________________
उमास्वातिवाचक अने तत्त्वार्थाधिगम सूत्र
[ ૨૭
તે કાળે અત્યારના વિજ્ઞાનના ગણાતા વિષયોનું પણ જ્ઞાન કેવા સ્વરૂપે હતું તે આ સર્વ વિષયે અને તેનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. આ ગ્રંથ માત્ર જૈનદર્શનના તના સ્વરૂપ બતાવવા પૂરતે લખાયે છે છતાં તેમાં વિજ્ઞાનની શાખાના આટ આટલા વિષયો સમાવી દેવાય તે આપણને મુગ્ધ કરે છે, અને તે પણ માત્ર ૩૫૦ સૂત્રોમાં! આવા પ્રખર વિદ્વાન અને અદ્વિતીય સંગ્રહકારનું જીવન જનસમાજથી અગેચર રહે તે ખરે ખરી કમ નસીબી જ કહેવાય. આપણું આવી હીન દશા પરત્વે માત્ર દષ્ટિપાત કરી બેસી રહેવું તે હવે યોગ્ય નથી. તેમના સંસારી જીવન અને ત્યાગી જીવનમાં રહેલી શાનપિપાસાવૃત્તિ અર્થે થઈ રહેલ તેમની પ્રવૃત્તિ ઉકેલેલી જેવા આપણે કયારે ભાગ્યશાળી બનીશું? આ મહાન પુરુષનું જીવનચરિત્ર સંકલન સહિત પ્રાપ્ત થાય તે આપણા ઈતિહાસ પર મેટે પ્રકાશ નાંખનાર થઈ પડશે એમ લાગે છે.
Aho ! Shrutgyanam