________________
અંજરૂ ]
कडुआ मतनी पट्टावली
કડુ મતની પટ્ટાવલી
થરાદ, રાધનપુર, અમદાવાદ વગેરે સ્થાનામાં કડુઆમતી શ્રાવકેાનાં કેટલાંક ધરા હજીયે વિદ્યમાન છે. એ કઠુઆ મત તે શું અને તેના પ્રવર્તક તે કાણુ; એની આજે ભાગ્યે જ કાઇને ખબર હશે. આ પટ્ટાવલી મળ્યા પહેલાં અમને તે તે બરાબર ન હતી જ. આ પટ્ટાવલી પરથી એ લુપ્તપ્રાય કઠુઆ મતની કલ્પના આવે છે. આ પટ્ટાવલી કલકત્તા નિવાસી વિદ્રવાન ખાદ્ભૂ શ્રી પૂરણચંદ્રજી નાહાર એમ. એ. એલ, એલ, ખી.ના વિશાલ ગ્રંથ ભંડારમાંથી અમને મળી છે. અસલ કાઈ નૂની પ્રતિ ઉપરથી ઉક્ત ખામુજીએ પેાતાની પ્રતિ લખાવી લીધી છે. લખનારે ભાષામાં કેટલેાક ફેરફાર કરી દીધા હાય તેમ જણાય છે. કારણ કે મૂળ પટ્ટાવલી પ્રાચીન ગુજરાતી કે રાજપૂતાની ભાષામાં હાવી જોઇએ. તેના ઠેકાણે લખનારે પેાતાની અશુદ્ધ હિંદી એમાં મુકી દીધી છે. આ પટ્ટાવલી, જેમ એના છેવટે જણાવ્યું છે, સંવત્ ૧૬૮૪ માં બનાવેલી છે તેથી તે પછીની એ મતની પટ્ટાવલી મેળવવી ખાકી રહે છે. ઇતિહાસ રસિક મુનિએ કે શ્રાવકે જો આ વિષયમાં પ્રયત્ન કરશે તે તે ઉપયાગી થશે.
[ ૨૦૨
કડુ મત સા કછુઆએ ચલાવેલા છે, તે આ પટ્ટાવલીથી સ્પષ્ટ જણાય છે. કઠુઆ મતના પ્રવર્તકાનું એવું કથન હતું કે હાલના કાળમાં શાસ્ત્રાત નિગ્રંથ આચાર પાળી શકાય તેવા સંયેગા નથી અને જે પેાતાને નિગ્રંથ, મુનિ કે સાધુ તરીકે પૂજાવે-વંદાવે છે તે દેષના ભાગી છે. કારણ તેમાં એ યથાર્થ સાધુ ધર્મના ગુણ્ણા છે જ નહિ. આ કાળમાં સાધુ ધર્મનું પાલન અતિ દુષ્કર હેાઈ તે વિચ્છિન્નપ્રાય છે માટે જેના મનમાં ત્યાગ ભાવના થતી હોય તેણે પેાતાને “ સંવરી” ના નામે એળખાવવું અને તેણે સંવરી તરીકે અમુક અમુક નિયમેાનું પાલન કરવું, પણ સાધુ તરીકે એળખાવવું નહિં.
સા કઠુઆના સમયમાં વૈષધારી શિથિલાચારીને બહુ પ્રચાર થઈ ગયા હતા અને તે પેાતે જે રીતે પેાતાનું વર્તન ચલાવે છે તે બધું ભગવાન મહાવીરના શાસ્ત્રને સંમત જ છે એમ લેાકાને સમજાવી પેાતાની સ્વાર્થસાધના કરી રહ્યા હતા. એવા જમાનામાં સા કઠુઆ, અને સા લંકા જેવા કેટલાક ત્યાગ ભાવનાવાળા મુમુક્ષુ ગૃહસ્થો નીકળ્યા અને તેમણે પોતાના ધ્યેય પ્રમાણે પેતપેાતાના નવા સંપ્રદાયે સ્થાપી સમાન વિચારવાળાઓની ચિત્તસમાધિ માટે નવાં સ્થાનકાની યેાજના કરી, જૂના વાડામાં સાઇ રહેવાથી ટંકાળેલાઓને સ્થાનાંતર કરવાની સગવડ કરી આપી.
જેમ હમેશાં બને છે તેમ, રૂઢ સંપ્રદાયવાળાઓને આ નવા સંપ્રદાયા શત્રુભૂત લાગ્યા અને તેથી તેમણે એમના વિરુદ્ધ પેાતાની હીલચાલ શરુ કરી. એ નવા સાંપ્રદાયિકાના વિચારો ઉપર ખંડનાત્મક પ્રહારા ચાલુ થયા. મેટાં ટાળાએ ભેગાં મળીને આ અલ્પસંખ્યક નવા હરીફેશને સંઘ બહાર નાત બહાર વ્યવહાર બહાર વગેરે અનેક પ્રકારના બહિષ્કારાથી કસવા માંડયા. કેટલાક પ્રખર પંડિતાએ એમની ઉપર તીવ્ર આલેચનાત્મક વાગ્માણેની વર્ષા ચલાવીને એમને નષ્ટચેતન બનાવવાના પ્રયત્ન કર્યાં. એ બધા વિધા સામે ટકી રહેવા માટે આ નવા સંપ્રદાયાએ પણ પેાતાની સાધન સામગ્રી પ્રમાણે બનતું કર્યું અને એમ કરતાં કરતાં કાળાન્તરે એ પણ જૂના વાડા પાસે પેાતાના વાડાઓ બાંધીને ‘ વાડાઓના સંધમાં' દાખલ થઈ ગયા.
કુડુઆ સાએ ચલાવેલા સંપ્રદાયની માન્યતાના ખંડનમાં તપાગચ્છના કટ્ટર પક્ષપાતી વાદી શ્રી ધર્મસાગરાપાધ્યાયે પેાતાના ઉસૂત્ર નંદ કુઠ્ઠાલ ઊર્ફ પ્રવચન પરીક્ષા નામના મેટા ગ્રંથમાં કેટલુંક લખ્યું છે અને દિગંબર, ખરતર, અચલ, પાયચંદ વગેરે મતાની માફક જ આ મતને પણ ઉસૂત્રભાષક બતાવ્યા છે.
કઠુઆ સાએ કેટલીક પ્રતિષ્ટા પણ કરેલી છે અને ગૂજરાતી ભાષામાં કેટલીક રમના પણ કરેલી છે.
Aho ! Shrutgyanam