________________
સંપાદિત થઈ પ્રગટ થઈ હતી. પરંતુ તે વખતે તેની ટીકા અશુદ્ધ અને ખંડિત થઈ હતી, કારણ કે મૂળ હસ્તપ્રતિ એક જ મળેલી અને જે મળેલ તે ખંડિત અને અશુદ્ધ મળેલી, અને તેના ઉપરથી જ પ્રેસકોપી થયેલી. એટલે બબ જ અપૂર્ણપણે પ્રસિદ્ધ થઈ એમ છતાં સંપાદકશ્રીએ તેને વધુ શુદ્ધ અને વ્યવસ્થિત બનાવવા શક્ય એટલો બધો જ પ્રયત્ન કરેલો ત્યાર પછી ઘણું વરસોના અને તેઓશ્રીને મહારાજશ્રી કીર્તિમુનિજીના સંગ્રહની પ્રતિ મલી. અને તેના આધારે પ્રથમવૃત્તિના ખડિત પાઠોને અખંડ કર્યા અશુદ્ધ પાઠોનું શુદ્ધિકરણ કર્યું. અને એ રીતે ફરી તૈયાર થએલી પ્રેસ કોપી, તેઓશ્રીએ ખૂબ જ ઉદાર ભાવે પ્રકાશન કરવા મને સોંપી અને (પ્રાપ્ત) સંપૂર્ણ અને શુદ્ધ પાઠવાલી આ કૃતિ, પુનર્મુદ્રણને આવશ્યક અને અનિવાર્ય સમજી સંસ્થા તરફથી મુદ્રિત થઈને પુનઃ પ્રકાશિત કરવામા આવી છે - આ પુસ્તકમાં મૂલસ્તુતિઓ અને તેની ટીકા આપવામાં આવી છે. તે ઉપરાંત અજ્ઞાતકર્તક, અવચૂરિ (ક્યાંક ક્યાંક ખડિત) આપવામાં આવી છે. ત્યારપછી “ઐન્દ્રસુતિ” મૂલપાઠ આપ્યો છે. તે ઉપરાંત આવી ચમકમય સ્તુતિઓ અર્થની દ્રષ્ટિએ કિલષ્ટતાવાલી હોવાથી આના તરફ જોઈએ તેવું કોઈનું આકર્ષણ જાગતું નથી જે તેનો અન્વય સહ અર્થ આપવામાં આવે તો વાચકો વધુ પ્રમાણમાં લાભ ઉઠાવે એ હેતુથી આ કૃતિનો સાન્વય હિન્દી અર્થ આપવામાં આવ્યો છે. ગુજરાતી અનુવાદ આપવાની ઇચ્છા પાર પડી નથી શકી.”
અન્તમાં આ ગ્રન્થનું સંપાદન કરતા શાસ્ત્રદષ્ટિ કે મતિદોષથી કઈ વિપરીત અને ક્તના આશયથી વિરુદ્ધ વિધાન કે મુદ્રણ થયું હોય તેની ક્ષમા યાચી, સુધારી લેવા અને જણાવવા વિનંતી છે. વાચકો! આ ગ્રન્થને વધુ ને વધુ સદુપયોગ કરે એ ભાવના સાથે વિરમું છુ.
વિ સ. ૨૦૧૮,
શ્રાવણ માસ વાલકેશ્વર જૈન ઉપાશ્રય, મુબઈ . ]
મુનિ યશોવિજ્ય
anarcocomart
વિપઃ િપરિત્ય
ર્તિ મમતા દ્રિા ત્યાત્ સુમાત્ર,
મુનો નહિ નિર્વિવ જે મમતા જાગી ઉઠે તે વિષય છોડવાથી શું ? કાંચળીનો ત્યાગ કરવા માત્રથી સર્પ કઈ નિવિષ નથી બની જતો અધ્યાત્મસાર]
[શ્રીમદ્દ યશોવિજયજી