________________
અનુગાર
૧૭ “ '. કોઈ એક ગામમાં ડોડિણિ નામની બ્રાહ્મણ રહેતી હતી. તેને ત્રણ પુત્રીઓ હતી. ત્રણે પુત્રીઓના વિવાહ બાદ તેને વિચાર આવ્યો કે ત્રણે જમાઈઓને અભિપ્રાય-સ્વભાવ જાણી લઈને મારે મારી પુત્રીઓને એવા પ્રકારની શિક્ષા આપવી જોઈએ કે તે શિક્ષાને અનુરૂપ જીવન જીવીને તેઓ પિતાના જીવનને સુખી બનાવી શકે. આ પ્રકારને વિચાર કરીને તેણે પિતાની ત્રણે પુત્રીઓને બોલાવીને સલાહ આપી—
“આજે જ્યારે તમારા પતિ તમારા શયનખંડમાં આવે ત્યારે તમારે કોઈ કલ્પિતદોષ બતાવીને તેમના મસ્તક પર લાત મેરવી, ત્યારે પ્રતિકારરૂપે જો તમને જે કંઈ કહે, અથવા જે કંઈ કરે, તે મને સવારમાં કહેવાનું છે
તે ત્રણે પુત્રીઓએ માતાની સલાહ પ્રમાણે જ કર્યું– તેઓ પિતપોતાના પતિની પ્રતીક્ષા કરવા લાગી. સૌથી મોટી પુત્રીને પતિ જ્યારે શયનખંડમાં આવ્યું, ત્યારે તેણે તેનાપર કેઈદષનુ આપણું કરીને તેના મસ્તક પર એક લગાવી દીધી. લાત ખાતાની સાથે જ તેના પતિએ તેને પગ પકડીને તેને આપ્રમાણે કહ્યું – “પ્રિયે ! પથ્થરથી પણ કઠોર એવા મારા મસ્તકપર તમે કેતકીના પુષ્પસમાન કમળ પગવડે જે લાત મારી છે તેને લીધે તમારે નાજુકચરણ દુખવા માડો હશે.” આ પ્રમાણે કહી તેણે તેને તે પગને દાબવા માંડ્યો, બીજે દિવસે મોટી પુત્રીએ સમસ્ત વાત માતાને કહી સંભળાવી. તે સાભળી ડોડિણિબ્રહ્મણીને ઘણજ આનંદ થયે. જમાઈના આવા વર્તનથી તે તેના સ્વભાવને સમજી ગઈ. તેણે મારી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી “તું તારા ઘરમાં જે કરવા ધારે તે કરી શકીશ, કારણ કે તારા પતિના આ વ્યવહારથી એવું લાગે છે કે તે તારી આજ્ઞાને આધીન રહેશે.
બીજી પુત્રીએ પણ પતિની સાથે એજ વર્તાવ કયો– જેવો તે શયનખંડમાં પ્રવેશ્યો કે તરતજ કેઈ દોષનું આરોપણ કરીને તેણે તેના મસ્તક પર એક લાત લગાવી દીધી. ત્યારે તેના પતિને શેડો રેષ ઉપજો. તેણે પોતાનો રોષ માત્ર શબ્દદ્વારા પ્રગટ કર્યો– “મારી સાથે તે જે વર્તાવ કર્યો છે, તે કુળવધૂઓને યેગ્ય વર્તાવ ન ગણાય તારે અ વુ કરવું જોઈએ નહીં ” આ પ્રમાણે કહીને તે શાત થઈ ગયો પ્રાત કાળે બીજી પુત્રીએ પણ આ બધી વાત માતાને સંભળાવી માતાએ સ તેષ પામી તેને આ પ્રમાણે કહ્યું –“બેટી! તુ પણ તારા ઘરમાં તારી ઈચ્છા પ્રમાણે વર્તાવ કરી શકે છે તારા પતિનો સ્વભાવ એવો છે કે તે ગમે તેટલે રુષ્ટ થયું હોય તે પણ ક્ષણમાત્રમાં તુષ્ટ થઈ જાય એવો છે”
ત્રીજી પુત્રીએ પણ કેઈ દેશનું આરોપણ કરીને તેના પતિના મસ્તાર લાત લગાવી દીધી ત્યારે તેના ક્રોધનો પારો પણ ઘણે ઉંચે ચડી ગયો, તેની આંખે ક્રોધથી લાલ થઈ ગઈ અને તેણે તેને આ પ્રમાણે કહ્યું – “અરે નીચ કુલકન્યાએ ન કરવા યોગ્ય આ પ્રકારનું કાર્ય તે શામાટે કર્યું ? આ પ્રમાણે હી તેણે તેને મારીમારીને ઘરમાથી ધક્કો મારી બહાર કાઢી મૂકી ત્યારે તે પુત્રી તેની માતા પાસે ગઈ અને સર્વ હકીક્ત કહી સંભળાવી પુત્રીની વાતદ્વારા બ્રાહ્મણીને ત્રીજી પુત્રીના પતિના સ્વભાવને ખ્યાલ આવી ગયે તુરત જ તે પુત્રીના પતિ પાસે ગઈ અને મીઠી વાણી દ્વારા તેના ક્રોધને શાંત પાડવાનો પ્રયત્ન કરવા લાગી તેણે તેને આ પ્રમાણે કહ્યું – જમાઈરાજ ! અમારા કુળમાં સુહાગરાતે પ્રથમ સમાગમ વખતે પતિના મસ્તક પર ચરણપ્રહાર કરવાને આચાર ચાલ્યો આવે છે તે કારણે મારી પુત્રીએ તમારી સાથે એવો વ્યવહાર કર્યો છે, દુષ્ટતાને કારણે એવું કર્યું નથી, માટે આપે ક્રોધ છેડી તેના વર્તનમાટે તેને માફી આપવી જોઈએ સાસુના વચનથી તેને ગુસ્સો ઉતરી ગયે