________________
૨૪૬ ]
जैन साहित्य संशोधक
[खंड ३
આવતા હતા ત્યારે વચ્ચે માર્ગમાં એક સારા મદમાં નાહડરાયના પૂર્વ પ્રસ્ત વિંઝરાય (વિંધ્યરાજ) અશ્વારૂઢ મૂર્તિની પ્રતિષ્ઠા કરી. બીજી એક સારા મુહૂર્તમાં, મીણ જેવી જમીન જોઈને, ગુરુજીના આ દેશથી શંખનામે ચેલાએ દાંડાનો ઘોદો મારી કુવો બનાવી દીધા. લોકો આજે પણ તેને શંખકુવાના નામે ઓળખે છે. એ કૂવો બાકીના દિવસોમાં સૂકો હોય તો પણ વૈશાખ પૂર્ણિમાના દિવસે તે પાણીથી ભરાએલો હોય છે. ત્રીજા લગ્નમાં વીરમૂર્તિની પ્રતિષ્ઠા કરી. જે લગ્નમાં એ વીરસ્વામિની પ્રતિષ્ઠા કરી, તે જ લગ્નમાં દુગ્ગાસ્ય ગામે અને વયણુ૫ ગામે પણ મહાવીરની બે મૂર્તિઓની સાધુ અને શ્રાવકના હાથે પ્રતિકાઓ કરવામાં આવી. એ વીરપ્રતિમાની નાહડરાજા રાજ પૂજા-અર્ચા કરતો. આ રીતે નાહડરાજાએ જે પ્રતિમાની સ્થાપના કરી હતી, તેના પ્રતીહારિ તરીકે બ્રહ્મશાન્તિ યક્ષ સદા તેની સાંનિધ્યમાં રહેતો હતો અને તે પ્રતિમાની પર્યાપાસના કરતો હતો.
આ પછી જિનપ્રભસૂરિએ બ્રહ્મશાંતિ યક્ષને પરિચય આપ્યો છે. એ યક્ષ તે બીજે કઈ નહિ પણું કલ્પસૂત્રમાંની ટીકામાં વર્ણવેલ શિલ પાણી યક્ષ છે. યક્ષનું વર્ણન આપીને પછી જિનપ્રભસૂરિએ એ તીર્થને લગતી કેટલીક ઉપયોગી ઐતિહાસિક બીના આપી છે જે નીચે પ્રમાણે છે.
એહવે, ગૂજરાતભૂમિના પશ્ચિમ ભાગમાં વલભી એ નામે ઋદ્ધિ-સમૃદ્ધિથી ભરપૂર એવી નગરી છે. ત્યાં શિલાદિત્ય નામનો રાજા રાજ્ય કરે છે. તેણે રત્ન જડેલી કાંકરીના લોભ પ્રેરાઈ રંક નામે સેઠને સતાવ્યું. તેથી તે સેઠ કેપે ભરાય, ને રાજાને નાશ કરવા માટે, ગજનીના સ્વામી હમ્મીરને ખૂબ ધન આપી, તેના મોટા સૈન્યને બોલાવી લાવ્યો. તે વખતે, અધિષ્ઠાયક દેવતાના બળે વલભીમાંથી ચંદ્રપ્રભ સ્વામિની પ્રતિમા, અંબા અને ક્ષેત્રપાલની મૂર્તિઓ સાથે, આકાશમાર્ગ થઈદેવપાટણમાં જઈ પહોંચી. વીરનાથની જે પ્રતિમા હતી. તે તેના અધિષ્ઠાયકના સામર્થથી, કોઈએ ન જાણેલા ગુપ્તમાર્ગ, રથારૂઢ થઇને ચાલતી ચાલતી આસો જ સુદી પૂર્ણિમાના દિવસે શ્રીમાલપુરમાં જઈ પહોંચી. બીજા પણ અતિશયવાળા દેવ યારિતસ્થાને જઈ વસ્યા. નગરદેવતાએ શ્રીવર્ધમાનસૂરિ નામના આચાર્યને થનારા ઉત્પાતની આગાહી આપી અને કહ્યું કે, જ્યાં આગળ સાધુઓને મળેલું દુધ ફધિર થઈને ફરી પાછું દૂધ થઈ જાય ત્યાં તમારે વસવું. પછી ગજનીથી આવેલા તે હમ્મીરના સભ્ય વિક્રમ સંવત ૮૪૫ માં વલભી નગર ભાંગ્યું અને તે રાજ્યને મારી નાંખ્યો. પછી તે હમ્મીર પોતાના સ્થાને ચાલ્યો ગયો.
- ત્યારબાદ, બીજી વખતે, બીજો એક ગજનીપતિ, ગૂર્જરદેશને ઉધ્વસ્ત કરીને ત્યાંથી ચાલતો વિક્રમ સંવત ૧૦૮ ના વર્ષમાં સાચેરમાં અભ્યા. ત્યાં તેણે વીર ભગવાનનું મનોહર મંદિર જોયું. મારે મારે કરતા તે હેઠો મંદિરમાં પેઠા. મોટા હાથીએ જોડીને તે મહાવીરની પ્રતિમાને બહાર તાણવા લાગ્યા. પણ તે પોતાના સ્થાનેથી લેશમાત્ર પણ ન હાલી. ત્યારે બળદની જોડીએ લગાડીને તેને ખેંચવા માંડી. તે વખતે પૂર્વભવના અનુરાગબળે બ્રહ્મશાંતિ યક્ષે માત્ર ૪ આંગળ તે મૂર્તિને ખસવા દીધી. તે પછી સ્વયં ગજનીપતિએ હાંકવા છતાં પણ બળદ જરાયે તે મૂર્તિને ખસેડી ન શક્યા. છેવટે સ્વેચ્છાધીશ વિલખો થયો, તેથી તે મૂર્તિ ઉપર તેણે ઘણાના ઘા કરવા માંડયા. પણ તે ઘા મૂર્તિને લાગવાને બદલે તેની અંતઃપુરની સ્ત્રીઓ ઉપર પડવા માંડ્યા. તેથી ખિન્ન થઈને તે તુર્કોએ ખડના પ્રહારવડે વીરની માત્ર એક આગળી કાપી લીધી, અને તે લઈને ચાલતા થયા. પણ તેથી તેમના ઘોડાઓની પુંછડીઓમાં આગ લાગી, છોને મૂછ આવવા લાગી. પછી તેઓ ઘડાઓને તજીને પગે ચાલવા લાગ્યા પણ તેથી તો તેઓ ધપ કરતાને જમીન ઉપર જ પડવા લાગ્યા. આથી રહમાનને સ્મરતા થકા દીન જેવા બની ગયા. તે વખતે આકાશવાણીવડે તેમને સંભળાયું કે મહાવીરની આંગળી કાપીને તમે તમારા જીવિતને આ પ્રમાણે સંશયમાં નાંખ્યું છે. તે સાંભળી ગજનીપતિ વિસ્મય પામી માથું ધુણાવતે છતે પિતાના સિપાહીઓને
Aho! Shrutgyanam