SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખે. ને, કપ ] ( ૧૨) અવલોકન જગતીમાં–અષ્ટાપદનામના ચિત્યમાં બે ખત્તક કરાવ્યા લાટાપદ્ધિમાં કુમારવિહારની જગતીમાં અજિતનાથનું બિંબ તથા દંડ અને કળસ સહિત દેવકુલિકા કરાવી; આ જ મંદિરમાં અજિતનાથ અને શાંતિનાથનું એમ પ્રતિમાયુગલ કરાવ્યું. અણહિલ્લપુર (પાટણ) ની સમીપમાં આવેલા ચારેપક * ચારૂપ, એ પાટણથી ત્રણ ગાઉ ઉપર આવેલું નાનું સરખું ગામ છે. હાલમાં ત્યાં એક સાધારણ પ્રકારનું મંદિર છે અને તેમાં એક પાર્શ્વનાથની શ્યામવર્ણ મૂર્ત (કે જે સામળાજીના નામે ઓળખાય છે) અને એક બીજી શ્વેતવર્ણની અન્ય પ્રતિમા પ્રતિષ્ઠિત છે. એતિહાસિક ઉલ્લેખો તરફ નજર કરતાં ચારૂપ એ બહુ જૂનું અને પ્રસિદ્ધ તીર્થ સ્થાન જણાય છે. પૂર્વે ત્યાં અનેક મંદિરે હેવાં જોઈએ. પ્રમારિત્રમાં એક સ્થળે, એ સ્થાનના વિષયમાં આ પ્રમાણે ઉલ્લેખ કરેલે દષ્ટિગોચર થાય છે– श्रीकान्तीनगरीसत्कवनेशधावकेण यत् । वारिधेरन्तरायानपात्रेण व्रजता सता ॥ तदधिष्टायकसुरस्तम्भिते वाहने ततः । अर्चितव्यन्तरस्योपदेशेन व्यवहारिणा ॥ तस्या भुवः समाकृष्टा प्रतिमानां त्रयोशितुः । तेपामेका च चाल्पग्रामे तीर्थ प्रतिष्टितम् ॥ अन्या श्रीपत्तने चिञ्चातरोद्ले निवेशिता । अरिष्टनेमिप्रतिमा प्रासादन्तः प्रतिष्टिता ॥ तृतीया स्तंभनग्रामे सेढिकातटिनीतटे । तरुजालान्तरे भूमिमध्ये विनिहितास्ति च ॥ (–મયેવમૂરિઝવ, ૧૨૮–૪૨) આ પ્લેનો ભાવાર્થ એ છે કે-કાંતીનામા નગરીનો રહેવાસી કે ધનેશ નામનો શ્રાવક સમુદ્રમાં મુસાફરી કરતો હતો ત્યારે એક જગ્યાએ તેને વાહણે દેવતાએ તંભિત કરી દીધાં. શ્રાવકે સમુદાધિષિત દેવતાની પૂજા કરી ત્યારે તેણે કહ્યું કે આ સ્થળે ત્રણ જિનપ્રતિમાઓ રહેલી છે તે કટાવીને તું લઈજા. ધને તે પ્રતિમાઓ કઢાવી ને સાથે લીધી. તેમાંની એક તેણે ચારૂપમાં, બીજી પાટણમાં આમલીના ઝાડ નીચે વાળા અરિષ્ટનેમિના મંદિરમાં અને ત્રીજી સેઢી નદીના કાંઠે આવેલા સ્તંભનક ગ્રામમાં એમ ત્રણ સ્થળે પધરાવી. (સ્તંભનક માટે આગળ
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy