________________
સંવ ]
महानिशीथ सूत्र परिचय
[ ૨૭
વ્રત પચખાણ પિસા પડિકમણું નેકાર જિનપૂજા રહિત, આદર્યો છે કઠીન કર્મક્ષય કરવાને અર્થે ભાવપૂજાસ્તવ સંજમ ચારિત્ર જેણે, એ વાત છે. આગલ એ મહાનિશીથ લખનાર મહાપુરૂષનું નામ છે. તે આગલ, બીજા બાર વરસી મહાદુકાલમાં પૂર્વધર વયર સ્વામી
કાર ઉદ્વરી મૂલ સૂત્રમાં લખ્યો, એ વાત છે. તે આગલ, ઈરિયાવહી, શકસ્તવ, નામસ્તવ, ચૈત્યવંદના પ્રમુખના ઉપઘાન વહેવાં, તેહના તપદિનમાંન, કીયા વિધિની વાત છે. તે આગલ, વલી, કુશીલીયાના બહુ ભેદ વખાણ્યાં છે. ઘણું ચર્ચા છે. તે પાનાથી જોઈ લેવું. એણ રીતે ત્રીજું કુશીલ અધ્યયન નામે જાણવું. ૩
ચોથા અધ્યયનમાં નાગિલ સુમતિની વાત છે. નાગિલ સાવક કુસીલને સંગ વરજીનેં આરાધક થઈને તેહી જ ભવમાં અણુસણ કરીને શ્રાવકપણે હજ મુક્તિ ગમે; બીજું, સુમતિયે, કુશીલીયા પાંચ સાધુના સમુદાયમાં પ્રવ્રજ્યા લઈને મરીને પરમાધામી થયો. તિહાંથી અંડગગેલી થઈનેં બાર માસ વજાના ઘરમાં પીલાયો. તેવી તેવી ૨૭ વાર પલાઇને, અનંતો સંસારમાં રજલી, પછે મુગતે જાસે. એમ જાણીને કુશીલને સંગ ન કર. ઈતિ વાત ચોથા અધ્યયનમાં છે. તેથી જાણવું. ૪,
હવે પાંચમું અધ્યયન ગચ્છાચારનું છે, તે વરણવું છું. તે મધે ગ૭ વરણવ છે. સુદ્ધ આચાર્ય વરણવ, મધ્યમ આચાર્ય વર્ણવ, શુભ જ્ઞાન દ્વાદશાંગી વરણવ, દ્વાદશાંગી આરાધક વરણવ, દ્વાદશાંગી વિરાધક વરણવ, શ્રુતજ્ઞાન સૂત્રનાં વચન ઉથાપીને સાવજજાચાર્ય ઘણો કાલ રજલ્યા, તે વરણવ. તીર્થયાત્રા વરણવ. દેહરા પ્રતિમા પૂછ આરાધક તથા વિરાધક વર્ણવઃ ઈત્યાદિ વરણવ છે. એ અધ્યયનના ૧૬ પાના છે. મોટું અધ્યયન છે. તે લેશ માત્ર લખીયે છીયે. પ્રથમ પાના ૬ લગે ગ૭ વર્ણવના, આચાર્યના પાઠ આલાવા છે. તે રત્ન રારીખ છે. નવી નવી ઉપમા નવા નવા અર્થ છે. પાના વચ્ચે સાંભલે ઘણું જાણપણું થાય. પાંચમા આરાના અંતલગી ગ૭ , દુપસહ સૂરી આચાર્ય થાસે એ વાત છે. છેહલા ચતુવિધ સંઘ યારના નામ છે. તથા પાંચમા આરાને અંતે ૬૫સહ સૂરી લાગે ચાર યુગ-પ્રધાન ખાયક સમકિત વંત થાયે, એ વાત છે. એ હુંડી કરનાર પં. દીપકવિરાજને શંકા ઉત્પન થઈ જે શાસ્ત્રમાં બે હજાર ને ચાર યુગપ્રધાન કહ્યા છે, અને શ્રી મહાનિશીથમાં ચાર યુગપ્રધાને કહ્યા છે. હવે પાંચમાં આરામાં આચાર્ય શુદ્ધ તો ઘણું થાયે, પણ જે એકાવતારી, તેહને યુગપ્રધાન કહીએ. અને બીજાને એકાવતારીને મેલ નહી. અને યુગપ્રધાન પણ ચ્યાર ક્ષાયકવંત છે. અને ૨૦૦૦ ક્ષપસમ સમકિતવંત તેમને ત્રીજે ભવે લાયક થાયે. એતલે શ્રી ગૌતમને કેવલ વેલા લાયક થયું તે રીતે, બે હજારને ક્ષાયક ભાવે કેવલ થાસ્ય. એ પરમાર્થ જાણ. આગલા સભવસૂરીજીઈ, પુત્ર મનકને કાજે, શ્રી દશવૈકાલિક સૂત્ર ગુચ્યું; તે પાંચમા આરાના અંત લગે રહયે, એ વાત છે. વલી તીર્થ તે તિર્થંકર, વલી તીર્થકર તે ચર્તુવિધ સંઘ, તે સંઘમાં જ્ઞાન દર્શન ચારિત્ર છે. તે રત્નત્રયી પરમપૂજ્યને પૂજ્ય છે, એ વાત છે. તે
Aho! Shrutgyanam