________________
નદીસૂત્ર હળ ચલાવ્યું. કાર્ય સમાપ્ત થઈ જવં૫ર મિત્રના વાડામા બળદેને છોડી દીધા તે સમયે મિત્ર ભજન કરતો હતો. તેથી તે તેની પાસે ન ગયે. જ્યારે તે બળદોને વાડામાં છે ડને હતો ત્યારે મિત્રનું તેનાતરફ ધ્યાન હતું, તેથી તે પુણ્યહીને તેને કાંઈ સૂચન ન કર્યું અને પિતાને ઘેર ચાલ્યા ગયે બળદે બાંધેલ ન હેવાથી વાડાની બહાર નીકળી કયાક ચાલ્યા ગયા અને ચેર તેને પડી ગયા બળદોને વાડામાં ન જોતા મિત્ર પુણ્યહીન પાસે જઈ બળદ માગવા લાગ્યો. પરંતુ તે કેવી રીતે આપે ત્યારે મિત્ર તેને રાજકુળમાં લઈ જવા લાગ્યા
જ્યારે તે બન્ને જઈ રહ્યા હતા ત્યારે સામેથી એક ઘોડેસવાર આવતો દેખાણે ઘોડે તેને જોઈને ભડકી ગયે અને સવારને પછાડી ભાગવા લાગે ત્યારે સવારે કહ્યું –ઘોડાને દડા મારીને રેકી રાખો, પુણ્યડીને આ સાભળ્યુ અને દડે જોરથી માયે કે ઘોડાના મર્મસ્થલપર વાગત ઘેડે મરી ગયે આ જોઈ ઘોડાના સ્વામીએ તેને પકડી લીધો અને તે પણ રાજકુલમાં સાથે જવા લાગે.
જ્યારે તેઓ નગર પાસે પહોંચ્યા ત્યારે રાજસભા પૂર્ણ થઈ ગઈ હતી, સૂર્ય અસ્ત થઈ ગયા હતો તથા નગરના દ્વાર પણ બંધ થઈ ગયા હતા તેઓ નગરની બહાર વિશ્રામ માટે રોકાઈ ગયા નગરની બહાર ઘણું નટો સૂતા હતા ત્યા તેઓ પણ સુઈ ગયા” પુણ્યહીન વિચારવા લાગ્યું કે મર્યાવગર આ આપત્તિઓથી છુટકારો નહી થાય માટે ગળે ફાસો ખાઈ મરી જવું જોઈએ આમ વિચારીને ગળામાં ફાસે નાખી વૃક્ષની ડાળ પર લટકવા લાગ્યો જે ગળામાં ફાસો નાખ્યો તેવો તે વસ્ત્ર જીર્ણ હોવાથી ટૂટી ગયો અને પૂણ્યહીન નટો ના મુખ્ય સરદાર પર પડ્યો અને સરદાર મરી ગયે નટો એ તેને પકડી લીધો અને સવારે બધા તેને લઈ રાજસભામા ચાલ્યા.
રાજા પાસે જઈને બધાએ પોતપોતાની ફરિયાદ નોંધાવી ત્યારે રાજાએ પુણ્યહીનને પુછ્યું તેણે પણ નિરાશ થઈને કહ્યું – દેવ ! આ લેકે જે કહે છે તે સત્યજ છે આ સાભળી રાજાને તેના પર દયા આવી ગઈ અને કહેવા લાગે - ભાઈ ! આ પુણ્યહીન તારા બળદોને આપી દેશે પણ પહેલા તારી આખો કાઢી લેશે કારણ કે તે તે ત્યારેજ મુક્ત થઈ ગયો હતો કે જ્યારે તારી આખોએ તેણે વાડામા બળદો છેડતા જોયા હતા જે તે તારી આંખેથી આ જોયુ ન હતા તે તે પણ ઘરે ન જાત
ઘેડાના સ્વામીને બેલાવી કહ્યું- આ પુણ્યહીન તમને ઘોડે આપી દેશે પણ પહેલા તમારી જીભ કાપી લેશે કારણ કે જ્યારે તમારી જીભે “દડથી મારવાનુ” કહ્યું ત્યારે જ તેણે ઘેડાને માર્યું છે. આ યાને ન્યાય કે તારી જીભ બચી જાય અને આ ગરીબને દડ મળે
પછી રાજાએ નટોને બોલાવ્યા અને કહ્યું- આ ગરીબ પાસે શું છે કે તે તમને આપે ? હા ! એટલુ કરી શકીએ છીએ કે આ પુણ્યહીનને વૃક્ષનીચે સુવડાવીએ અને જે રીતે તેને ગળામા ફાસો નાખ્યો હતે તેજ રીતે તમારે તેના ગળામાં ફાસો નાખી તેના પર પડે આ નિર્ણય સાભળી બધાએ પૂણ્યહીન ને છોડી દીધે આ રાજાની વૈયિક બુધિનું ઉદાહરણ છે
પરિશિષ્ટ “ઘ” – કર્મ બુદ્ધિના ઉદાહરણ :– (૧) હેરક સુવર્ણકાર ની સેનાની પરીક્ષા કરતા-કરતે એ નિષ્ણાત થઈ જાય છે કે અધિકારમાં પણ હાથના સ્પર્શમાત્રથી તેના પર આદિની સારી રીતે પરીક્ષા કરી લે છે.