________________
આમ છતાં, આ કાર્યનાં મૂળ યોજક તો સાધ્વી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી જ ગણાય. કાર્ય કરવાનો મુખ્ય યશ તેમને ફાળે જ જાય – જવો જોઈએ. અને એ રીતે, વાજબી રીતે જ, આના સંપાદિકા તરીકે અહીં તેમનું નામ જોડવામાં આવ્યું છે. એમને પણ પ્રાકૃત ભાષાના સઘન અભ્યાસ બદલ તથા આવી મહત્ત્વપૂર્ણ કૃતિનું સંપાદનકાર્ય સુંદર રીતે કરી આપવા બદલ હૃદયપૂર્વક અભિનન્દન આપું છું.
ગ્રંથની સંપાદનપદ્ધતિ વિષે અને ઉપયુક્ત પ્રતિઓ વિષે વિગતવાર વાત મુનિ રૈલોક્યમંડનવિજયજીએ “સંપાદનપદ્ધતિ વિષયક પોતાના અવતરણલેખમાં કરી છે, એટલે તે વાતોનું પુનરાવર્તન અહીં કરવું જરૂરી નથી.
અમારા મુનિગણને કલિકાલસર્વજ્ઞ જેવા મહાપુરુષોની આવી ભક્તિ કરવાનો અવસર વારંવાર મળતો જ રહો તેવી અભિલાષા પ્રગટ કરતો વિરમું છું.
– શીલચન્દ્રવિજય
સં. ૨૦૬૮ શ્રાવણી પૂર્ણિમા - ભાવનગર