________________
સંવ રૂ ]
समराइच कहानी प्रस्तावना
[२९३
તેમ જલ્દી નાઠે. આમ છતાં ઘોડેસવારો એની બહુ જ નજદીક આવી પહોંચ્યા અને એમાંથી એ નીચેની યુક્તિ કરી છુટયો. એક બેબીને કામ કરતા જોઈ પરમહંસે એને એક ઓચીંતી ચઢાઈ આવે છે એમ કહી ત્યાંથી નાસી જવા સમજાવ્યો અને પોતે એનું કામ કરવું શરૂ કર્યું. જ્યારે એક ઘોડે સ્વારે એને, કાઇને એ રસ્તે જતો જોયાનું પૂછ્યું ત્યારે એણે લાંબે દૂર જતા પહેલા બીને બતાવ્યો. સૈનિકે એ બેબીને પકડે અને પાછા ફર્યા. આ પ્રમાણે પિતાની પાછળ પડેલાઓથી છુટયા પછી પરમહંસ થોડા દિવસો બાદ ચિત્રકૂટ પહોંચ્યો અને હરિભદ્રને મળ્યો. પોતે અને હંસે શું કર્યું હતું તે બધું તેણે એમને કહ્યું, અને જ્યારે પોતાના ભાઈની મૃત્યુની વાત કરી ત્યારે શોકથી એની છાતી એટલી બધી ભરાઈ ગઈ કે એ ત્યાં જ મરણ પામે. આ પ્રમાણે પોતાના ભાણેજ શિષ્યોના મરણથી હરિભદ્રને બહુ જ દુઃખ લાગ્યું. એમને બૌદ્ધો પ્રત્યે અત્યંત તિરસ્કાર થયો, અને એમનો નાશ કરવાનો એમણે નિશ્ચય કર્યો. તેઓ ત્યારબાદ સુરપાલ પાસે ગયા અને એને પોતાનો ઈરાદો જણાવ્યું. રાજાને ખાત્રી હતી કે હરિભદ્ર એના વિરોધીઓને હરાવશે એટલે એણે બૌદ્ધાના શહેરમાં દૂતને મોકલાવ્યો, અને એ લેકેના ઉપરીને સમજાવી નકકી કર્યું કે વિવાદમાં જે હારી જાય તેણે ઉકળતા તેલના તાવડામાં ડુબી જવું. બૌદ્ધોને માનીતા ક્ષણભંગુરતાના સિદ્ધાંત ઉપર જ ચર્ચા ચાલી. હરિભદ્રના રદિયાઓને જવાબ ન આપી શકવાથી સામે વાળા બૌદ્ધને નક્કી કરેલી શીક્ષા સહન કરવી પડી. બીજા કેટલાક બૌદ્ધોએ પણ વિવાદમાં તે જ શીક્ષા સહન કરી. પિતાને મદદ ન આપવા અને હરાવવા બદલ બૌદ્ધોએ તારાદેવીની ખુબ નિદા કરી, અને દેવીએ એમને સમજાવ્યું કે હંસ અને પરમહંસને મારી નાંખ્યા તેનું તેજ વ્યાજબી ફળ હતું.
- જિનભટે જ્યારે હરિભદ્ર આ પ્રમાણે ઘાતકી વેર લીધાનું સાંભળ્યું ત્યારે એમણે બે ભિક્ષુઓ દ્વારા સમરાદિત્ય કથાના સૂચનવાળી ત્રણ ગાથાઓ એમને મોકલી. હરિભદ્ર આનો અર્થ સમજી ગયા. જેમ અગ્નિશર્માનો ક્રોધ નવ જન્મો પર્યત ચાલ્યો તેમ એમની બોદ્ધ તરફની શત્રતાએ પણ એમને માટે એવું ભયંકર રૂપ પકડયું હોત. તેથી તેઓએ એકદમ રાજાની રજા લીધી, અને પિતાના ગુરુ પાસે ગયા. ખુબ ગ્લાનિપૂર્વક એમણે એમની માફી માગી, અને ગુને કહ્યા પ્રમાણે તપશ્ચર્યા કરી. અખાદેવીએ એમને પિતાના દુઃખ માટે હજુ પણ શોક કરવા બદલ ઠપકો આપ્યો. પિતાની પાછળ શિષ્યોની પરંપરા તરીકે પોતે કોઈને ન મૂકી શક્યા છે તે એમના કર્મને આધીન હતું. એના બદલામાં એમના પુસ્તકો તેઓનું સ્થાન લેશે. પિતાના ગુરુએ મોકલાવેલી ત્રણ ગાથાના આધારે એમણે સમરાદિત્ય કથા તૈયાર કરી, અને ૧૪૦૦ પ્રકરણો લખ્યા. તે બધામાં પિતાના ભાણેજ શિષ્યોની સ્મૃતિ માટે “વિરહ” ચિહ્ન જોવામાં આવે છે.”
પ્રભાવક ચરિતની આ કથા ટૂંકામાં કાવ્યની તદ્દન નવી જ શૈલીમાં લખાયેલી છે, અને કેટલીક જગ્યાએ મૂળ પાઠ બરાબર ન સચવાયો હોવાથી કેટલુંક સમજાતું પણ નથી. એક જાતના રાસને કઈ જાણીતી વાત ઉપરથી એ રચાયેલી લાગે છે. આને લગતી બીજી એક વાત પણ આપણને રાજશેખરના કથાકેષના અમુક વિભાગના આલેખન ઉપરથી મળે છે. એ વાત તે ઉપર કહી તેને લગભગ મળતી જ છે, પરંતુ કેટલીક વિસ્તૃત બાબતોમાં ફેરફાર પણ છે. કલ્યાણવિજયે એમાને કેટલાક ભાગ આપે છે તે નીચે મુજબ છેઃ
“હંસ અને પરમહંસે જિનની મૂર્તિ ઉપર ત્રણ રેખાઓ કરી અને બૌદ્ધની મૂર્તિમાં તેનું પરિવર્તન ૨૭ આ જગ્યાએ મૂળપાઠ ભ્રષ્ટ થશેચા છે. પરિશિષ્ટ પર્વ vi, 275 ff
Aho Shrutgyanam