SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખ. ન. ૬૩] (૧૦૩) અવલોકન, nnnnnnnnnnnnnn એ મરાઠી ઘરા હોય એમ લાગે છે. અને તેનો અર્થ મોલેશ્વર્થ (Moleswortli) 2407 Ers! ( Candy. ) 11 2136814 ( Dictionary ) Hi દેવાલયના “ ગભારા (ગર્ભાગાર) અથવા “ સભા મંડપની ભીતોને જોડીને બનાવેલી ઉંચી બેઠક” એમ આપે છે. “ તર” નો અર્થ કાઈ પણ શબ્દકેપમાંથી મહને મળ્યો નથી. સંબંધ ઉપરથી તેનો અર્થ “ગાદી ” અગર બેઠક થાય છે. કેટલાંક વિશેષ નામે પ્રાકૃતરૂપમાંજ વપરાયેલા છે. છંદના નિયમને લીધે તેજપાલને બદલે અશ્લિષ્ટરૂપ તેજપાલ વાપરવું પડયું છે. (જુઓ પદ્ય ૫૩) * વાન અને સત્તા શબ્દો માત્ર કેટલાક જૈન લેખમાં જ લેવામાં આવે છે અન્યત્ર દષ્ટિગોચર થતા નથી. તેથી આ શબ્દવાએ વસ્તુઓ સમજવામાં ઘણાખરા વિદ્વાને તો વંચિતજ રહ્યા છે. કેટલાકે પિતાપિતાની કલ્પનાનુસાર વિચિત્ર અને ભ્રાંતિમાન અર્થે કર્યા છે. પરંતુ યથાર્થ અર્થ કેહનામાં જાણવામાં આવ્યો હોય તેમ જણાતું નથી. આ બંને શબ્દ પશ્ચિમ ભારતમાં, પહેલાં લોકભાષામાં પ્રચલિત હતા અને તેમને વાચ્યાર્થ આ પ્રમાણે છે. અલાન (૧) દેવમંદિરના પ્રવેશદ્વારના ઉપરને મંડપ, (૨) વાપી (વાવ)ના મુખ ઉપરનો મંડપ. (૩) કુંડના અગ્ર ભાગના ઉપરનો મંડપ. (૪) રાજદ્વારના સિંહદ્વાર ઉપરનો મંડપ. બલાનક શબ્દના આ પ્રમાણે ચાર અર્થ થાય છે. પાટણના તપાગચ્છના વૃદ્ધ અતિ શ્રીહિમ્મતવિજયજી, જેઓ શિલ્પશાસ્ત્રના એકજ-અદ્રતીય જ્ઞાતા છે તથા જેઓ મંદિર નિર્માણ વિદ્યામાં પૂર્ણ નિપુણ છે, તેમણે આ શબ્દોના ઉપરોક્ત અર્થી જણાવ્યા છે. આ ઉપરથી પ્રસ્તુત લેખમાં જે બલાનક શબ્દ છે તેનો અર્થ મંદિરના આગલા ભાગમાં રહેલા દ્વારની ઉપર મંડપ સમજવાનું છે. વસ્તુપાલ તેજપાલના બીજા અને ક લેખમાં અને ગ્રંથોમાં જણાવેલ છે કે, તેમણે અમુક સ્થાને અમુક મંદિરમાં બલાન કરાવ્યું, તેને અર્થ પણ ઉપર જણાવ્યા પ્રમાણે મંદિરના પ્રવેશદ્વાર ઉપર મંડ૫જ સમજો. ' ખત્તક–તે જેને ગુજરાતીમાં “ગોખલ ' અને રાજપૂતાની ભાષાઓમાં - આળીઓ ” અથવા “તાક” કહેવામાં આવે છે તે છે “ગે ખલે” એ શબ્દને લલભાઈ ગોકળદાસના ગુજરાતી શબ્દ કોષમાં આ પ્રમાણે અર્થે આપેલો છે –“ ગોખલે, ૫૦ હરકોઈ ચીજ મૂકવાને અથવા દેવ વિગેરેને બેસાડવાને દિવાલ-ભીંતમાં જે પિલાણ રાખેલું હોય તે; બારણા વગરનું નાનું તાડું.” આ ઉપરથી જણાશે કે દેવ મત સ્થાપિત કરવા માટે જે હાના અથવા હેટા ગોખલા બનાવાય છે તે ખરફ કહેવાય છે. તેજપાલે પિતાની બીજી સ્ત્રી સુહડાદેવીના પુણ્યાર્થે આજ લૂણસિંહવસહિકામાં
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy