________________
૧૧૧
નંદીસૂત્ર
આચાર્યે વિચાર્યું કે આ વમુનિ શ્રતધર છે તેને નાના સમજી અન્ય કે મુનિ તેની અવજ્ઞા ન કરે તે માટે પોતે ત્યાંથી વિહાર કર્યો. આચાયે વાચના દેવાનું કાર્ય વજમુનિને સોપ્યું. અન્ય સાધુ વિનયપૂર્વક વાચના લેવા લાગ્યા. વમુનિ આગમ ના સૂક્ષ્મ રહસ્યને એવી રીતે સમજાવતા કે મંદબુદ્ધિવાળા પણ તત્વાર્થને સુગમતાથી હäગમ કરી લેતા પહેલા વાંચેલ શાસ્ત્રોમાં જે કાંઈ શંકાઓ હતી તેને પણ મુનિએ વિસ્તારથી વ્યાખ્યા કરી સમજાવી. સાધુઓના મનમાં વજમુનિ પ્રત્યે અગાધ શ્રદ્ધા ભકિત ઉત્પન્ન થઈ. થોડો સમય અન્યત્ર વિચરણ કરીને આચાર્ય પુનઃ તે સ્થાન પર પધાર્યા. આચાર્યો વમુનિની વાચનાના વિષયમાં સાધુઓને પૂછ્યું મુનિઓ બોલ્યા- “આચાર્ય દેવ! અમારી શાસ વાચન સારી રીતે ચાલી રહી છે. આચાર્ય બેલ્યા, “તમારુ કથન બરાબર છે. વજમુનિ પ્રતિ તમારે સદ્ભાવ અને વિનય પ્રશંસનીય છે. મેં પણ વજામુનિનુ મહાભ્ય સમજાવવા વાચનાનું કાર્ય સોંપ્યું હતું” વમુનિનું સંપૂર્ણ શ્રુતજ્ઞાન ગુરુથી આપેલ નહિ. પણ સાંભળવા માત્રથી થયુ હતું. ગુરુમુખથી ગ્રહણ કર્યા વગર કઈ વાચના ગુરુ બની ન શકે આથી ગુરુએ પોતાનું સંપૂર્ણ જ્ઞાન વજમુનિએ શીખવાડયું.
ગ્રામાનુગ્રામ વિહાર કરતા એક સમયે આચાર્ય દશપુર નગરમાં પધાર્યા. તે સમયે આચાર્ય ભદ્રગુપ્ત વૃદ્ધાવસ્થાને કારણે અવન્તી નગરીમાં સ્થિરવાસી હતા આચાર્ય બે મુનિઓ સાથે વજમુનિને તેમની સેવામાં મોકલ્યા વમનિ એ તેમની સેવામાં રહીને દશપૂર્વેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. મુનિવજીને આચાર્ય પદ પર સ્થાપી અનશનકરી આચાર્ય સિંહગિરિ સ્વર્ગવાસ પામ્યા,
આચાર્ય શ્રી વજુબાહુ ગ્રામાનુગ્રામ વિચરી ધર્મોપદેશ દ્વારા જનકલ્યાણમાં સંલગ્ન થઈ ગયા. સુંદર સ્વરૂપ, શાસ્ત્રીય જ્ઞાન, વિવિધ લબ્ધિઓ અને આચાર્યની અનેક વિશેષતાઓથી આચાર્ય વજન પ્રભાવ દિગિન્તરમા ફેલાયો. લાંબા સમય સુધી સંયમની આરાધના કરી અનશન કરી દેવલોકમાં પધાર્યા. વજનિનો જન્મ વિક્રમ સંવત ૨૬ મા થયેલ હતું અને સ વત ૧૧૪ મા સ્વર્ગવાસ થયે તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું. વજમુનિએ બાળપણમાં જ માતાના પ્રેમની ઉપેક્ષા કરી સંઘનું બહુમાન કર્યું. આમ કરવાથી માતાને મોહ પણ દુર થયો અને પોતે દીક્ષા લઈ શાસનની પ્રભાવના કરી. આ વજમુનિ પારિણુમિકી બુદ્ધિ હતી.
[૧૬] ચરણાહત - એક રાજા તરુણ હતો. એકવાર તરુણ સેવકએ આવી પ્રાર્થના કરી“દેવ ! તમે તરુણ છે. તેથી તમારી સેવામાં નવયુવકો હોવા જોઈએ તે તમારા દરેક કાર્ય મ્યતાપૂર્વક કરશે વૃદ્ધ કાર્યકર્તાઓ અવસ્થાને કારણે કાર્ય બરાબર કરી શક્તા નથી વૃદ્ધો તમારી સેવામાં શેભતા નથી
આ વાત સાંભળી નવયુવકોની બુદ્ધિની પરીક્ષા કરવા રાજાએ પૂછયું- “જે કોઈ મારા માથા પર પગથી પ્રહાર કરે તો તેને શ દડ મળવો જોઈએ?’ નવયુવકો એ જવાબ આપ્યો- “મહારાજ એવા નીચ માણસના તલ તલ જેવડા ટૂકડા કરી મારી નાખવો જોઈએ” રાજાએ વૃદ્ધોને પણ આ પ્રશ્ન પૂછે ઉદ્ધોએ જવાબ આપે- “દેવ ! અમે વિચારીને તેને જવાબ આપશું ? વૃદ્ધો એકત્રિત થઈ વિચારવા લાગ્યા– રાજાના માથા પર રાણી સિવાય કોણ પગથી પ્રહાર કરી શકે ? રાણીતો વિશેષ સન્માન કરવા યોગ્ય છે. આમ વિચારી રાજા પાસે આવ્યાં અને કહ્યું – “મહારાજ ! જે વ્યક્તિ તમારા માથા પર પ્રહાર કરે તેને વિશેષ આદર આપી વસ્ત્રાભૂષણથી સન્માનિત કરવી જોઈએ.” વૃદ્ધોનો જવાબ સાભળી