________________
ઉપરના લેખો. નં. ૧૩૪ થી ૨૪૮] (૧૫૪)
અવલોકન
-
-
- -
-
- -
- -
કસૂરિનું પણ નામ આવેલું છે. આ ઉપરથી જણાય છે કે એ જણેદ્વાર વખતે, આ આચાર્યો પણ ત્યાં વિદ્યમાન હતા.
: નબર ૧,૬૯-૭૦-૭૨–૭૪-૭૫–૭૬-૭૭-૮૦-૮૩-૮૫-૮૬-૮૮ -૯૦-ર-લ્પ–૯૭––૨૦૦-૦૪-૦૫-૦૭-૦૮–૧૧–૧૩–૧૦–૧૫, અને રરર વાળા (ર૭) લેખે સંવત્ ૧૨૪૫ ના છે. આ લેખે પરથી જણાય છે કે એ વખતે પણ એ મંદિરને ઉદ્ધાર કે પ્રતિષ્ઠા મહત્સવ જેવું કાંઈ વિશેષ કાર્ય થયું હશે. એ લેખમાં મુખ્ય રીતે પ્રવાટ જ્ઞાતીય મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર મડામાત્ય ધનપાલનું નામ આવે છે. એ મહામાત્ય કયા રહેવાસી હતું તે આ લેખે ઉપરથી જાણી શકાતું નથી. હક્તિશાળાની અંદર એના નામને પણ એક હાથી ઉભો છે. ૧૫૭ નબરના લેખમાં જે સંવત્ ૧૨૦૪ ને છે, આનંદ પુત્ર પૃથ્વીપાલ મંત્રીનું નામ છે તે ઘણા ભાગે એ ધનપાલનો પિતા જ પૃથ્વીયાલ હશે. કારણ કે હસ્તિશાળામાં ધનવાલના હાથી સાથે પૃથ્વીપાલ અને આનંદના નામના પણ અકેક હાથી ઉભો છે અને જેના ઉપર એજ ૧૨જ ની સાલ છે. ર૧૩ અને ૧૪ નંબરના લેખો મંત્રી યશવીરના છે, જેનું વર્ણન ઉપર ૧૦૮–૦૯ નંબરના લેખાવકનમાં કરવામાં આવ્યું છે. ૨૧૩ ને લેખ તે ઉકત બંને લેખો જે જ છે. ૧૪ ને લેખ ગદ્યમાં છે અને તેમાં લખેલું છે કેમંત્રી ચાવી પિતાની માતા ઉદયશ્રીના શ્રેયાર્થે તેરણ સહિત દેવકુલિકા બનાવી તેમાં આ પ્રતિમા પધરાવી છે.
આ લેખમાં પ્રતિષ્ઠા કરનાર તરીકે એક તે આરાસનવાળા બહગીય આચાર્ય થશેદેવસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિનું નામ છે, અને
* એ હાથી ઉપરથી સંવતને આંક ભૂંસાઈ ગયો છે પરંતુ પં.. શારીશકર ઓઝાએ તેના ઉપર ૧૨૩૭ ની સાલ વાંચી છે, એમ તેમના “ રાજા સિદ્ધર” (પૃ. ૬૩) ના લખાણથી જણાય છે. -