________________
વચ્ચેના સકાઓમાં રાજકીય અસ્થિરતાને અગે સામાજીક વ્યવસ્થા પણ ઘણી ડામાડોળ થઈ ગઈ. જ્યાં પુરૂષોને જ પુર્ણ સ્વતંત્રતા ન હતી, ત્યા સ્ત્રી સ્વાતંત્રયની તો વાત જ ક્યા ? પરંતુ પૃથ્વી સદાયે “બહુ રત્ના વસુધરા” રહી છે અને તેમાયે ભારતવર્ષની ભુમિએ જેટલા સ તોની શૂરવીરોની ભેટ આપી છે તેટલી બીજા કોઈ દેશોને ભાગ્યે જ મળી હશે
કોઈપણ રીત, રિવાજ પ્રથા સારી યા ખરાબ તેને ઉખેડીને નવા વિચાર યા આચારને સ્થાપિત કરવા હોય, ત્યારે ઘણાં માનસિક બળની અને નૈતિક હિંમતની જરૂર હોય છે નૈતિક હિંમતના અભાવે દુનિયા હમેશા નવી વસ્તુને એકવાર તો ઘેલછા સમજીને ઉપહાસ કરી ઉડાવી દેવા પ્રયત્ન કરે છે. પરંતુ દ્રઢતાના સિંચને સિચાયેલ વ્યક્તિ જ અડોલ અને એક પ રહે છે.
ઝાસીની રાણીએ દેખાડી આપ્યું કે સ્ત્રીએ કયાયે શારિરીક અથવા બુદ્ધિબળમાં પુરૂષથી ઉતરતી નથી કુદરતે તે બાબતમાં પક્ષપાત કર્યો નથી માનવ સમાજની વ્યવસ્થાએ અમૂક ક્ષેત્રથી સ્ત્રીઓને વંચિત રાખી બુદ્ધિહીન દેખાડવાનો પ્રયાસ કર્યો હતો
અત્યારે સ્ત્રીઓ ઘણા ક્ષેત્રે સમાનતા ભોગવી રહી છે સ્ત્રીઓનું સ્થાન ઘણું ઊંચુ આવ્યુ છે. દરેક સ્ત્રીએ સ્વમાનતાપૂર્વક જ જીવવું જોઈએ પરંતુ કયારેક લાગે છે કે વિચારરૂપી વલોણામાથી નીતરેલું આ નવનીત નથી ઉપરના ફીણ પરપોટા જેવું છે.
દરેક ક્ષેત્રની, વાતાવરણની, વ્યક્તિની મર્યાદા હોય છે વિચારપૂર્વક તેને સમજીને, અનકળ બનીને જે આગળ વધે છે, તે જ ધ્યેયને પામી શકે છે આ ળી દોટમાં ક્યારેક ગય ડી પડવાનો ભય છે અનેક બલિદાનોના પવિત્ર પાયા ઉપર ચણાયેલી આ ઇમારતમાથી આપણે મહેલ બનાવવો જ છે વા, વ ટોળા સામે યુગ, યુગાન્તર સુધી અણનમ રહે તેવો અને તે માટે દોટ નહિ પણ સ્થિર પગલાની અતિ આવશ્યકતા છે
આ સ્થિર પગલાં અહિસા અનેકાન્તવાદ અને અપરિગ્રહના સિદ્ધાંતો દ્વારા જ માડી શકાશે સમાજવાદ, સામ્યવાદ કોઈ પણ વાદ દ્વારા વ્યક્તિની શક્તિઓને રૂંધીને સમાનતા લાવી શકાય નહિ
પ્રભુએ સમાજવાદનુ નીરૂપણ કરી તેનું હાર્દ ખૂબજ સરસ રીતે સમજાવ્યું છે વ્યકિતની શકિતઓને રૂંધીને નહિ, પણ તેને ખીલવીને તેના વડે ભાવનાઓને ઉદ્દાત બનાવી છે અહિંસા અપરિગ્રહનો અર્થ નિષ્કિયતા નથી. અસત્ આચરણ લાચાર બની જોયા કરો નહિ જ્યારે જરૂર હોય, ત્યારે ખમીરવ તા બની ખડા થઈ જાવ ગાધીજી આ અહિંસાના સિદ્ધાતને બરાબર સમજ્યા હતા અને તેથી જ અહિંસા દ્વારા આટલી મોટી સિદ્ધિ હાસલ થઈ, અપરિગ્રહના નામે નિષ્ક્રિયતાને અપનાવો નહિ ન્યાયના માર્ગે તમારી શકિતઓને ખીલવી તેના દ્વારા મેળવેલું આસકિત ભાવ વગર જરૂરિયાત પુરતું રાખી, બાકીનુ જેનામાં તે શકિત નથી, તેને વહેચી દે. તેથી ઉત્પાદન ઘટતું નથી અને આપોઆપ જ દરેકની જરૂરિયાત જળવાઈ જાય છે