________________
ઉપરના લેખો. નં. ૪૩ ]
(૭૫)
અવલોકન
સ્તવના કરવામાં આવેલી છે. પછી ઉપરના લેખ પ્રમાણે જ ગદ્યભાગ આપેલ છે. પરંતુ, + તંભતીર્થને વેલાકુલ(બંદર)નું વિશેષણ વધારેલું છે. તેમજ લલિતાદેવીને ઠેકાણે લેખકનું નામ અને સમેત શિખરના સ્થાને અષ્ટાપદનું નામ આપવામાં આવ્યું છે. ગદ્ય પછી ૧૩ પદ્ય આપેલાં છે, જે માલધારી નરેન્દ્રસૂરિના રચેલાં છે અને તેમાં વસ્તુપાલના, શૌર્ય, વૈર્ય, દાન, બુદ્ધિ, વિદ્વત્તા, કવિત્વશકિત, કીતિ અને યશ આદિ ગુણે વર્ણવ્યા છે. પ્રશસ્તિ લખનાર અને કોતરનાર એના એ.
એજ મંદિરના ઉત્તર કાર ઉપરની શિલામાં ૩ જો (ચાલુ ન. ૪૦ વાળા) લેખ કેતરે છે. પ્રારંભના શ્લેકમાં, શિવાંગજ નેમિનાથ તીર્થકરની સ્તુતિ કરેલી છે. આમાં છેલા ૧૬ પદ્ય છે અને તે સેમેધરદેવનાજ કરેલાં છે. તેમાં પણ વસ્તુપાલના પૂર્ત, દાન, પરાકમ, યશ, રૂપ અને ઉદારતા આદિ ગુણો વર્ણવ્યા છે. પ્રશસ્તિ લખનાર એને એ. પણ, જેત્રસિંહને બદલે જયંતસિંહ નામ-કે જે બને એકજ છેવાપર્યું છે. તથા તેના પિતાના નામ ઉપરાંત, પિતામહ, પ્રપિતામહુ અને વૃદ્ધમપિતામહનાં, વાલિગ, સહાગિ, અને આનાક; એ નામ વિશેષ આપ્યાં છે. તેમજ પ્રશસ્તિ કતરનાર, હરિમંડપ અને નદીધરનાં મંદિરે કરનાર સેમદેવને પુત્ર બકુલવામસુત પુરૂષોત્તમ છે. તથા છેલી પંક્તિમાં “મહામાત્ય શ્રીવાસ્તુપાલની પી સેખૂકાનું આ ધર્મસ્થાન છે.” એટલું વિશેષ લખ્યું છે.
એજ મંદિરના પશ્ચિમી દ્વાર ઉપર, આ લેખમને ૨ (ચાલુ નં. ૩૯ વાળો) લેખ આવેલ છે. પ્રારંભને લેક કિચિત ખડિત છે
+ મૂળ લેખોની નકલે પ્રથમ નિર્ણસાગર પ્રેસની પહેલી પ્રાણીને લેખમાલામાંથી કરવામાં આવી હતી અને પાછળથી તે પ્રેસમાં આપી દે. વામાં આવેલી દેવાથી આ લેખમાં “માં” રાદ પછી ‘બેર વિરોધ કરી ગઇ છે. કારણ કે, તે પ્રાચીન લેખમાળામાં આપેલું નથી. માટે મળે લેખમાં આ વિશે વધારીને વાંચવાની સૂચના છે.