________________
१४
અભ્યાસીઓ ઘાટા અક્ષરોની મદદથી સૂત્ર અને અન્ય શબ્દોને જુદા સમજી શકશે. અને આ સૂત્રોનાં સ્થાન પરિશિષ્ટોના આધારે જાણી શકશે. મૂળ પ્રયોગો પણ ઘાટા અક્ષરે છાપ્યા છે. સૂત્ર અને એ સૂત્રથી થતું કાર્ય બને છૂટા પાડવા વચ્ચે – દોરી છે (T૦ - ગ7) અને પરિવર્તન દર્શાવવા પ્રયોજયો છે. ( > રૂ) લિંગાનુશાસનના શ્લોક ક્રમાંક, ન્યાય ક્રમાંક, ઉણાદિસૂત્ર ક્રમાંક વગેરે પણ નોંધ્યા છે. ટિપ્પણીઓમાં જે ટિપ્પણો ()માં મૂકી છે તે કેટલીક વાતોના સ્પષ્ટીકરણ માટે અથવા પ્રક્રિયાસંગતિ માટે સંપાદક તરફથી ઉમેરાઈ છે.
અંતે, ગ્રંથકારની વિદ્યાર્થીને પ્રાકૃતભાષાના – પ્રાકૃતવ્યાકરણના અભ્યાસમાં સહાય કરવાની જે અભીપ્સા હતી, તેને અનુરૂપ સંપાદન કરવાનો યથામતિ પ્રયત્ન કર્યો છે. તેમાં જે ક્ષતિઓ રહી છે તે વિદ્વાનો સૂચવશે અને વિદ્યાર્થીઓ આનો મહત્તમ લાભ ઉઠાવશે તેવી આશા સાથે...
આ.શ્રી વિજયશીલચંદ્રસૂરિશિષ્ય
મુનિ સૈલોક્યમંડનવિજય