________________
૨૨૪]
जैन साहित्य संशोधक
[ રચંદ રૂ
કર્યું. આ જોતા બૌદ્ધ ગુરુને શંકા પડી, પરંતુ તેઓએ માંદા પડયાનો ટૅગ કરી બૌદ્ધને લગતી કંઈ નિશાની લઈ ત્યાંથી નાસી છુટયા. એ નિશાની પાછી મેળવવા રાજાએ એમની પાછળ સૈન્ય મોકલ્યું, પરંતુ હંસ અને પરમહંસ સહસ્ર યોદ્ધાઓ૨૮ હતા એટલે એમને હરાવ્યા. ત્યારબાદ રાજાએ એક મેટું લશ્કર મોકલ્યું, અને તેની સાથે હંસ લઢવામાં રહ્યો, જ્યારે પરમહંસ પેલી નીશાની લઈ ત્યાંથી નાઠે. શત્રુઓના સંખ્યાબળને લીધે હંસ હારી ગયો, અને તે લોકોએ એનું માથું કાપી લઈ રાજા પાસે રજુ કર્યું, પરંતુ ગએ નિશાની મેળવવાની હઠ પકડી, તેથી સનિક પરમહંસની સેધમાં પાછા નીકળ્યા, અને એને ચિત્રકૂટના દરવાજા આગળ સૂતો જોઈ એનું માથું કાપી લઈ ગયા. હરિભદ્ર જ્યારે એમના ભાણેજ શિષ્યનું શબ જોયું ત્યારે એમને ભયંકર ક્રોધ થયો. તેમણે ઉકળતા તેલના તાવડા તૈયાર કર્યા અને મંત્રવડે ૧૪૪૦ બૌદ્ધોને ૨૯ આકાશ માર્ગે આકર્ષ એમનું બલિદાન કરવા આરંભ્ય. એટલામાં એમના ગુરુએ ત્રણ ગાથાઓ મોકલી જેથી હરિભદ્રને ક્રોધ શાંત પડ્યો, અને પિતાના વિકાર અને પાપના નિવારણ માટે એમણે ૧૪૪૦ ગ્રંથ બનાવ્યા.”
જેને દંતકથાઓની પ્રગતિ વિષે કંઈ જાણવું હોય તેને આગળ કહી તે કથા અને આ કથાની સરખામણી ભલે રસપ્રદ થાય, પરંતુ ઝીણવટથી જોનાર અભ્યાસી, આ બંનેને હરિભદ્રના જીવનના ઐતિહાસિક મૂળ તરીકે બીકલ નહિ . સ્વીકારે. હરિભદ્રને હંસ અને પરમહંસ નામના બે ભાણેજ શિષ્યો હતા, અને તેઓ બૌદ્ધ સિદ્ધાંત ચોરી છુપીથી શીખવા જતા મરણ પામ્યા તે આ દંતકથાને મૂળ પાયો કહેવાય, અને આમાં કંઈ ખાસ ન મનાય તેવું નથી, પરંતુ એટલું પણ બહુ જ સાવચેતીપૂર્વક સ્વીકારવું જોઈએ. હરિભદ્ર સમરાઈરચકહા તૈયાર કર્યા બાબતની દંતકથાને આપણે બીજા પ્રકરણમાં ચર્ચીશું.
પ્રભાવક ચરિતમાં બીજી પણ કેટલીક બાબતે નોંધવા જેવી છે. તેથી હું એ ગ્રંથના ૯ મા ગંગના છેવટના વિભાગનો અમુક ભાગ અહિં ઉમેરૂં છું.
હરિભદ્ર કાર્યાસિકને એના ભારત અને ઇતિહાસ તરફના મેહમાંથી દૂર કર્યો, અને ધૂર્તોની પાંચ કથાઓ૦ કહી એને જૈનધર્મ તરફ આકર્ષે. એમણે એના પિતાના ગ્રંથેની એક નકલ કરાવીને યતિ લોકોમાં તે વહેંચવાનો આદેશ કર્યો. બીજા લોકો પાસે એમણે ૮૪ મંદિરે એક પીઠ ઉપર કરાવરાવ્યા. એક જીર્ણ પ્રત ઉપરથી એમણે મહનિશીથ સૂત્ર રચ્યું. છેવટે અનશન કરી પોતાના જીવનને અંત આણી હારિભદ્ર વર્ગ ગયા.”
૨૮ યુદ્ધપૂર્વે એમના દઇમેટા ને ઉલેખ છે જેનો અર્થ સ્પષ્ટ નથી. ૨૯ આ વિગત મહાભારતમાં (અધ્યાય ૧, લેક ૫૧)માં આવતા જન્મેજયના સર્પસત્રનું રૂપાંતર છે, ૩૦ આમાં સ્પષ્ટ રીતે એમના પ્રાકૃત ગ્રંથ ધૂખ્યાનને ઉલેખ છે.
Aho! Shrutgyanam