________________
ગં
રૂ].
जैन तत्त्वचर्चा
[ 33
૩. જૈન જ્યોતિષના બે સૂત્રો અને કેટલાક ગ્રંથ છે. પણ તે ઉપરથી ગણિત કરી શહણાદિ વતી શકાતા નથી ! તેમ હાલના ૫. ખડ-૧ એશિયા, ૨ યુરોપ, ૩ આફ્રિકા, ૪ ઓસ્ટ્રેલીયા અને ૫ અમેરીકા એ છે તો તેમાં સૂત્રમાં કહેલથી વધારે થાય છે તેનું કેમ ?
૪. શ્રી મહાવીર પ્રભુ ચિત્ર સુદી ૧૩ ના જમ્યા અને કાર્તિકની અમાસે (પુનમીઆ મહીના પ્રમાણે આસોની અમાસે ) મેલે પધાર્યા તે ૭૨ વર્ષ પૂરાં કેમ થાય ? અને તે વખતે જૈન પંચાગની ગણત્રી શી હતી?
૫. જૈનાગની ભાષા કેટલી પ્રાચીન છે તેનું નિર્ણય ભાષાશાસ્ત્રાધારે અતિ બારીક રીત્યા થવું જોઈએ. તેમ જૈન નિગમો અને ચાર વેદે તથા દિગબરના મૂલ પુરત-ધવલ, જયધવલ અને મહાધવલનું પણ નિર્ણય થવું એટલું જ જરૂરનું છે.
૬. ચંદ્રની ચાલ કરતાં ગ્રહની ચાલ ઉતાવેલી છે, તે પછી નિત્યરાડુ ચંદ્ર સાથે હમેશ રહી એક એક કલા કેમ દબાવી શકે ? અને ચંદ્ર તથા સૂર્યના વિમાનથી ગ્રહના વિમાન અર્ધા છે તો ખગ્રાસ ગ્રહણ કેમ થાય ? નાનો પદાર્થ મોટાને સંપૂર્ણ આચ્છાદી ન શકે.
૭. શ્રીભદ્રબાહુ સ્વામી વિષે “જૈન સિદ્ધાત ભાસ્કરમાં જે સપ્રમાણ શિલાલેખો યુક્ત પુરાવા છે, તેવા કે તેનાથી અધિક સબલ પુરાવા આપણા (તાંબરોનાં) છે ખરા ? હેય તે અંધારામાં રાખવાનું શું કારણ છે?
-લિ મુનિ, કચ્છી. નોટ–આપણાથી દક્ષિણમાં રહેનારા લોકોને સુર્ય હમેશ ઉત્તરમાં રહે છે. તે આસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરીકાના અમુક અમુક ભાગ છે. અને જેઓને ઉલંગીને સૂર્ય ઉત્તરમાં જતો જ નથી એટલે જેને સદાએ સૂર્ય દક્ષિણાયન રહે છે તે એશિયા ખંડ, યુરોપ અને અમેરીકાના અમુક ભાગો છે કે જે નકશામાં જોવાથી સમજાશે. આટલો ખુલાસો પ્રો. રવજી દેવરાજના પ્રશ્નોને અંગે છે.
• આ પ્રશ્નોના ઉત્તરો જે કોઈ વિધાન વિચારપૂર્વક લખી મોકલશે તે તે આદરપૂર્વક પ્રકટ કરવામાં આવશે–સંપાદક,
પંન્યાસ પદ. આજકાલ જેવી રીતે ઉપન્યાસ' પદારૂ એક સામાન્ય સાધુ પણ બીજા સાધુને પન્યાસ પદ અર્પણ કરે છે તેવી રીતે પ્રાચીન કાલમાં નહોતું થતું. પન્યાસ પદ અર્પણ કરવાનો અધિકાર આચાર્યને જ હોય એમ પ્રાચીન ઉલ્લેખથી જણાય છે. “પંન્યાસ” એ પદને ખરો અર્થ “પંડિત’ છે. “પંડિત પદ કરતાં “પંન્યાસ’નું કોઈ જુદું પદ નથી. પૂર્વ કાલમાં જે સાધુઓ બહુમત થતા તેમને ગાધિપતિ તરફથી પડિત’ પદ પ્રદાન કરવામાં આવતું. પંડિત પદ પછી જે વધારે યોગ્યતા વધતી તે પછી ઉપાધ્યાયની પદવી અપાતી અને તેનાથી પણ જે અધિક યોગ્યતા પ્રાપ્ત થતી તે છેવટે આચાર્ય પદે અભિષેક થતો સોનમાર, Tખરત્નાકર, હીર મારા અને વિજ્ઞાાારિત આદિ કાવ્યમાં અનેક વ્યક્તિઓના સંબંધમાં આવા ઉલેખે થયેલા છે. આજે જેવી રીતે અમુક અમુક સૂત્રોનાં ભેગાવહન કરવાથી જ માત્ર પંન્યાસ થવાય છે પરંતુ જ્ઞાન સંબંધી યોગ્યતા ઉપર બીલકુલ ધ્યાન અપાતું નથી તેમ પૂર્વ નહોતું થતું. પૂર્વ તો અમુક દરજજા સુધીની વિદ્વત્તા પ્રાપ્ત કરનારને જ એ પદની પ્રાપ્તી થતી હતી. તપાગચ્છના આચાર્ય વિજયપ્રભસૂરિની પછી યતિમાં વધારે શિસિલાચાર પ્રવિષ્ટ થયો અને તેના લીધે યતિવર્ગ સ્વપદથી ભ્રષ્ટ થયો ત્યારે એ ધારણમાં પણ ફેરફાર થયો. પાછળના બસો ત્રણ વર્ષમાં તો એ પદ સંબધી ઘણી જ અવ્યવસ્થા થઈ. એ સમયમાં નથી જોવાતી જ્ઞાન સંબંધી ગ્યતા કે નથી જોવાતી
Aho! Shrutgyanam