SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૪૬ ) લેર કિલ્લાના લેખ.ન. ટપર ઈચ્છાથી સમર્પણ કર્યું કે મંદિરમાં શાસ્ત્રોકત રીતિએ હમેશાં પ્રવૃત્તિ થતી રહે. પછી, સં. ૧૨૪૩ ની સાલમાં, આ દેશના અધિપતિ ચાહમાન (હાણ) શ્રી સમરસિંહ દેવની આજ્ઞાથી ભાં. (ભાગાર-ભંડારી) પાંસુના પુત્ર ભાં. યશવીરે એ મંદિરને સમુદ્વાર કર્યો. - ત્યાર બાદ, સં. ૧૯૫૬ માં જેઠ સુદી ૧૧ ના દિવસે રાજની આજ્ઞાથી શ્રીદેવાચાર્યના શિષ્ય પૂર્ણ દેવસૂરિએ પાર્શ્વનાથદેવના તેરણ આદિની પ્રતિષ્ઠા કરી. શિખરના ઉપર સુવર્ણમય ધ્વજાદંડની થાપના કરી અને તેમાં ધ્વજારોપણ કર્યું. પછી, સં. ૧૨૬૮ માં દીપોત્સવ એટલે દીવાળીના દિવસે, નવીન તૈયાર થએલા પ્રેક્ષામંડપની (જ્યાં આગળ બેસીને લેકે મંદિરમાં થતી કિઓ તથા પૂજાએ વિગેરે જોઈ શકે, તેની), પૂર્ણ દેવસૂરિના શિષ્ય રામચંદ્રસુરિએ, સુવર્ણમય કળસની સ્થાપના સાથે પ્રતિષ્ઠા કરી. ' આ લેખ કેટલીક બાબતે ઉપર વિશેષ પ્રકાશ પાડે છે જેમને ઉલ્લેખ કર અન્ન ઉપયોગી થઈ પડશે. ઐતિહાસિક દૃષ્ટિએ વધારે ધ્યાન ખેંચવા લાયક હકીકત એ છે કે મૂલ પ્રથમ આ મંદિર ગુજરાતના પ્રતાપી અને પ્રસિદ્ધ નૃપતિ કુમારપાલે બંધાવ્યું હતું. કુમારપાલના ચરિતવર્ણન સંબંધી લખાયેલા અનેક ગ્રંથમાં એવા ઉલ્લેખ છે કે તેણે ઠેકાણે ઠેકાણે પિતાના નામના–કુમારવિહાર એવા નામે જૈન મંદિર બંધાવ્યા હતાં. જો કે આ ઉલ્લેખની સત્યતામાં શંકા લાવવાનું જરાએ પણ કારણ નથી છતાં પણ કેટલાકે તરફથી આવી શંકા કરવામાં આવે છે અને ગ્રંથાત ઉલ્લેખ સિવાય બીજી આવા અસંદિગ્ધ પ્રમાણ તરીકે ગણાતા શિલાલેખના ટેકાની પણ ઉક્ત કથનમાં આવશ્યકતા જણાવી, તે ન મળવાથી, ચરિતવણિ હકીકત માટે શકિત નજરે જોવા-લખવાની પ્રવૃત્તિ જણાઈ આવે છે આવી પ્રવૃત્તિનો પ્રતીકારે આ લેખથી થઈ જાય છે. બીજું, કેટલા
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy