________________
diદ રૂ ]
सत्यपुरीय श्रीमहावीर उत्साह परिचय
[ ૨૪૧
જિનપ્રભસૂરિના લખેલા એ આખા સત્યપર કલ્પને સાર નીચે પ્રમાણે છે.
આગળના સમયમાં, મમંડળ એટલે મારવાડમાં આવેલા નહુલ (નાડોલ) પ્રાંતના મંડનભૂત મંડોવર નગરના રાજાને બલવાન એવા દાઈ (ડાભી) લોકેએ મારી નાખી તેનું રાજ્ય છીનવી લીધું. તે રાજાની રાણી તે વખતે ગર્ભવતી હતી. તેથી તે નાસીને બંભાણપુરમાં જઈને રહી, અને ત્યાં તેને સર્વ લક્ષણસંપન્ન પુત્ર જન્મ્યો. તે નગરની બહાર એક ઝાડે, ઝોળી વળગાડી તેમાં તે બાળકને તેણે સુવાક્યો અને પિતે કાંઈ કામ કરવા લાગી. ત્યાં આગળ દેવયોગથી જગસૂરિ નામના એક જૈન આચાર્ય આવી ચઢયા. તેઓ તે ઝાડની છાયાને અણુખસતી જોઈને તે ઝોળીમાંના બાળકને એકી ટસે જોઇ રહ્યા, અને તરત જાણી ગયા કે ભવિષ્યમાં આ બાળક માટે પુણ્યવાન થશે. એટલામાં તે રાણીએ આવીને પૂછયું કે–ભગવાન આ બાળક શું કુલ ક્ષય કરનાર કુલક્ષણો દેખાય છે કે કે છે ? સૂરિએ જવાબ આપ્યો કેન્દ્ર , એ તો મહાપુરુષ થવાનો છે. માટે સર્વ પ્રયને આનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી વત્સલભાવ આણીને તે બને માતાપુત્રને સૂરિએ પિતાના મંદિરના જે વ્યસ્થાપક હતા તેમની પાસે મુક્યાં. તે બાળકનું નામ નાહડ એવું રાખવામાં આવ્યું અને તેને પંચનમસ્કાર મંત્ર સીખડાવ્યાં. તે બાળક બહુ ચપલ હતે. નાનપણમાં જ ધનુષ્યબાણ હાથમાં લઈને, મંદિરમાં મૂકેલી ચોખા મૂકવાની પાટ ઉપર આવતા ઉંદરોને તાકી તાકીને મારવા લાગે. શ્રાવકોએ તેના આ કૃત્યને જોઈ તેને મંદિરમાંથી કાઢી મૂકયો, તેથી તે લોકોની ગાયો ચરાવવાનું કામ કરવા લાગ્યો. એક દિવસે કોઈ ગામ બહાર ફરતા યાગિએ તે બાળકને દીઠે. તેને એ બત્તીસ-લખણ મહાપુરુષ દેખાયો. તેના મનમાં સુવર્ણપુરની સાધના કરવાની ઈચ્છા થઈ તેથી તે એની પાછળ પાછળ એની મા પાસે ગયો અને એ માને સમજાવી-વીનવીને ત્યાં જ રહેવા લાગે. અવસર જોઈને ગિએ નાહાને કહ્યું કે–જંગલમાં ગાયો ચારવતાં થકાં જે તારી નજરે, રાતું દૂધ ઝરતું કેાઈ કુલિશનું ઝાડ, પડી જાય તો તે ઉપર નિશાન કરીને મને તેની ખબર આપજે. બાળક ના જોગિની તે વાતનો સ્વીકાર કર્યો અને દેવગે થોડા જ દિવસમાં તેની દષ્ટિએ એવું એક ઝાડ પડયું. ગિને ખબર કરવાથી તે તેની સાથે ગયે. પછી યથા વિધાનપૂર્વક યોગએ ત્યાં અસિ સળગાવ્યો અને તેમાં તે રાક્ષર વૃક્ષને પ્રજલાલી તેની આસપાસ પ્રદક્ષિણા કરવા લાગ્યો અને બાળક નાહડને પણ તેમ કરવાનું સુચન કર્યું, નાહડ પિતાની ચંચલ બુદ્ધિવડે ગિના મનની દુષ્ટવૃત્તિને તાડી ગયો અને તેથી તે પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. તે મંત્રના પ્રભાવથી જોગિનું સામર્થ્ય હણાઈ ગયું અને આખરે નાહડે જ તેને ઉપાડી તે અગ્નિમાં નાંખી દીધે. એમાં પડતાંની સાથે જ તે સુવર્ણય બની ગયો. આથી નાહડના મનમાં મિત્રના માહામ્ય વિષે ઉંડી શ્રદ્ધા બેઠી. તે મનમાં વિચાર કરવા લાગે કે--હું શી રીતે એ મંત્રપ્રદાયક ગુરનો પ્રત્યુપકાર કરી શકે ? એમ વિચાર કરીને તે ગુરુ પાસે આવ્યા ને તેમના પગે પડી તે બધી હકીકત કહી; અને કહ્યું કે હવે મારે શું કરવું જોઈએ તેની મને આજ્ઞા કરો. ગુરુએ જિનમંદિર બંધાવવાને ઉપદેશ આપે અને તેથી તેણે ૨૪ રિચયે બંધાવ્યાં. ક્રમે ક્રમે તેણે મોટી રાજ્યઋદ્ધિ મેળવી અને તે વડે પોતાનું પૈતૃક રાજ્ય પાછું વાળ્યું.
એક દિવસે તેણે ફરી જજજગરને વિનંતી કરી કે–પૃત્ય, આવું કોઈ કાર્ય બતાવો જેના કરવાથી તમારી અને મારી કીર્તિ લાંબા સમય સુધી વિદ્યમાન રહે. ત્યારે જ્યાં આગળ, ચ્યારે સ્તનમાંથી ગાય દૂધની ધારા છોડતી હતી, એવી એક ભૂમિ ગુરુએ તેને બતાવીને કહ્યું કે આ અભ્યયકારક સ્થાન છે. એથી તે રાજાએ ત્યાં આગળ, ભગવાન મહાવીરના નિવાર્ણ પછી ૬૦ વર્ષ, મોટું, આકાશસુધી જેનું શિખર પહોંચે એવું મંદિર બંધાવ્યું; અને તેમાં પિત્તલની બનેલી મહાવીરસ્વામિની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરી જગરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. જ્યારે પ્રતિષ્ઠા કરવા આચાર્ય
Aho! Shrutgyanam