________________
अंक १]
जैन धर्मप्रसारक सभाए बजावेली जैन साहित्य सेवा
[ ૭૭
ખેલવામાં આવી અને તેમાં શાસ્ત્રી નર્મદાશંકર દામોદરને શિક્ષક તરીકે દાખલ કર્યા. આ કાર્યમાં મુનિરાજોની પણ સારી સહાયતા હતી.
સભાની ઓફિસમાં બાળવિદ્યાથીઓને ધાર્મિક અભ્યાસ કરાવવાનું કામ પણ શરૂ કરવામાં આવતાં તેમાં સારી સંખ્યા દાખલ થઈ. દિન પર દિન સારા સારા મેમ્બરની સભામાં ભરતી થવા લાગી.
સં. ૧૯૪૨ માં સભાની ઓફીસમાં તમામ ધાર્મિક પુસ્તકે વેચાણ મળી શકે તેટલા માટે તેવી સગવડ કરવામાં આવી અને તે ખાતું આગળ વધ્યું.
જુદે જુદે પ્રસંગે તેમ જ બહાર ગામથી કઈ ગૃહસ્થ પધારે ત્યારે જાહેર મેળાવડો કરીને તેમાં જુદા જુદા વિષય ઉપર પ્રમુખ અને મંત્રી તરફથી ભાષણ આપવાનું કામ શરૂ હોવાથી સભાની પ્રાસદ્ધિ વધતી ગઈ.
માસિકના બીજા જ વર્ષમાં “કેશરીઆ તીર્થને વૃત્તાંત' એ નામની બુક બહાર પાડી માસિકના તમામ ગ્રાહકોને ભેટ આપવામાં આવી અને ત્યારથી દર વર્ષે માસિકની ભેટ આપવાનું શરૂ થયું.
જૈન વર્ગને પાળવાની તિથિઓ જાણવાનું સારું સાધન ન હોવાથી જૈન પદ્ધતિ અનુસાર જૈન પંચાગ તૈયાર કરીને માસિકના બીજા વર્ષમાં માસિક સાથે ભેટ તરીકે મોકલવામાં આવ્યું અને ત્યારથી દર વર્ષે જેન પંચાગ” ભેટ આપવાનું શરૂ થયું.
સં. ૧૯૪૬ આખર સુધી સભાનું માસિક મોકલવા વિગેરેનું તમામ કામ સભાસદોએ જાતે કર્યું સં. ૧૯૪૭ ના પ્રારંભમાં એક કારકુનને માસિક રૂ ૫) ના પગારથી રાખવામાં આવ્યા. દરેક કાર્ય જીત મહેનતથી વધારે ફાળભૂત થાય તેનું આ દૃષ્ટાંત છે.
સં. ૧૯૪૭ માં જ્ઞાનપંચમીના મહત્સવ વખતે શેઠ આણંદજી પુરૂષોત્તમે પ્રથમ ઉજમણું કરેલું તેના ત્રણછોડ રૂ ૫૬૫) ની કિંમતના સભાને અર્પણ કર્યા. જેથી ઉત્સાહમાં વિશેષ વૃદ્ધિ થઈ.
આ વર્ષમાં રૂ ૫૦) ની ફીથી સભામાં લાઇફ મેમ્બર દાખલ કરવાનો નિયમ દાખલ થયો અને તે વખતે જ કેટલાક લાઈફ મેમ્બરો થયા.
આ વર્ષના માસામાં શેઠ તલકચંદ માણેકચંદ ભાવનગર પધારતાં તેઓ સભામાં પધાર્યા, સભાના કાર્યથી સંતોષ પામ્યા અને સભામાં લાઈફ મેમ્બર તરીકે દાખલ થવા ઈછા જણાવી. સભાએ તેમને સભાના પેટ્રન બનાવ્યા.
સં. ૧૯૪૮ના ચિત્રમાં “ગપ્પદીપિકાસમીર' નામની બુક છાપવામાં આવી તેમ જ ચરિત્ર વાંચવાની રસિકતા વધારે જણાવાથી બચરિતાવાળી' નામનું પુસ્તક મંત્રી અમરચંદ ઘેલાભાઈએ લખેલું બહાર પાડવામાં આવ્યું.
સં ૧૯૪૮ ના ભાદ્રપદ માસમાં મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજની તબીયત વધારે નરમ થતાં બહુ આગ્રહપૂર્વક વિનંતિ કરીને તેમને ફોટો પડાવ્યો અને તેની સામટી નક્કે લઈને સામાન્ય કિંમતે બધાને આપી.
સં. ૧૯૪૯ના વૈશાખ શુદિ ૭ મે પરોપકારી મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજને દેહ વિલય થવાથી સભાને એક ખાસ હિતિષી અને કાયમના સાચા સલાહકાર મહાપુરુષની ખામી આવી પડી.
સં૧૯૪૯ ના ફાગણ આખરે સભાસદોની સંખ્યા ૪૦ ની થઈ. સભાની લાઈબ્રેરીમાં રૂ૦ ૧૬૪૯–૧૪-૬ ને ૮૭ પુસ્તકે એકત્ર થયા.
Aho! Shrutgyanam