________________
૨૮]
जैन साहित्य संशाधक
[खंड ३
‘
=
=
भावनगरनी जैन धर्मप्रसारक सभाए बजावेली
जैन साहित्यनी स्तुत्य सेवा
[લેખક–શ્રીયુત કુંવરજી આણંદજી શાહ.]
[ન સંસ્થાઓમાં, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા સૈથી વૃદ્ધ અને સૌથી અગ્ર ગણાય છે. જૈન સાહિત્યને મૂળ રૂપમાં પ્રકાશિત કરવાનું મંગળ કાર્ય સૈાથી પ્રથમ અને સૌથી વધારે પ્રમાણમાં એ સભાએ જ આરંહ્યું હતું. જૈન સમાજને ઉપચાગી અને નિત્ય વાંચનના ગ્રંથનાં ગુજરાતી ભાષાંતરે છપાવવાનું આવશ્યક કાર્ય પણ વિશેષરૂપે એ સંસ્થાએ જ આદર્યું. આમ જૈન સાહિત્યને પ્રકાશિત કરવાનું અનુકરણીય માર્ગ જે એ સંસ્થાદ્વારા ખુલ્લું મુકવામાં આવ્યા તેના પરિણામે આ જાતનું કાર્ય કરનારી બીજી અનેક સંસ્થાઓ ઉત્પન્ન થઈ અને તેમના કાર્યને લીધે આજે જૈન સાહિત્યને ઘણે ખરે ભાગ-પછી ગમે તે રૂપમાં પણ-છપાઈને પ્રકટ થવા પામ્યા છે અને કેને તેની પ્રાપ્તિ સુલભ થઈ છે.
આ સંસ્થાએ ધીમે ધીમે કેવી રીતે પિતાના કાર્યને વિસ્તાર કર્યો અને કેવી રીતે આજે વિદ્યમાન સ્વરૂપ પ્રાપ્ત કર્યું, તે દરેક જન સાહિત્યપ્રિય જનને જાણવા લાયક હોવાથી, એ સંસ્થાના જનક જેવા અને પ્રબલ પ્રાણ જેવા શ્રીયુત કુંવરજીભાઈને એ વિષથની ટુંક વિગત લખી આપવા માટે જે અમે નિવેદન કર્યું તેને વશ થઈ એ વૃદ્ધ ધર્મવીર બંધુએ સભાને અથથી તે આજ સુધીને ટુંકે ઈતિહાસ લખી મેક છે અને તેની સાથે આ જ સુધીમાં જેટલા ગ્રંથે એ સભા દ્વારા પ્રકટ થયા છે તેની યાદી પણ મેકલી આપી છે.
સભાને આ ઈતિહાસ વાંચતી અને એણે કરેલું સંગીન કામ જતાં ખરેખર એના તરફ ઊંડે સદભાવ ઉત્પન્ન થાય તેમ છે. અને એ આખી સભા અને એણે કરેલું બધું કાર્ય એકલા, શ્રીકુંવરજીભાઈની એકનિષ્ઠવૃત્તિ અને સતત કાર્ય કરવાની અખંડ ધગસના ફળ સ્વરૂપે જણાઈ આવે છે-સંપાદક.]
આ સભાની સ્થાપના સ. ૧૯૩૭ ના શ્રાવણ શુદિ ૩ જે વરતેજ મુકામે (૧૧) મિત્રોએ મળ ને કરેલી છે. જે વખતે આ સભાની સ્થાપના થઈ તે વખતે આખા હિંદુસ્થાનમાં જનની એક પણ સભા નહોતી. શાંતમૂર્તિ મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની એ સભા ઉપર પ્રારંભથી જ કૃપાદષ્ટિ થઈ અને તેઓશ્રીના આશીર્વાદ અને સલાહ અનુસાર જ આ સભા પિતાનાં નવાં નવાં કાર્યો શરૂ કરતી રહી. ધીમે પગલે પણ એકસરખી રીતે અને શાંતપણે પિતાના કાર્યમાં
Aho! Shrutgyanam