બીજાનું બુરું ચિંતવવામાં પણ હિંસા છે, તે બુરું કરવામાં તે શું પૂછવું? અહિંસાનું વાસ્તવિક તત્વ વિશ્વભરના પ્રાણીઓ સાથે મૈત્રીભાવ અનુભવવામાં છે. અહિંસાનું આ લક્ષણ જે સમજે છે તે જ તત્તવને સમજે છે, તે જ ખરા તત્ત્વવેત્તા છે.
ધર્મનું સાધન અહિંસાના અવસાન પર છે. પછી તે હિંસાથી કેમ થાય! જલજાત કમળ અગ્નિમાંથી કેમ પેદા થઈ શકે..