________________
san
]
अष्टागयोग ।
ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચોગનાં આઠ અંગ છે,
તેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ચમે છે. શૌચ, સોપ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ નિયમ છે.
શરીર અને તદન્તર્વતી આત્મા એ બન્નેને એકાન્ત અભિન્ન માનવામાં આવે તો તે યુક્ત નથી. કેમકે શરીરને નાશ થતાં શરીરધારી (આત્મા)ને પણુ નાશ થવાથી પરલોક કેને ઘટશે?
એજ પ્રમાણે, શરીર અને તદન્તવતી આત્માને એકાન્ત ભેદ માનવ પણ યુક્તિસંગત નથી કેમકે એમ માનીએ તે શરીરને ઈજા પહોંચાડતાં આત્માને વેદના ન થવી જોઈએ. અને અતએ હિંસકને હિંસા કેમ ઘટશે?