________________
ઉપક્રમ ૧૪૮ ત્યારબાદ ડેડિણિ-બ્રાહ્મણીએ ત્રીજી પુત્રીને સલાહ આપી કે “બેટી ! તારા પતિ દુરારાધ્ય છે, માટે તારે તેમની આજ્ઞાનું બરાબર પાલન કરવું અને ખૂબજ સાવધાનીપૂર્વક તેમની સેવા કરવી.
આ રીતે બ્રાહ્મણીએ જમાઈઓના અભિપ્રાયને ઉપર દર્શાવેલી યુક્તિવડે જાણી લીધા.
હવે પરનો ભાવ જાણવાને સમર્થ એવી વિલાસવતીનામક ગણિકાનુ દ્રષ્ટાંત આપે છે– એક નગરમાં કોઈએક ગણિકા રહેતી હતી. તે ૬૪ કળાઓમાં નિપુણ હતી તેણે પરનો અભિપ્રાય જાણવા આ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી તેણે પિતાના રતિભવનની ભીંત પર જુદાજુદા પ્રકારની ક્રિયાઓ કરતા વિવિધ જાતિના પુરૂના ચિત્રો દોરાવ્યાં હતાં. જે પુરૂષ ત્યાં આવતે, તે પોતાના જાતિચિત ચિત્રનું નિરીક્ષણ કરવામાં તન્મય થઇ જતે તેના આ પ્રકારના વર્તનથી તેની જાતિ, સ્વભાવ, રુચિ આદિને વિલાસવતી સમજી જતી હતી અને તે પુરુષની સાથે તેની જાતિરુચિને એગ્ય વતવ બતાવીને તેને સકારાદિદ્વારા ખુશખુશ કરી નાખતી. તેના વર્તાવ આદિથી ખુશ થઈને તેને ત્યાં જનાર પુરૂષ ખૂબ ધન આપીને સંતોષ પ્રગટ કરતાં
અમાત્ય કેવી રીતે પરના અભિપ્રાયને જાણ લેતે તેનું દ્રષ્ટાંત આપે છે– કેઈ એક નગરમાં ભદ્રબાહુરાજા રાજ્ય કરતો હતો. તેને સુશીલ નામે અમાત્ય હતું. તે પરના અભિપ્રાયને જાણવામાં નિપુણ હતું. એક દિવસ રાજા અમાત્ય સાથે અકિડા કરવા નગર બહાર ગયે. ચાલતાં-ચાલતાં માર્ગમાં કોઈ એક પડતર પ્રદેશ પર ઉભા રહી ઘોડાએ લઘુશંકા કરી તે મૂત્ર સૂકાઈ ન જતા ત્યા જમીનપરજ એમને એમ પડયુ રહ્યું રાજા અને અમાત્ય તેજ રસ્તેથી ડીવાર પછી પાછા ફર્યા. તે પડતર જમીનપર ઘોડાના મૂત્રને વિના સૂકાયેલું જોઈને રાજાના મનમાં વિચાર આવ્યો- જે આ જગ્યાએ તળાવ ખોદાવવામાં આવે, તે તે તળાવ કાયમ અગાધ જળથી ભરપૂર રહેશે. તેનું પાણી સૂકાશે નહીં. આ પ્રકારને વિચાર કરતાં-કરતાં રાજા ભૂમિભાગ તરફ ઘણીવાર સુધી તાકી રહ્યો. ત્યારબાદ રાજા અમાત્ય સાથે રાજમહેલ તરફ ચાલ્યા ગયા.
તે ચતુર અમાત્ય રાજાના મને ગત ભાવને બરાબર સમજી ગયે તેણે રાજાને પૂછળ્યા વિનાજ તે જગ્યાએ એક વિશાળતલાવ ખેદાવ્યું. અને તેના કિનારે વિવિધ પ્રકારનાં અને વિવિધઋતુઓના ફળ-ફૂલથી સંપન્નવૃક્ષો રોપાવી દીધા. ત્યારબાદ રાજા ફરી કઈવાર અમાત્ય સાથે તે જ રસ્તેથી ફરવા નીકળે. પેલી જગ્યાએ વૃક્ષોના ઝુંડેથી સુશોભિત જળાશયને જોઈ રાજાએ અમાત્યને પૂછયું – અરે ! આ રમણીય જળાશય કે બંધાયું છે ? અમાત્યે જવાબ આપે– મહારાજ ! આપેજ બંધાવ્યું છે. ત્યારે રાજાને આશ્ચર્ય થયું અને અમાત્યને કહ્યું–“આ જળાશય શું એ બધાવ્યું છે? જળાશય બંધાવવાને કઈ આદેશ કર્યાનું મને યાદ નથી.” અમાત્યે ખુલશે કર્યો કે – “મહારાજ ! ઘણું સમય સુધી મૂત્રને સૂકાયા વિનાનું જોઈને આપે અહીં જળાશય બંધાવવાને વિચાર કરેલ. આપના આ મને ગત વિચારને મે, તમે જે દૃષ્ટિથી મૂત્રને નિરખી રહ્યાં હતાં તે દૃષ્ટિ દ્વારા જાણ અહીં જળાશય બંધાવ્યું છે. પરના ચિત્તને સમજવાની અમાત્યની શક્તિ જોઈ રાજા ઘણે હર્ષિત થયે અને તેની પ્રશંસા કરવા લાગ્યા.
આ ત્રણે ભાવપક્રમના દ્રષ્ટાંતો છે. આ ભાવપક્રમમાં સંસારરૂપ ફલજનતાને સદ્ભાવ હોવાથી તેમને અપ્રશસ્ત કહેવામાં આવેલ છે.